મહારાષ્ટ્ર : ખેડુતોને લઈને કૃષિ પ્રધાન દાદા ભૂસે આકરા મૂડમાં, વીમા કંપનીઓને આપી આ ચેતવણી

મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન ભૂસેએ કહ્યું કે, અમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં સમાવિષ્ટ વીમા કંપનીઓની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. વીમાની રકમ આપવામાં વીમા કંપનીઓનું વર્તન યોગ્ય નથી, જેને લઈને હાલ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મહારાષ્ટ્ર : ખેડુતોને લઈને કૃષિ પ્રધાન દાદા ભૂસે આકરા મૂડમાં, વીમા કંપનીઓને આપી આ ચેતવણી
Agriculture Minister Dada Bhuse

Maharashtra :  મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન દાદા ભુસેએ (Agriculture Dada Bhuse) ખેડૂતોના પાક વીમાની બાકી વીમા રકમ ન ચૂકવનાર વીમા કંપનીઓને (Insurance Company)ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો વીમા કંપનીઓ 848 કરોડ રૂપિયાની બાકી રકમ 8 દિવસમાં નહીં ચૂકવે તો આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ચેતવણીની હકારાત્મક અસર જોવા મળી

તમને જણાવી દઈએ કે, કૃષિ પ્રધાનની (Dada Bhuse) ચેતવણી બાદ 2 દિવસમાં રિલાયન્સે 340 કરોડ રૂપિયા અને બજાજ એલાયન્સે 267 કરોડ રૂપિયા ચૂકવ્યા. ઉલ્લેખનીય છે કે આ રકમ 2021માં ખરીફ પાકની મોસમમાં પાકને થયેલા નુકસાન માટે ચૂકવવામાં આવી છે.કૃષિ પ્રધાન ભૂષેએ જણાવ્યુ હતુ કે, અલ્ટીમેટમની અસર થઈ છે અને હવે અન્ય કંપનીઓ પણ ટૂંક સમયમાં ખેડુતોને ચૂકવણી કરશે.

વીમા કંપનીઓની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

હાલ અલ્ટીમેટમના 6 દિવસ બાકી છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં (Pradhanmantri Fasal Bima Yojna) સામેલ વીમા કંપનીઓની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ વીમાની રકમ આપવા માટે વીમા કંપનીઓનું વર્તન યોગ્ય નથી. જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જો આ સ્થિતિ ચાલુ રહેશે તો કાયદો અને વ્યવસ્થાને લઈને મોટી સમસ્યા સર્જાઈ શકે છે. આ માટે વીમા કંપનીઓ સંપૂર્ણપણે જવાબદાર રહેશે. ઉપરાંત કૃષિ પ્રધાને કહ્યું કે વીમા કંપનીઓએ ખેડૂતોની ધીરજની કસોટી ન કરવી જોઈએ, કારણ કે છેલ્લા એક વર્ષથી ખેડૂતો કુદરતી આફત અને કોરોના સંકટને કારણે ખૂબ જ પરેશાન છે.

84 લાખ ખેડૂતોએ અરજી કરી હતી

આ વર્ષે ખરીફ સિઝનમાં રાજ્યના 84 લાખ ખેડૂતોએ પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ અરજી કરી હતી. આવી સ્થિતિમાં વીમા કંપનીઓ પાસે વીમાના હપ્તા તરીકે 2,312 કરોડ રુપિયા જમા થયા હતા. પાકને થયેલા નુકસાનને કારણે 33 લાખ 28 હજાર 390 ખેડૂતોએ અરજી કરી હતી, જેમાં વીમા કંપનીઓએ ખેડૂતોને 1,842 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. જો કે તેમાંથી 20 લાખ 95 હજાર 209 ખેડૂતોને 994 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે બાકીના 848 કરોડ રૂપિયા ખેડુતોને ચૂકવવાના બાકી છે.

વીમા કંપનીઓ સામે ફોજદારી કેસ દાખલ

ઉલ્લેખનીય છે કે કૃષિ પ્રધાન ભૂસેએ કહ્યું હતું કે પરભણી, બુલઢાણા અને અમરાવતીના ખેડૂતોએ વીમાની રકમ ન ચૂકવનાર વીમા કંપનીઓ સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ ખેડૂતોને વીમા કંપનીઓ (insurance Company) પાસે પેન્ડિંગ 223.35 કરોડ રૂપિયા ટૂંક સમયમાં આપવા માટે કહેવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર : વિરોધ પક્ષના નેતા બનશે વેવાઈ ! આ ભાજપના નેતાની પુત્રી બનશે ઠાકરે પરિવારની વહુ

આ પણ વાંચો : Maharashtra : રાજ્ય ચૂંટણી પંચનો મોટો નિર્ણય, આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં આ બેઠકો પર નહીં યોજાય ચૂંટણી

  • Follow us on Facebook

Published On - 4:04 pm, Wed, 8 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati