એવું તો શું થયું કે આ વ્યક્તિએ પોતાની સાસુની ગોળી મારીને કરી નાખી હત્યા, જાણો સમગ્ર મામલો

પંજાબના હોશિયારપુર જિલ્લાના ઝુગીયાં ગામમાં રવિવારે એક વ્યક્તિએ તેની સાસુને કથિત રીતે ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

એવું તો શું થયું કે આ વ્યક્તિએ પોતાની સાસુની ગોળી મારીને કરી નાખી હત્યા, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

પંજાબના (Punjab) હોશિયારપુર (Hoshiarpur) જિલ્લાના ઝુગીયાં ગામમાં રવિવારે એક વ્યક્તિએ તેની સાસુને કથિત રીતે ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ હત્યા બાદ તેણે તેની પત્ની પર પણ હુમલો કર્યો હતો અને તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી. પોલીસે આ સમગ્ર માહિતી આપી હતી.

ચબ્બેવાલ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ (એસએચઓ) પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે, મૃતકની ઓળખ બલબીર કૌર (58) તરીકે થઈ છે. તેમની ગંભીર રીતે ઘાયલ પુત્રી સરબદીપ કૌર (34) ને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાંથી તેને જલંધરની (Jalandhar) એક હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી.

તેણે જણાવ્યું હતું કે, આરોપી મનદીપ સિંહ હાલ પોલીસની પકડથી ફરાર છે. પોલીસે જણાવ્યું હતું કે, તેણે લગભગ ત્રણ વર્ષ પહેલા સરબદીપ કૌર સાથે લગ્ન કર્યા હતા. શનિવારે સાંજે મનદીપ ગામમાં તેના સાસરિયા ઘરે આવ્યો હતો. એસએચઓએ વધુમાં કહ્યું કે, રવિવારે સવારે તેણે કથિત રીતે બંદૂકથી કેટલાક રાઉન્ડ ગોળીબાર કર્યા હતો જેમાં તેની સાસુને ગોળી મારવામાં આવી હતી.

આ હત્યા બાદ ગોળીબાર દરમિયાન તેની પત્ની પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. આરોપીને પકડવા માટે હાલ પોલીસ દ્વારા અલગ અળગ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, બે દિવસ પહેલા હોશિયારપુરના હાજીપુર ગામમાં જ 42 વર્ષીય વ્યક્તિની હત્યા કરાયેલી લાશ મળી હતી. મૃતક સંજીવ કુમારની પત્ની પૂનમે પોલીસને નિવેદન આપ્યું હતું કે, તેનો પતિ બુધવારે રાત્રે ગામમાં નરેન્દ્ર કુમારની હવેલીમાં પોતાનો ટેમ્પો પાર્ક કરવા ગયો હતો. પરંતુ તે પાછો આવ્યો ન હતો. બાદમાં અવાજ સાંભળીને તે ત્યાં ગયો, પછી તેના પતિની લાશ મળી હતી. તેના શરીર પર તીક્ષ્ણ હથિયારોના નિશાન પણ જોવા મળ્યા હતા.

પુત્રી પર બળાત્કાર કરનાર પિતાએ પત્નીની કરી હત્યા

રાજસ્થાનના ઉદયપુરમાં એક શખ્સે પોતાની જ પત્નીની છાતીમાં 5 ગોળીઓ મારીને હત્યા કરી નાખી હતી. આ વ્યક્તિ પર તેની પુત્રીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો અને પત્નીએ પુત્રીની ફરિયાદ દાખલ કરવામાં મદદ કરી હતી. શનિવારે આ શખ્સ અચાનક પત્નીના ઘરે પહોંચ્યો હતો અને આત્મહત્યા કરવાના ઇરાદાથી પત્ની અને બાળકોની સામે પત્નીને ગોળી મારી હત્યા કરી હતી.

આ બાદ સલ્ફાસની ગોળી ખાધી હતી અને પોતાના કાંડાની નસો કાપી નાખી હતી. આ ફાયરિંગમાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે આરોપીની હાલત પણ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: Gandhinagar : CM વિજય રૂપાણી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી, બહેનોએ બાંધી મુખ્યપ્રધાનને રાખડી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati