મહારાષ્ટ્રઃ નવાબ મલિકની ધરપકડ બાદ સરકાર રસ્તા પર ! કેન્દ્ર સામે ધરણા પર ઉતર્યા મંત્રીઓ
મુંબઈમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર,દિલીપ વાલસે પાટીલ, બાલસાહેબ થોરાટ, અસલમ શેખ,સુભાષ દેસાઈ જેવા વરિષ્ઠ પ્રધાનો સહિત અઘાડી સરકારના ટોચના પ્રધાનો ધરણા પર ઉતર્યા છે.
Maharashtra : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) એ મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર (MVA)ના મંત્રી નવાબ મલિક (Nawab Malik) પર સકંજો કસ્યો છે અને મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering case) મલિકની ધરપકડ બાદ આજે મહાવિકાસ અઘાડી સરકારના મંત્રીઓ આજે મુંબઈમાં ધરણા પર બેઠા છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે મોડી સાંજે મુખ્યમંત્રી આવાસ પર શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના મંત્રીઓની (NCP) બેઠક મળી હતી, જેમાં નવાબ મલિક સામેની કાર્યવાહીને અયોગ્ય ઠેરવતા કેન્દ્ર સરકાર (BJP Govt) સામે અવાજ ઉઠાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
10 વાગ્યાથી ધરણા પર બેઠા મંત્રીઓ
આર્થિક રાજધાની મુંબઈમાં અઘાડી સરકારના ટોચના પ્રધાનો સવારે 10 વાગ્યાથી ધરણા પર બેઠેલા જોવા મળ્યા હતા, જેમાં ડેપ્યુટી સીએમ અજિત પવાર, દિલીપ વાલસે પાટીલ, બાલસાહેબ થોરાત, અસલમ શેખ જેવા વરિષ્ઠ પ્રધાનો સામેલ હતા. ટીવી 9 ભારતવર્ષ સાથે વાત કરતી વખતે, મુંબઈના પાલક મંત્રી અસલમ શેખે કહ્યું કે, નવાબ મલિક એક વરિષ્ઠ મંત્રી છે અને આ સમગ્ર ષડયંત્ર તેમની વિરુદ્ધ રચવામાં આવ્યું છે.
કેન્દ્રની તાનાશાહી નહીં ચાલે…!
આ દરમિયાન તેમને બોલાવ્યા વિના કસ્ટડીમાં લેવા અને ખોટા આરોપો લગાવવા એ ખોટું છે, જેનો અમે બધા વિરોધ કરી રહ્યા છીએ શેખે વધુમાં કહ્યું કે અમે કેન્દ્ર સરકારને આ જ કહેવા માંગીએ છીએ, તેઓ કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ કરી રહ્યા છે, પરંતુ તેની હવે તેમની તાનાશાહી નહીં ચાલે, સાથે મળીને અમે તેને જવાબ આપીશું.
જાણો શું છે આરોપ ?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક અને દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓ વચ્ચે લેવડદેવડ થઈ હોવાના કેટલાક મહત્વના પુરાવાઓમાંથી માહિતી મળી છે. આ પહેલા તપાસ એજન્સીની ટીમે NCP નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી નવાબ મલિકની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા ચાર મહિનામાં કેન્દ્રીય એજન્સી દ્વારા ધરપકડ કરાયેલા મલિક NCPના બીજા વરિષ્ઠ નેતા છે. અગાઉ રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને અન્ય કથિત મની લોન્ડરિંગ કેસમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Maharashtra: છેતરપિંડીના કેસ મામલે થાણે પોલીસે સમીર વાનખેડેની 8 કલાક સુધી કરી પૂછપરછ