Mumbaiના કાંદિવલી રેલવે સ્ટેશનના બહાદુર જવાનોએ ફિલ્મી સ્ટાઈલમાં ચોરને ઝડપ્યો, જુઓ વીડિયો
CCTV Video of Kandivali Police & Theft: મુંબઈના કાંદિવલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર શખ્સ મુસાફરનો મોબાઈલ છીનવીને ભાગતો હતો, જેને પોલીસ સ્ટેશનના બે જવાનોએ પકડીને રેલવે પોલીસને સોંપ્યો છે.
Kandivali Railway Station: મુંબઈના કાંદિવલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ (Platform) નંબર એક પર એક મુસાફરનો મોબાઈલ છીનવીને શખ્સ ભાગતો હતો, કાંદિવલી પોલીસ સ્ટેશન (Kandivali Railway Station)ના બે જવાનો પ્લેટફોર્મ પર દોડી આવી અને ફિલ્મી સ્ટાઈલ (Film style)માં તેમને પકડીને રેલવે પોલીસને હવાલે કર્યો છે.
પ્લેટફોર્મ પર લાગેલા CCTVમાં આ બહાદુર જવાનોની તસવીર કેદ થઈ
સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે આરોપી એક મુસાફરનો મોબાઈલ છીનવી રહ્યો છે અને રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે પાછળ-પાછળ ભાગી રહ્યો છે અને તેની પાછળ સાદા યુનિફોર્મમાં મુંબઈ પોલીસ (Mumbai Police)નો એક કર્મચારી તેનો પીછો કરી રહ્યો છે અને જ્યારે આરોપી પ્લેટફોર્મ નંબર 4 ઉપર ચઢે છે, ત્યારે આ પોલીસકર્મી (Policeman)ઓ તેને પાછળથી પકડીને રેલવે પોલીસ (Railway Police)ને હવાલે કરે છે.
આ બે બહાદુર પોલીસકર્મીઓના નામ રાજેશ ગાઓકર અને યોગેશ હિરેમઠ છે અને તે બંને કાંદિવલી પોલીસ સ્ટેશન (Kandivali Railway Station)માં ફરજ બજાવે છે.ધરપકડ કરાયેલા આરોપીનું નામ તાહિર મુસ્તફા સૈયદ છે, જેની ઉંમર 25 વર્ષ છે, પોલીસે કહ્યું કે, આ આરોપી વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે.