Maharashtra : ખાર પોલીસ સ્ટેશનની બહાર જ BJP નેતા કિરીટ સોમૈયા પર જીવલેણ હુમલો !
બીજેપી નેતા કિરીટ સોમૈયા અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાને મળવા ખાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ તેના પર જીવલેણ હુમલો થયો હતો.
મહારાષ્ટ્રમાં બીજેપી નેતા કિરીટ સોમૈયા (Kirit Somaiya) પર જીવલેણ હુમલો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખાર પોલીસ સ્ટેશનની (Khar Police Station) બહાર શિવસૈનિકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બીજેપી નેતાની કારના કાચ તૂટી ગયા છે. આપને જણાવી દઈએ કે આ દિવસોમાં મહારાષ્ટ્રમાં શિવસેનાની (Shivsena) કોંગ્રેસ અને એનસીપી સાથેની ગઠબંધન સરકાર છે. સરકારમાં રહીને પણ શિવસેનાના કાર્યકરોએ ભાજપના નેતા પર જીવલેણ હુમલો કર્યો હતો. જણાવી દઈએ કે બીજેપી નેતા કિરીટ સોમૈયા અમરાવતીના સાંસદ નવનીત રાણા (MP Navneet Rana) અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાને (MLA Ravi Rana) મળવા ખાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
તેમને મળ્યા બાદ ભાજપના નેતાઓ પોલીસ સ્ટેશનથી નીકળી ગયા હતા. ખાર પોલીસ સ્ટેશન છોડ્યા બાદ બીજેપી નેતા કિરીટ સોમૈયાએ ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. બીજેપી નેતાએ કહ્યું કે શિવસેનાના ગુંડાઓએ ખાર પોલીસ સ્ટેશન પર ભારે પથ્થરમારો કર્યો. આ દરમિયાન તેમની કારનો કાચ તૂટી ગયો હતો અને તેઓ ઘાયલ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હનુમાન ચાલીસાને લઈને મહારાષ્ટ્રમાં ભારે રાજકીય હંગામો ચાલી રહ્યો છે.
After leaving the Khar PS, BJP leader Kirit Somaiya tweets, “Heavy stone-throwing at Khar Police Station by Shiv Sena gundas (goons), my car window glass broken, I am injured, rushing to Bandra police station.” pic.twitter.com/eMptOsnAla
— ANI (@ANI) April 23, 2022
શિવસૈનિકોએ ભાજપના નેતા પર પથ્થરમારો કર્યો હતો
દરમિયાન અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાની ખાર પોલીસે ધરપકડ કરી હતી. આ વાતની જાણ થતાં જ કિરીટ સોમૈયા, સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાને મળવા પહોંચ્યા હતા. સમાચાર અનુસાર, આ દરમિયાન શિવસેનાના લોકોએ પોલીસ સ્ટેશનની બહાર તેમના પર પથ્થરમારો શરૂ કર્યો. આ ઘટનામાં ભાજપ નેતાની કારના કાચ તોડવાની સાથે તેમને પણ ઈજા પહોંચી હતી.
#WATCH | BJP leader Kirit Somaiya tweets, “Police let goons of CM Uddhava Thackeray assemble at Khar PS. When I got out, goons started stone pelting & broke my car’s window, I got hurt as well. This matter is under police supervision.”
(Video Source: Kirit Somaiya’s Twitter) pic.twitter.com/9vPicFlkt9
— ANI (@ANI) April 23, 2022
કારનો કાચ તુટી જતાં મોઢા પર ઈજા થઈ હતી
ખાર પોલીસ સ્ટેશન છોડ્યા બાદ બીજેપી નેતાએ પોતે ટ્વિટ કરીને તેમના પર થયેલા હુમલાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે શિવસૈનિકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો. આ હુમલામાં તેમની કારના કાચ તોડવાની સાથે તેમના ચહેરા પર પણ ઈજા થઈ હતી. તેઓ અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાને મળવા પોલીસ સ્ટેશન ગયા હતા. તે દરમિયાન આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ બાંદ્રા પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે ચહેરા પર પથ્થર મારવાને કારણે બીજેપી નેતાના ચહેરા પર ઈજા પહોંચી છે. તેના ચહેરામાંથી લોહી પણ નીકળી રહ્યું હતું.
આ પણ વાંચોઃ
શિવસૈનિકોની ફરિયાદ પર રાણા દંપતીની ધરપકડ, નારાયણ રાણેએ ઠાકરે સરકાર પર ઉઠાવ્યા સવાલ
આ પણ વાંચોઃ