મુંબઈમાં ટ્રાફીકને કારણે થાય છે 3 ટકા યુગલોમાં છૂટાછેડા, અમૃતા ફડણવીસના નવા નિવેદને ઉભો કર્યો વિવાદ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nidhi Bhatt

Updated on: Feb 05, 2022 | 7:08 PM

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જવાબમાં કહ્યું, 'અમૃતા ફડણવીસનો તર્ક હાસ્યાસ્પદ છે. જ્યારે પણ જુઓ, તેઓ આ પ્રકારની કોઈ નવી હાસ્યાસ્પદ વાતો સામે લાવતા રહે છે. હવે તેમનું આ અનોખું સંશોધન સામે આવ્યું છે. મુંબઈકરોને સમજાય રહ્યું નથી કે, તેમના આ નિવેદન પર તેઓ હસે કે રોવે.'

મુંબઈમાં ટ્રાફીકને કારણે થાય છે 3 ટકા યુગલોમાં છૂટાછેડા, અમૃતા ફડણવીસના નવા નિવેદને ઉભો કર્યો વિવાદ
Amrita Fadnavis (File Image)

મુંબઈમાં ટ્રાફિક જામ અને રસ્તાના ખાડા કારણ બની રહ્યા છે છૂટાછેડાનું. અહીં ત્રણ ટકા યુગલોના લગ્નો આના કારણે તૂટ્યા છે. અમૃતા ફડણવીસના  (Amruta Fadnavis) આ નવા નિવેદનથી મહારાષ્ટ્રમાં ફરી એકવાર હંગામો મચી ગયો છે. અમૃતા ફડણવીસ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસના (Devendra Fadnavis) પત્ની છે. તેઓ તેમના નિવેદનો, ટ્વીટ્સ અને મહાવિકાસ આઘાડી સરકાર સાથે જોડાયેલા નેતાઓ પર ટીકા ટિપ્પણીઓને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે.

અમૃતા ફડણવીસના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, મુંબઈના મેયર અને શિવસેનાના નેતા કિશોરી પેડનેકરે (Kishori Pednekar) કહ્યું કે, ‘અમૃતા ફડણવીસનો તર્ક હાસ્યાસ્પદ છે. જ્યારે પણ જુઓ, તેઓ આ પ્રકારની કોઈ નવી હાસ્યાસ્પદ વાતો સામે લાવતા રહે છે. હવે તેમનું આ અનોખું સંશોધન સામે આવ્યું છે. મુંબઈકરોને સમજાય રહ્યું નથી કે, તેમના આ નિવેદન પર તેઓ હસે કે રોવે.’

અમૃતા ફડણવીસ શુક્રવારે પ્રદેશ-ભાજપના જૈન વિભાગના ‘કેન્સર મુક્ત મહારાષ્ટ્ર અભિયાન’નું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. ત્યાં જ તેમણે આ નિવેદન આપ્યું હતુ. જ્યારે આ નિવેદન પર કિશોરી પેડનેકરની પ્રતિક્રિયા આવી, ત્યારે તેમણે પણ વળતો જવાબ આપ્યો અને સર્વેની વિગતો રજૂ કરી, જેમના આધારે તેણે મુંબઈના ટ્રાફિક અને રસ્તાના ખાડાઓને પરિણીત યુગલોમાં છૂટાછેડા માટેનું મુખ્ય કારણ ગણાવ્યું. અમૃતા ફડણવીસે કહ્યું, ‘તમને ખબર હોવી જોઈએ કે હું કોઈ સર્વે એજન્સી નથી. મને આ ડેટા સર્વે એજન્સી પાસેથી મળ્યો છે.’

અમૃતા ફડણવીસે કર્યો મુંબઈના મેયર પર પલટવાર

અમૃતા ફડણવીસે કહ્યું, ‘ સર્વે મંકી ડોટ કોમ એ લોકોમાં સેમ્પલિંગ કર્યું હતું. લોકોએ જ સંબંધિત એજન્સીને છૂટાછેડાના કારણો અંગે આ માહિતી આપી છે. સર્વે દર્શાવે છે કે 3 ટકા યુગલોમાં છૂટાછેડા માટેનું એક કારણ મુંબઈનો ટ્રાફિક અને ખાડાઓ પણ છે. ટ્રાફિકના કારણે લોકોને ઘરે પહોંચતા ત્રણ, ચાર, પાંચ કલાકનો સમય લાગે છે. જેના કારણે તેઓ ઘરે સમય ફાળવી શકતા નથી.

આ રહ્યું અમૃતા ફડણવીસનું સંપૂર્ણ નિવેદન

અમૃતા ફડણવીસનું સંપૂર્ણ નિવેદન આ હતું, ‘હું ફડણવીસની પત્ની છું, આ તમે ભૂલી જાવ. હું એક સામાન્ય નાગરિક તરીકે બોલી રહી છું. હું એક સામાન્ય સ્ત્રીની જેમ રોજ ઘરની બહાર નીકળું છું. મારે પણ રસ્તાઓ પર ટ્રાફિક અને ખાડાઓનો સામનો કરવો પડે છે. ટ્રાફિકને કારણે, 3% કેસ છૂટાછેડા તરફ દોરી જાય છે કારણ કે લોકો તેમના પરિવારને સમય આપી શકતા નથી. મુંબઈમાં અનેક સમસ્યાઓ છે. મેટ્રો, રોડ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓને લગતા પ્રશ્નો છે. આ તમામ પ્રશ્નોના ઉકેલ શોધવાને બદલે સરકાર ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે. તમારે મુંબઈના આ મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો :  રિલાયન્સ જિયોના મુંબઈ ટેલિકોમ સર્કલમાં લોકો કરી રહ્યા છે સમસ્યાનો સામનો, યુઝર્સ કોલ કનેક્ટ કરી શકતા નથી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati