“તારામાં આટલુ ડેરીંગ? હું તારા પર એક્શન લઈશ, મારો ચહેરો તો ખબર છે ને તને…” અજીત પવારે મહિલા DSPને ધમકાવી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારની મહિલા DSP પર ધોંસબાજીનો વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ એક મહિલા IPS ને ધમકાવી રહ્યા છે. સોલાપુરના માઢા તાલુકાના DSP અંજલી કૃષ્ણા ગેરકાયદે રેત ખનન મામલે કાર્યવાહી રોકવાનો આદેશ દેતા જોવા મળ્યા. પોલીસ અધિકારી દ્વારા આ મામલે કાર્યવાહી કરતા તેમને ધમકાવવામાં આવ્યા અને કાર્યવાહી રોકવાનો આદેશ દેવામાં આવ્યો. આ ઘટના 1 સપ્ટેમ્બરની છે અને હજુ આ મામલે કોઈ કાર્યવાહી નથી થઈ.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને સોલાપુર જિલ્લાના માધા તાલુકાના ડેપ્યુટી એસપી અંજલી કૃષ્ણા વચ્ચેની ફોનની વાતચીત અને વીડિયો કોલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. Tv9 Bjaratvarsh ના અહેવાલ અનુસાર આ વીડિયોમાં, અજિત પવાર પોલીસ અધિકારીને રેત ખનન પર થઈ રહેલી કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા કહી રહ્યા છે. અંજલી કૃષ્ણાને ધમકીભર્યા સ્વરમાં, અજિત પવાર આદેશનું પાલન ન કરવા બદલ કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે. આ ઘટના 1 સપ્ટેમ્બરની છે.
હકીકતમાં માધા તાલુકાના કુર્દુ ગામમાં ગ્રામ સડક બનાવવા માટે ગેરકાયદેસર રીતે રેત ખનન કરવામાં આવી રહ્યું હતું, જેની ફરિયાદ તાલુકા અધિકારી અને ડેપ્યુટી એસપી અંજલી કૃષ્ણાને મળી હતી. ફરિયાદ મળ્યા બાદ, અંજલી કૃષ્ણા પોલીસ દળ સાથે કાર્યવાહી કરવા માટે પહોંચી ગયા હતા, પરંતુ અજિત પવારના સ્થાનિક કાર્યકર બાબા જગતાપે અજિત પવારને તેમના મોબાઇલ પરથી ફોન કર્યો અને તેમને સ્થળ પર હાજર અંજલી કૃષ્ણા સાથે વાત કરાવી.
તે કોલમાં, અજિત પવાર કહે છે કે હું નાયબ મુખ્યમંત્રી અજિત પવાર છું. તમે તમારી કાર્યવાહી બંધ કરો અને ત્યાંથી ચાલ્યા જાઓ. તમે તમારા વરિષ્ઠ અધિકારી ડૉ. શેજરને કહો કે નાયબ મુખ્યમંત્રીએ પોતે ફોન કર્યો હતો. તેમણે કહ્યું છે કે મુંબઈનું વાતાવરણ ખરાબ છે અને આપણે ત્યાં પ્રાથમિકતા આપવી પડશે. હું તમને તાત્કાલિક કાર્યવાહી બંધ કરવાનો આદેશ આપું છું.
જુઓ Video
करमाळ्याच्या पोलिस उपअधिक्षक अंजली कृष्णा यांना उपमुख्यमंत्री अजित पवारांना फोनवरुन ओळखता आले नाही. त्यानंतर रागावलेल्या अजित पवारांनी अंजली कृष्णा यांना खडेबोल सुनावत थेट व्हिडीओ काॅलच केला.#ajitpawar #AnjaliKrishna pic.twitter.com/ag2DNuf3do
— Ankita Shantinath Khane (@KhaneAnkita) September 2, 2025
તારા પર એક્શન લઈશ- અજીત પવાર
આના પર અંજલી કૃષ્ણા કહે છે કે મને કેવી રીતે ખબર પડે કે તમે વાત કરી રહ્યા છો. તમે મારા મોબાઇલ પર ફોન કરો છો. આના પર અંજલી પવાર કહે છે કે તમે મને ફોન કરવાનું કહી રહ્યા છો. હું તમારી સામે કાર્યવાહી કરીશ. આના પર અંજલી કૃષ્ણા કહે છે કે હું તમારી વાત સમજી શકું છું. આ પછી અંજલી પોતાનો ફોન નંબર અજિત પવારને આપે છે. અજિત પવાર અંજલી કૃષ્ણાનો ફોન નંબર લખીને કહે છે “હું તમને વીડિયો કોલ કરીશ. તું મારો ચહેરો તો ઓળખે છેને!. તારામાં બહુ ડેરીંગ વધી ગયુ છે”
અજિત પવાર તરત જ વીડિયો કોલ કરે છે અને ડેપ્યુટી એસપી અંજલી કૃષ્ણાને કાર્યવાહી બંધ કરવા અને ત્યાંથી ચાલ્યા જવા કહે છે. આ દરમિયાન, ગામના લોકો અને અજિત પવારના કાર્યકરો પોલીસ અને તહસીલ અધિકારીઓ સાથે પણ દુર્વ્યવહાર કરે છે. આ સમગ્ર મામલે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
કોણ છે અંજલી કૃષ્ણા જેને હવે લેડી સિંઘમ કહેવામાં આવી રહી છે?
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં પોસ્ટ કરાયેલી IPS અંજલી કૃષ્ણા હાલમાં કરમાલા તહસીલના DSP છે. અંજલી કૃષ્ણા 2023 બેચના IPS અધિકારી છે. તે ફક્ત 2 વર્ષથી ફરજ પર છે. તે કેરળના તિરુવનંતપુરમની રહેવાસી છે. તેના પિતા ત્યાં એક નાની કપડાની દુકાન ચલાવે છે, જ્યારે તેની માતા કોર્ટમાં ટાઇપિસ્ટ તરીકે કામ કરે છે. તેણીએ સેન્ટ મેરી સેન્ટ્રલ સ્કૂલ, પૂજાપુરામાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને HHMSPB NSS કોલેજ ફોર વુમન, નીરામંકરામાંથી BSc ગણિતમાં સ્નાતક થયા. તેણીએ UPSC સિવિલ સર્વિસીસ 2022 માં AIR-355 રેન્ક મેળવ્યો. અંજલી તેની પ્રામાણિકતા, દૃઢ નિશ્ચય અને કુશળ વહીવટી કુશળતા માટે જાણીતી છે.
