AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર : આખરે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ED સમક્ષ થયા હાજર, હાઈકોર્ટ દ્વારા કોઈ રાહત ન મળતા દેશમુખની વધી મુશ્કેલી

અનિલ દેશમુખે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે અને આજે ED (Enforcement Directorate) ઓફિસમાં તેમની હાજરી વિશે માહિતી આપી છે.

મહારાષ્ટ્ર : આખરે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ED સમક્ષ થયા હાજર, હાઈકોર્ટ દ્વારા કોઈ રાહત ન મળતા દેશમુખની વધી મુશ્કેલી
Anil Deshmukh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 3:08 PM
Share

Money Laundering Case : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન NCP નેતા અનિલ દેશમુખ આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઓફિસ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ED દ્વારા વારંવાર સમન્સ મોકલવા છતાં તે પૂછપરછ માટે હાજર થયા ન હતા. અત્યાર સુધીમાં દેશમુખને પાંચ સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ અનિલ દેશમુખ પૂછપરછ માટે હાજર થયા ન હતા. બાદમાં તે ગુમ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો.

અનિલ દેશમુખે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે અને આજે ED (Enforcement Directorate) ઓફિસમાં તેમની હાજરી વિશે માહિતી આપી છે. તેમણે તપાસમાં સહકાર ન આપતા હોવાના આરોપને નકાર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે તેઓ EDના સમન્સનો જવાબ આપી રહ્યા છે.

દેશમુખે મની લોન્ડરિંગ કેસમાં સહકાર આપવાની ખાતરી આપી

ઉપરાંત તેમણે ખાતરી આપી છે કે, જ્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવશે ત્યારે હું પૂછપરછ માટે હાજર થઈશ. અનિલ દેશમુખ 100 કરોડની રિકવરી કેસ અને મની લોન્ડરિંગના અનેક કેસમાં આરોપી છે. જેમાં CBI 100 કરોડની રિકવરી કેસની અને ED દેશમુખ સામે મની લોન્ડરિંગ કેસની (Money Laundering Case) તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, અનિલ દેશમુખ સોમવારે સવારે 11:50 વાગ્યે ED ઓફિસમાં હાજર થયા હતા. અનિલ દેશમુખની સાથે તેમના વકીલ ઈન્દરપાલ સિંહ પણ ED ઓફિસમાં હાજર રહ્યા હતા. હાલમાં મની લોન્ડરિંગના કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

5 વખત સમન્સ મોકલવા છતા દેશમુખ ED ઓફિસમાં હાજર ન થયા

મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખે તેમના પર લાગેલા આરોપોથી બચવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ તેમને કોઈ રાહત મળી નથી. છેલ્લા પાંચ મહિનાથી ઈડી અને સીબીઆઈ (Central Bureau of Investigation) તેને શોધી રહી હતી. ED એ તેમને પાંચ વખત સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તે પૂછપરછ માટે હાજર થયા ન હતા. નાગપુર અને મુંબઈમાં અનિલ દેશમુખના અલગ-અલગ સ્થળો પર પણ પાંચ વખત દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સમીર વાનખેડેને લઈને રાજકીય ધમાસાણ, NCP નેતા નવાબ મલિકે ભાજપ નેતા અરુણ હલદર વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાની કરી જાહેરાત

આ પણ વાંચો: કોરોનાની સ્થિતિ પર બોલ્યા ઉદ્ધવ ઠાકરે, ‘ પ્રધાનમંત્રી સાથેની વાતચીતમાં રસીના અભાવનો મુદ્દો ઉઠાવીશ’

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">