Assembly Election Results: શરદ પવારનું મોટું નિવેદન- મારા ઘરનું કામ કરનારાઓનો વોટ ‘આપ’ ને ગયો, કેપ્ટનને બદલવાનો નિર્ણય ખોટો સાબિત થયો
શરદ પવારે સ્પષ્ટ કર્યું કે AAP સિવાય બીજેપીના વિકલ્પ તરીકે અન્ય કોઈ પક્ષ જનતાને દેખાતો નથી. આ જ કારણ છે કે ભાજપને આટલી મોટી જીત મળી છે. શરદ પવારે એક મહત્વની વાત કહી, મારા બંગલામાં કામ કરતા કર્મચારીઓએ 'આપ'ને વોટ આપ્યો છે.
જે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોની (Assembly Election Results) આખો દેશ રાહ જોઈ રહ્યો હતો તે રાજ્યોના પરિણામો હવે સામે આવી ગયા છે. પંજાબ સિવાય બીજેપીએ દરેક જગ્યાએ પોતાની તાકાત બતાવી છે. પંજાબના લોકોએ (Punjab Election Result 2022) આમ આદમી પાર્ટીને જીતાડી છે. આ જીત પર દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. NCP પ્રમુખ શરદ પવારે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. પંજાબના લોકોએ દિલ્હીમાં કરેલા કામોને કારણે AAPને બહુમતી આપી છે. અન્ય રાજ્યોમાં આવું બન્યું નથી અને કોઈ પણ પક્ષ લોકોના દિલ-દિમાગમાં પોતાનું સ્થાન બનાવી શક્યો નથી.
શરદ પવારે સ્પષ્ટ કર્યું કે AAP સિવાય બીજેપીના વિકલ્પ તરીકે અન્ય કોઈ પક્ષ જનતાને દેખાતો નથી. આ જ કારણ છે કે ભાજપને આટલી મોટી જીત મળી છે. શરદ પવારે એક મહત્વની વાત કહી, ‘મારા બંગલામાં કામ કરતા કર્મચારીઓએ ‘આપ’ને વોટ આપ્યો છે.’ શરદ પવારના આ વાક્યની ખૂબ ચર્ચા થઈ રહી છે.
‘આપ’ એ કહ્યું કે ભારત નંબર 1 બનશે
अब भारत को दुनिया का नंबर 1 देश बनने से कोई नहीं रोक सकता ❤️🇮🇳
– श्री @ArvindKejriwal #AAPSweepsPunjab pic.twitter.com/dqKwbNBN5J
— AAP (@AamAadmiParty) March 10, 2022
પંજાબની જીત બેમિસાલ – કેજરીવાલ
પંજાબની જીત પર આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે બાદલ, સિદ્ધુ, ચન્ની તમામ દિગ્ગજ હાર્યા છે, તેમની સામે જીતનારા લોકો ‘આમ આદમી’ છે. તેમણે કહ્યું કે પંજાબ ચૂંટણીના પરિણામોએ બતાવ્યું છે કે સામાન્ય માણસ શું કરી શકે છે. હવે ભારતને નંબર વન દેશ બનવાથી કોઈ રોકી શકશે નહીં.
‘કોંગ્રેસની હાર અનુકૂળ નથી, બધાએ મતભેદ ભૂલીને એક સાથે આવવું જોઈએ’
શરદ પવારે એક તરફ પંજાબમાં હાર માટે કોંગ્રેસની આંતરિક કલહને જવાબદાર ઠેરવતા કહ્યું કે કેપ્ટનને હટાવવાનો નિર્ણય યોગ્ય ન હતો. આ સાથે જ તેમણે મમતા બેનર્જીની ગેર-ભાજપ અને ગેર કોંગ્રેસી વિકલ્પ તૈયાર કરવાના પ્રયત્નને યોગ્ય ન ઠેરવ્યો. તેમણે દેશભરની બિન-ભાજપ શક્તિઓને તેમના મતભેદો ભૂલીને એક થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે પંજાબના પરિણામો કોંગ્રેસ માટે આંચકો છે પરંતુ ભાજપ માટે અનુકૂળ નથી.