સમીર વાનખેડેને લઈને રાજકીય ધમાસાણ, NCP નેતા નવાબ મલિકે ભાજપ નેતા અરુણ હલદર વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાની કરી જાહેરાત

રવિવારે બેઠક બાદ ભાજપના નેતા અરુણ હલદરે કહ્યું કે, સમીર વાનખેડે દ્વારા કરવામાં આવેલ કામ NCB માટે ગર્વની વાત છે. વાનખેડેએ હંમેશા ઈમાનદારીથી કામ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેઓ રાજકીય ધમાસાણમાં ફસાઈ ગયા છે.

સમીર વાનખેડેને લઈને રાજકીય ધમાસાણ, NCP નેતા નવાબ મલિકે ભાજપ નેતા અરુણ હલદર વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાની કરી જાહેરાત
Sameer Wankhede Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 1:22 PM

Sameer Wankhede Case : નવાબ મલિકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે કેસના જાતિ પ્રમાણપત્ર પર ઉઠાવવામાં આવેલા સવાલોનો આખરે અંત લાવ્યો અને તેમને અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગે આ મામલે ક્લીનચીટ આપી છે. જો કે, NCP અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે (Nawab Malik) આ ક્લીન ચિટ પર સવાલો ઉઠાવ્યા છે અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ અને ભાજપના નેતા અરુણ હલદર વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાની જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ કે, NCBની વિજિલન્સ ટીમ સમીર વાનખેડે (Sameer Wankhede) વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ તેજ કરી છે,ત્યારે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક તેમના ધર્મ અને જાતિ પર સવાલ ઉઠાવીને તેમને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

નવાબ મલિકે એક ટ્વીટમાં આરોપ લગાવ્યો છે કે જેલમાં રહેલા જયદીપ રાણા(Jaydeep Rana)  નામના ડ્રગ્સ તસ્કરીને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે સંબંધો છે. તેણે આરોપ લગાવ્યો છે કે, જયદીપે પૂર્વ મુખ્યમંત્રીની પત્ની અમૃતા ફડણવીસના મશહુર રિવર સોંગ માટે ફંડ એકઠું કર્યું હતું. ઉપરાંત, ફડણવીસના કાર્યકાળ દરમિયાન ડ્રગ્સનો (Drugs )વેપાર ચાલતો હતો.

નવાબ મલિકે કહ્યું કે, અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અને બીજેપી નેતા અરુણ હલદરે સમીર વાનખેડેના ઘરની મુલાકાત લીધી. આ દરમિયાન તેણે સમીરને ક્લીનચીટ પણ આપી દીધી હતી. તેઓએ પહેલા આ મામલાની તપાસ કરીને વિગતવાર અહેવાલ રજૂ કરવો જોઈતો હતો. અમે તેમના વિશે રાષ્ટ્રપતિને ફરિયાદ કરીશું.”

સમીર વાનખેડે કેસને લઈને રાજકીય ધમાસાણ શરૂ થયુ

અરુણ હલદર જ નહીં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ સમીર વાનખેડેને સમર્થન આપ્યું છે. બીજી તરફ નવાબ મલિકે રવિવારે કહ્યું કે હું હજુ પણ મારી વાત પર અડીખમ છું કે તે એસસી સર્ટિફિકેટમાં બનાવટી કરીને તેણે નોકરી મેળવી છે, તેણે એક ગરીબ SCનો અધિકાર છીનવી લીધો છે. ત્યારે હાલ સમીર વાનખેડે કેસને લઈને રાજકીય ધમાસાણ શરૂ થયુ છે.

આ પણ વાંચો: અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના કેસમાં CBIએ કરી પ્રથમ ધરપકડ, એજન્સીએ ગયા મહિને આરોપીના ઠેકાણાં પર પાડ્યા હતા દરોડા

આ પણ વાંચો: કોરોનાની સ્થિતિ પર બોલ્યા ઉદ્ધવ ઠાકરે, ‘ પ્રધાનમંત્રી સાથેની વાતચીતમાં રસીના અભાવનો મુદ્દો ઉઠાવીશ’

g clip-path="url(#clip0_868_265)">