Maharashtra: ગૃહમંત્રી અમિત શાહે પૂણેમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનો કર્યો શિલાન્યાસ, કહી આ મહત્વપૂર્ણ વાતો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે. રવિવારે શાહે પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છત્રપતિ શિવાજી મહારાજ અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (HM Amit Shah) મહારાષ્ટ્રની (Maharashtra) બે દિવસીય મુલાકાતે છે. રવિવારે શાહે પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj) અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહે ઘણી મહત્વની વાતો કહી.
તેમણે કહ્યું કે શિવાજી મહારાજે ન્યાય, સામાજિક કલ્યાણ અને સ્વરક્ષણ માટે વ્યૂહરચના ઘડવાનું, સૈન્યનું નિર્માણ, સૈન્યનું આધુનિકીકરણ અને 18મી સદીમાં પ્રથમ નૌકાદળનું નિર્માણ કરવાનું કામ કર્યું. શાહે વધુમાં જણાવ્યું હતું કે એવા સમયે જ્યારે સ્વરાજ્ય શબ્દના ઉચ્ચારથી પણ ભય પેદા થતો હતો, ત્યારે શિવાજી મહારાજે પોતાનું સમગ્ર જીવન દેશમાં હિંદવી સ્વરાજ્યની સ્થાપના માટે સમર્પિત કરી દીધું હતું.
માત્ર ભાજપ જ પાર્ટી એવી છે, જેમાં બૂથનો પ્રમુખ પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે
તે જ સમયે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તા સંમેલનને પણસંબોધિત કર્યું હતું. અહીં તેમણે કહ્યું કે મારા જીવનની રાજકીય કારકિર્દી બૂથ કાર્યકર તરીકે શરૂ થઈ હતી. સમગ્ર વિશ્વના તમામ રાજકીય પક્ષો, દેશમાં નોંધાયેલા 1,650 રાજકીય પક્ષોમાંથી માત્ર અને માત્ર એક ભાજપ જ એવી પાર્ટી છે, જેમાં બૂથનો પ્રમુખ પક્ષનો રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે.
જે પાર્ટીના વડાપ્રધાન સંસદમાં અમને ટોણા મારતા હતા, અમે બે, અમારા બે. એક સમયે ભાજપની ચૂંટણીમાં માત્ર બે બેઠકો આવી હતી. જે નારા લગાવનારા આજે 44 પર અટકી ગયા છે. અમે બે વાર 300 સીટ પાર કરી મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનાવી છે.
શાહે કહ્યું કે પહેલા ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ, અખિલેશ અને બહેન માયાવતી અમને ટોણા મારતા હતા કે તેઓ ત્યાં મંદિર બનાવવાની તારીખ જણાવશે નહી. આજે હું બધાને કહેવા માંગુ છું કે પીએમ મોદીએ અયોધ્યામાં મંદિરની ભૂમિ પૂજન કરી દીધુ છે અને થોડા મહિનામાં ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે. આ કામો ત્યારે જ થાય છે જ્યારે ખુરશી કરતાં સિદ્ધાંત પ્રત્યે વધુ પ્રેમ હોય છે. આ કામો ત્યારે જ થાય છે જ્યારે ભારત માતાનું સન્માન તેમના પોતાના જીવન કરતાં પણ વહાલું હોય છે.
બે પેઢીઓથી જેની સામે લડતા હતા, તેના જ ખોળામાં જઈને બેસી ગયા
તેમણે કહ્યું કે શિવસેના ફરી ગઈ, સત્તા માટે હિન્દુત્વ સાથે સમાધાન કરી લીધુ. બે પેઢીઓથી જેની સામે લડતા હતા, તેના જ ખોળામાં જઈને બેસી ગયા. શાહે વધુમાં કહ્યું કે હું 2019ની મહારાષ્ટ્ર ચૂંટણીમાં આવ્યો હતો, તે સમયે શિવસેના સાથે જે સંવાદ થયો હતો તે મેં પોતે જ કર્યો છે. હું ફરીથી કહેવા માંગુ છું કે તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે અને મુખ્યમંત્રી ભાજપના જ હશે.