Mumbai Local: મુંબઈમાં સોમવાર સુધી ખોરવાયેલી રહેશે લોકલ ટ્રેન સેવાઓ, રેલવેએ ઘણી એક્સપ્રેસ ટ્રેનો કરી રદ, જાણો સંપૂર્ણ વિગત
મધ્ય રેલવે તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર કલ્યાણથી 07.47 કલાકથી 23.52 કલાક સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે અપ ધીમી/સેમી-ફાસ્ટ સેવાઓ દિવા અને મુલુંડ વચ્ચે અપ ફાસ્ટ લાઈન પર ડાયવર્ટ કરવામાં આવશે.
મહારાષ્ટ્રની (Maharashtra) આર્થિક રાજધાની મુંબઈની (Mumbai) લોકલ ટ્રેનને લઈને મોટી માહિતી સામે આવી છે. જ્યાં સેન્ટ્રલ રેલવેએ (Central Railway) શનિવારે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે આજે થાણે અને દિવા રેલવે સ્ટેશનો વચ્ચે ટ્રેન સેવાઓ (Local Train Service) 18 કલાક માટે સ્થગિત રહેશે. સેન્ટ્રલ રેલ્વેના જણાવ્યા અનુસાર રેલ્વે લાઈન પર બાંધકામનું કામ કરવામાં આવશે. આ દરમિયાન થાણે અને દિવા રેલ્વે સ્ટેશન વચ્ચે 5મી અને 6મી રેલ્વે લાઈનના બાંધકામની ગતિવિધિઓને કારણે 18 કલાકનો અવરોધ રહેશે.
આ સાથે ટ્રેનોમાં ફેરફાર કરવામાં આવશે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને કલ્યાણ અને દિવા અને મુલુંડ રેલવે સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઈન પર ધીમી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવશે. મધ્ય રેલવે તરફથી મળેલી માહિતી મુજબ કલ્યાણથી 07.47 કલાકથી 23.52 કલાક સુધી ચાલતી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે અપ સ્લો/સેમી-ફાસ્ટ સેવાઓને દિવા અને મુલુંડ વચ્ચે અપ ફાસ્ટ લાઈન પર ડાયવર્ટ કરવામાં આવશે.
આ કારણે મુંબ્રા અને કલવામાં ટ્રેનો રોકાશે નહીં. આ દરમિયાન મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા થાણે અને કલ્યાણ-ડોમ્બિવલી વચ્ચે બસો ચલાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે મુસાફરોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે આ રૂટો પર ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
જાણો રવિવાર અને સોમવારે રેલવે દ્વારા કઈ-કઈ ટ્રેનો રદ કરવામાં આવી હતી
જણાવી દઈએ કે આ એક્સપ્રેસ ટ્રેનોને રવિવારે રદ કરવામાં આવી છે, જેમાં 11007/11008 મુંબઈ-પૂણે-મુંબઈ ડેક્કન એક્સપ્રેસ, 12109/12110, મુંબઈ-મનમાડ-મુંબઈ પંચવટી એક્સપ્રેસ, 12071/12072 મુંબઈ-જાલના-મુંબઈ જનશતાબ્દી એક્સપ્રેસ, 11401 મુંબઈ-આદિલાબાદ નંદીગ્રામ એક્સપ્રેસ, 12123/12124 મુંબઈ-પૂણે-મુંબઈ ડેક્કન ક્વીન, 12111 મુંબઈ-અમરાવતી એક્સપ્રેસ, 11139 મુંબઈ-ગડગ એક્સપ્રેસ, 17612 મુંબઈ-નાંદેડ એક્સપ્રેસ, 11029 મુંબઈ-કોલ્હાપુર એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે 11402 અદિલાબાદ-મુંબઈ નંદીગ્રામ એક્સપ્રેસ અને 11140 ગડગ-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનો સોમવારે એટલે કે 20 ડિસેમ્બરે રદ કરવામાં આવી છે.
2 ટ્રેનો પહેલાથી જ રોકી દેવામાં આવશે
નોંધનીય છે કે મધ્ય રેલવે તરફથી મળેલી માહિતી અનુસાર 18.12.2021ના રોજ ટ્રેન નંબર 17317 હુબલી-દાદર એક્સપ્રેસ JCO પૂણે ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. તેમજ ટ્રેન નંબર 17318 દાદર-હુબલી એક્સપ્રેસ JCO 19.12.2021 પૂણેથી દોડશે.
આ પણ વાંચો : Mumbai: રિફાઈનરીમાંથી શંકાસ્પદ કેમિકલ પાઉડર પડતો જોઈને મચી દહેશત, ફાયર વિભાગ-પોલીસ અને BMCએ સંભાળ્યો મોરચો