Maharashtra: શિવસેનાએ ‘સામના’ નું નામ બદલી નાંખવું જોઈએ, ભાજપના નેતા આશિષ શેલારનો સંજય રાઉત પર પ્રહાર

|

Aug 22, 2021 | 10:55 PM

વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું હતું કે સ્વતંત્રતાનો તહેવાર 15 મી ઓગસ્ટે જરૂર ઉજવવો જોઈએ પરંતુ તેના એક દિવસ પહેલા ભાગલાની પીડાને યાદ કરવી જોઈએ.

Maharashtra:  શિવસેનાએ સામના નું નામ બદલી નાંખવું જોઈએ, ભાજપના નેતા આશિષ શેલારનો સંજય રાઉત પર પ્રહાર
BJP Ashish Shelar attacks on Shivsena MP Sanjay Raut

Follow us on

ભાજપ(Bjp)ના ધારાસભ્ય આશિષ શેલારે શિવસેના(Shivsena) ના મુખપત્ર ‘સામના’નું(Samna) નામ બદલીને’ પાકિસ્તાનનામા ‘અથવા’ બાબરનામા ‘કરવાનું સૂચન કર્યું છે. શિવસેના સાંસદ સંજય રાઉત(Sanjay Raut) દ્વારા ‘રોકઠોક’ નામથી પ્રકાશિત થયેલા લેખ પર આપત્તિ દર્શાવતા તેમણે આ નિવેદન આપ્યું છે.

સંજય રાઉતે પોતાના લેખમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 14 ઓગસ્ટના ભારતના ભાગલાને એક દુર્ઘટના તરીકે યાદ કરવાના આહ્વાન પર ટિપ્પણી કરી હતી.

વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું હતું કે ભારતના ભાગલાને ભૂલશો નહીં. તેમણે 14 ઓગસ્ટના દિવસને સ્મૃતિ સ્મારક તરીકે મનાવવાનું કહ્યું છે. એટલે કે, સ્વતંત્રતાનો તહેવાર 15 મી ઓગસ્ટે જરૂર ઉજવવો જોઈએ પરંતુ તેના એક દિવસ પહેલા ભાગલાની પીડાને યાદ કરવી જોઈએ.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ અંગે ટિપ્પણી કરતા સંજય રાઉતે લખ્યું કે નાથુરામ ગોડસેએ પાકિસ્તાન નિર્માણ માટે નિશસ્ત્ર મહાત્મા ગાંધીને જવાબદાર ઠેરવ્યા અને તેમના પર ગોળીઓ ચલાવી. તેના બદલે, જો તેણે બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણા પર પોતાની પિસ્તોલ ચલાવી હોત તો દેશનું વિભાજન ન થયું હોત અને આજે ભાગલાને દુર્ઘટના તરીકે યાદ રાખવાની જરૂર ન હોત.

સંજય રાઉતના આ સવાલનો જવાબ આશિષ શેલારે આક્રમકતાથી આપ્યો છે.

આશિષ શેલારે સંજય રાઉત પર આ રીતે પ્રહાર કર્યો

આશિષ શેલારે કહ્યું છે કે સંજય રાઉત કોંગ્રેસ દ્વારા ઈતિહાસને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરવામા આવ્યો છે. જેને રાઉત પ્રોત્સાહન આપી રહ્યા છે. એટલે કે, રાઉત કોંગ્રેસના ઇતિહાસને બદલવાના પ્રયાસોને ટેકો આપી રહ્યા છે. દેશનું વિભાજન ઝીણાને કારણે થયું.

આ અંગે બે મત હોવાનું કોઈ કારણ નથી. ગાંધીજી પર ગોળીબાર, હુમલો અને ટેકો આપવાનો સવાલ જ ઉભો થતો નથી. સંજય રાઉત વિરોધાભાસી વાતો લખી રહ્યા છે અને મૂંઝવણો પેદા કરી રહ્યા છે.

જણાવી દઈએ કે સંજય રાઉતે પોતાના લેખમાં લખ્યું હતું કે, કેટલાક લોકો હજુ પણ પંડિત ગોડસેની મૂર્તિની પૂજા કરે છે, જેમણે ગાંધીની હત્યા કરી હતી. તેઓ તેના ફાંસીનો દિવસ ઉજવે છે. ગોડસેને શ્રદ્ધાંજલિ તરીકે, તેઓ ગાંધીની પ્રતિમા પર ગોળીબાર કરીને ફરી એક વખત ગાંધી હત્યાની ઉજવણી કરે છે.

આ રીતે કોઈ વિભાજન ન થવું જોઈએ તેવું કહેનાકા મુઠ્ઠીભર લોકોનું વર્તન પણ આવું જ હતું.

જો તે સમયે ભાગલા વિરોધી ગોડસેએ પાકિસ્તાનને રટ લગાવનાર જિન્ના પર પિસ્તોલ ચલાવી હોત, તો 75 વર્ષ પછી, પાર્ટીશનને દુર્ઘટના ગણીને યાદ કરવાની કોઈ તક ન હોત. ગોડસેએ નિશસ્ત્ર ગાંધીની હત્યા કરી હતી. કારણ કે તેમના મતે ભાગલા માટે તેઓ માત્ર એક જ દોષિત હતા. તો જિન્ના કોણ હતા? ”

આ કારણથી શેલારે કહ્યું કે ‘સામના’ નું નામ ‘પાકિસ્તાનનામા’ હોવું જોઈએ.

શેલારનું કહેવું છે કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 14 ઓગસ્ટને ભાગલાને એક દુર્ઘટના તરીકે યાદ રાખવી જોઈએ, તેને ભૂલવી ન જોઈએ. તેનાથી પાકિસ્તાનના પેટમાં દુખવા માંડ્યું. પાકિસ્તાનના પેટમાં જે દુખાવો થઈ રહ્યો છે.

તે જ પીડા શિવસેનાના મુખપત્ર ‘સામના’માં સંજય રાઉતના લેખમાં ઉતરી રહી છે. તેથી, હવે સામનાનું નામ બદલી નાખવું જોઈએ અને તેનું નામ ‘પાકિસ્તાનાનામા’ અથવા ‘બેબરનામા’ રાખી દેવું જોઈએ.

આ પણ  વાંચો : એવું તો શું થયું કે આ વ્યક્તિએ પોતાની સાસુની ગોળી મારીને કરી નાખી હત્યા, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો : e-filing પોર્ટલની હલ ન થતી સમસ્યાઓ બાબતે હવે સરકારની ધીરજ ખૂટી, Infosys ના MD ને સમન્સ મોકલી માંગ્યો જવાબ

Next Article