Maharashtra: છેતરપિંડીના કેસ મામલે થાણે પોલીસે સમીર વાનખેડેની 8 કલાક સુધી કરી પૂછપરછ

બોમ્બે હાઈકોર્ટે મંગળવારે થાણે પોલીસને FIR સંબંધિત વાનખેડે વિરુદ્ધ 28 ફેબ્રુઆરી સુધી કોઈ પગલાં ન લેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જ્યારે સમન્સ મોકલવામાં આવે ત્યારે તપાસમાં સહકાર આપવા માટે તેણે શહેરની પોલીસ સમક્ષ હાજર થવું પડશે.

Maharashtra: છેતરપિંડીના કેસ મામલે થાણે પોલીસે સમીર વાનખેડેની 8 કલાક સુધી કરી પૂછપરછ
Sameer Wankhede (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 12:44 PM

NCBના મુંબઈ ઝોનના પૂર્વ નિર્દેશક સમીર વાનખેડે (Sameer Wankhede)ની થાણે પોલીસે (Thane Police) તેમની વિરૂદ્ધ છેતરપિંડીના કેસ મામલે બુધવારે 8 કલાક સુધી પુછપરછ કરી. નવી મુંબઈમાં વાનખેડે દ્વારા તેની રેસ્ટોરન્ટ અને બારમાં દારૂ વેચવાનું લાઈસન્સ મેળવવા માટે 1997માં કથિત રીતે ખોટી માહિતી આપવા બદલ પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની મુંબઈમાં પૂછપરછ કરી તે દિવસે પોલીસે વાનખેડેની પૂછપરછ કરી અને બાદમાં મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડ કરી. NCP નેતા મલિકે અગાઉ વાનખેડે પર સરકારી નોકરી મેળવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવા સહિતના અનેક આરોપો લગાવ્યા હતા.

બોમ્બે હાઈકોર્ટે મંગળવારે થાણે પોલીસને FIR સંબંધિત વાનખેડે વિરુદ્ધ 28 ફેબ્રુઆરી સુધી કોઈ પગલાં ન લેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જ્યારે સમન્સ મોકલવામાં આવે ત્યારે તપાસમાં સહકાર આપવા માટે તેણે શહેરની પોલીસ સમક્ષ હાજર થવું પડશે.

8 કલાક સુધી ચાલી પૂછપરછ

અધિકારીએ કહ્યું કે બુધવારે વાનખેડે પોતાના વકીલની સાથે થાણેના કોપરી સ્ટેશનમાં સવારે 11.30 વાગ્યે પહોંચ્યા. તેમને કહ્યું તેમની 8 કલાકથી વધારે સમય સુધી પૂછપરછ કરવામાં આવી અને રાત્રે 7.45 વાગ્યે પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યા. વાનખેડેએ સોમવારે હાઈકોર્ટમાં તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવા માટે અરજી કરી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

નવાબ મલિકે લગાવ્યા હતા ઘણા આરોપ

મહારાષ્ટ્રના મંત્ર નવાબ મલિકે ગયા વર્ષે નવેમ્બરમાં દાવો કર્યો હતો કે વાનખેડેના નવી મુંબઈના વાશીમાં એક પરમિટ રૂમ અને બાર છે. જેના માટે લાયસન્સ 1997માં પ્રાપ્ત કરવામાં આવ્યું હતું, જ્યારે તે સગીર હતો અને તેથી તે ગેરકાયદેસર છે. મલિકે એમ પણ કહ્યું હતું કે સરકારી સેવામાં હોવા છતાં વાનખેડે પાસે પરમિટ રૂમ ચલાવવાનું લાઈસન્સ છે, જે સેવા નિયમોની વિરુદ્ધ છે. જોકે, વાનખેડેએ પછી મંત્રીના દાવાઓને ફગાવી દીધા હતા. બાદમાં સ્ટેટ એકસાઈઝ ડિપાર્ટમેન્ટે વાનખેડેને તેમના દ્વારા મેળવેલા બારના લાઈસન્સ અંગે નોટિસ પાઠવી હતી.

આ પણ વાંચો: રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી 125 મણ ચણાની ખરીદી કરશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચો: સુરત : એક યુવક અચાનક ગટરમાં પડી ગયો, 12 કલાક સુધી જીવ બચાવવા ગટરમાં મથામણ કરી, જાણો પછી શું થયું ?

g clip-path="url(#clip0_868_265)">