નવાબ મલિકના આરોપ બાદ સમીર વાનખેડે પહોંચ્યા દિલ્હી, SC કમિશનના અધ્યક્ષ સમક્ષ રજુ કર્યા દસ્તાવેજો
સમીર વાનખેડેએ કહ્યું, પંચ દ્વારા મારી પાસે જે દસ્તાવેજો માગવામાં આવ્યા હતા, મેં તે રજૂ કર્યા છે. મારી ફરિયાદની તપાસ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આયોગના અધ્યક્ષ તેનો જવાબ આપશે.
Sameer Wankhede Case : એનસીપીના નેતા નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. તેમણે નેશનલ કમિશન ફોર શેડ્યૂલ કાસ્ટ (National Commission for Scheduled Castes)ના અધ્યક્ષ સુભાષ રામનાથ પારધી સમક્ષ દસ્તાવેજો રજુ કર્યા હતા.
દિલ્હીમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ સાથેની આ બેઠક બાદ સમીર વાનખેડેએ કહ્યું કે, આયોગ દ્વારા મારી પાસેથી જે પણ તથ્યો અને દસ્તાવેજો માગવામાં આવ્યા હતા, મેં તે રજૂ કર્યા છે. મારી ફરિયાદની તપાસ કરવામાં આવશે અને ટૂંક સમયમાં કમિશનના અધ્યક્ષ તેનો જવાબ આપશે. તમને જણાવી દઈએ કે, સમીર વાનખેડેએ (Sameer Wankhede) તેના છૂટાછેડા, લગ્નનું પ્રમાણપત્ર, એસસી પ્રમાણપત્ર અને તેની પ્રથમ પત્નીના બાળકના જન્મ પ્રમાણપત્ર સાથે સંબંધિત દસ્તાવેજો એસસી કમિશન સમક્ષ રજૂ કર્યા હતા.
NCB-Mumbai Zonal Director Sameer Wankhede arrives at National Commission for Scheduled Castes, Delhi
He has come here to present his subject before the Commission. We will see and verify his documents: Subhash Ramnath Pardhi, member, National Commission for Scheduled Castes pic.twitter.com/py1zWwVh1M
— ANI (@ANI) November 1, 2021
NCSC સમીર વાનખેડેને ક્લીનચીટ આપી શકે નહીં : નવાબ મલિક
નવાબ મલિકે આજે ફરી સમીર વાનખેડે પર આરોપ લગાવ્યો હતો કે, તે મુસ્લિમ છે અને તેણે નકલી જાતિ પ્રમાણપત્રના (Caste Certificate) આધારે અનામતનો લાભ લઈને નોકરી મેળવી છે. નવાબ મલિકે NCSC ના ઉપાધ્યક્ષ અરુણ હલદર અને વાનખેડે વચ્ચેની બેઠક સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, અરુણ હલદર ભાજપના નેતા છે. પરંતુ તેઓ વૈધાનિક પદ પર બેઠા છે. તેઓએ તેમના પદની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ. તેમને ક્લીનચીટ આપવાનો અધિકાર નથી. હું તેમના વિરુધ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરીશ.
તમને જણાવી દઈએ કે, નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ (NCSC) ના ઉપાધ્યક્ષ અરુણ હલદર (Arun Haldar) સમીર વાનખેડેના ઘરે ગયા હતા અને તેમને મળ્યા હતા. તેણે કહ્યું હતું કે, મેં NCB અધિકારી સમીર વાનખેડેના કાગળો જોયા છે. વાનખેડેએ ક્યારેય ધર્મ બદલ્યો હોય તેવું સામે આવ્યુ નથી.