AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : ભાજપ નેતા કિરીટ સૌમૈયાનો ચોકાવનારો દાવો, ઠાકરે સરકારના બે મોટા પ્રધાનોના કરોડોના કૌભાંડની ફાઈલ તૈયાર

અમારી સહયોગી ચેનલ Tv9 ભારતવર્ષ ડિજિટલ સાથે વાત કરતી વખતે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ દાવો કર્યો છે કે તેમની પાસે ઠાકરે સરકારના બે મંત્રીઓની ફાઈલો સંપૂર્ણપણે તૈયાર છે. તેમાંથી એક શિવસેનાના અને બીજા એનસીપીના નેતા છે.

Maharashtra : ભાજપ નેતા કિરીટ સૌમૈયાનો ચોકાવનારો દાવો, ઠાકરે સરકારના બે મોટા પ્રધાનોના કરોડોના કૌભાંડની ફાઈલ તૈયાર
કિરીટ સોમૈયા સોમવારે બપોરે 1 વાગ્યે ઠાકરે સરકારના એક મંત્રીના મોટા કૌભાંડનો પર્દાફાશ કરશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 7:23 AM
Share

મહારાષ્ટ્ર ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ચોકાવનારો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે ઠાકરે સરકારના બે દિગ્ગજ મંત્રીઓના કરોડોના કૌભાંડોના હજારો પાનાના મજબૂત પુરાવા છે. આમાંથી એક મંત્રી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનામાંથી છે અને બીજા મંત્રી શરદ પવારની પાર્ટી એનસીપીના છે. કિરીટ સોમૈયાએ કહ્યું છે કે તેમની પાસે આ બે મંત્રીઓને એક્સપોઝ કરવા માટે તમામ ફાઈલો તૈયાર છે. સેંકડો હજારો કરોડના કૌભાંડોનો પર્દાફાશ કરવા માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સોમવારે તેઓ આ બેમાંથી એક મંત્રીના કૌભાંડનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છે.

127 કરોડના કૌભાંડનું આપશે સબૂત, પરંતુ થઈ છે આનાથી વધારે લૂંટ

અમારી સહયોગી ચેનલ ટીવી 9 ભારતવર્ષ ડિજિટલ સાથે વાત કરતા કિરીટ સોમૈયાએ દાવો કર્યો છે કે તેમની પાસે બે મંત્રીઓની ફાઇલો સંપૂર્ણપણે તૈયાર છે. પરંતુ સોમવારે તેઓ આમાંથી એક મંત્રીના કૌભાંડનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છે. દસ દિવસ પછી બીજા મંત્રીનો પર્દાફાશ થશે. તેમણે અમને એમ પણ કહ્યું કે તેમને પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ તરફથી એ નક્કી કરવાની પુરી છૂટ આપવામાં આવી છે કે ક્યા મંત્રીનું કૌભાંડ આજે ખુલ્લું પાડે અને કયા મંત્રીનું કૌભાંડ દસ દિવસ પછી ખુલ્લું પાડવું જોઈએ.

સોમવારે બપોરે 1 વાગ્યાની પત્રકાર પરિષદમાં, સોમૈયા એક મંત્રીના કૌભાંડનો કરશે વિસ્ફોટ.

કિરીટ સોમૈયાએ દાવો કર્યો છે કે તે આ બેમાંથી કોઈ પણ મંત્રીના કૌભાંડનો પર્દાફાશ કરી શકે છે. તેઓ પ્રેસ કોન્ફરન્સ પહેલા થોડો નિર્ણય કરશે કે શિવસેનાના મંત્રી પહેલા આવશે કે એનસીપીના મંત્રી પહેલા આવશે. સોમવારે, બપોરે 1 વાગ્યે, તેમણે ભાજપની નરીમન પોઈન્ટ કાર્યાલયમાં પત્રકાર પરિષદ બોલાવી છે. અહીં તે તમામ પુરાવા પોતાની સાથે લાવશે અને ઠાકરે સરકારના મંત્રીના કૌભાંડના પુરાવા રજૂ કરશે. તેમણે દાવો કર્યો છે કે ઠાકરે સરકાર તેમના ઘટસ્ફોટથી હચમચી જશે.

પહેલા શિવસેનાના મંત્રીનો થશે પર્દાફાશ કે એનસીપીના મંત્રીનું ખુલશે રહસ્ય ?

કિરીટ સોમૈયાએ તે મંત્રીનું નામ નથી જણાવ્યું જેમના ભ્રષ્ટાચારનો તે ખુલાસો કરવાના છે. પરંતુ તેમણે એ ચોક્કસથી જણાવ્યું છે કે, તેમની પાસે 127 કરોડના કૌભાંડના પુરાવાઓ છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે, હું સોમવારે મુંબઈની પત્રકાર પરિષદમાં ઠાકરે સરકારના અન્ય એક મંત્રીના કૌભાંડનો પર્દાફાશ કરીશ. મારા હાથમાં 2400 પાનાના દસ્તાવેજો છે. 127 કરોડ રૂપિયાનું કૌભાંડ અને કોલકત્તાની બોગસ કંપની દ્વારા મની લોન્ડ્રીંગ થઈને મંત્રીના ખાતામાં, મંત્રીના પરીવારના ખાતામાં અને મંત્રીની કંપનીમાં કેવી રીતે આવ્યા તે જણાવીશ.

એક મંત્રી વિરુદ્ધ 2400 પેઈઝનો દસ્તાવેજ, બીજા મંત્રી વિરુદ્ધ 4000 પેઈઝનો દસ્તાવેજ

ભાજપના નેતાએ કહ્યું કે તેમની પાસે બે મંત્રીઓ સામે દસ્તાવેજો છે. તેમાંના એક સામે 2400 પાનાના દસ્તાવેજો અને બીજા સામે 4000 પાનાના દસ્તાવેજો છે. આ શરદ પવારની પાર્ટીના એક મંત્રી સાથે સંબંધિત દસ્તાવેજો છે. જોકે, મારા પક્ષે મને છૂટ આપી છે કે મારે પહેલા કોનો પર્દાફાશ કરવો અને બાદમાં કોનો પર્દાફાશ કરવો.

મને મારા પક્ષના ટોચના નેતાઓએ કહ્યું કે મારે મારું કામ નિડરતાથી કરવું જોઈએ. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે મને આ રીતે મારું કામ કરવાનું આ પ્રકારે ચાલુ રાખવા કહ્યું છે. મારી સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. કિરીટ સોમૈયાએ શનિવારે કરેલા આ મોટા દાવા બાદ મહારાષ્ટ્રના રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. તમામની નજર સોમવારની પત્રકાર પરિષદ પર છે.

આ પણ વાંચો :  Mumbai Local: જીંદગીથી નિરાશ થઈને અચાનક ટ્રેન સામે આવી ગઈ મહિલા, મોટરમેને સમજદારી પૂર્વક ચાલતી ટ્રેનને રોકી અને બચાવ્યો જીવ

g clip-path="url(#clip0_868_265)">