મુંબઈમાં એક માતાની નાનકડી બેદરકારી અને પાંચ સેકન્ડમાં માસૂમ બાળકીનું થયુ મોત- જુઓ કંપાવી દેતો આ Video
મુંબઈના વસઈમાં એક માતાની નાનકડી ભૂલ તેને જિંદગીભર ન ભૂલાય તેવો વસવસો છોડી ગઈ છે. એક માતાની માત્ર નજીવી ભૂલને કારણ તેની 4 વર્ષિય બાળકી મોતને ભેટી છે. ત્યારે તમામ માતાપિતાઓ માટે મુંબઈની આ ઘટના લાલ બત્તી સમાન છે.
મુંબઈમાં એક હૈયુ હચમચાવતી ઘટના સામે આવી છે, જે જોઈને કોઈનું પણ હ્રદય દ્રવી ઉઠે અને કમકમાટી છૂટી જાય. માત્ર એક નાનકડી ભૂલને કારણે એક માતાએ તેની વ્હાલસોયી માસૂમને ગુમાવવાનો વારો આવ્યો છે. આ એવી દુર્ઘટના છે, જેને સાંભળનારા સ્તબ્ધ રહી ગયા અને જોનારાએ બે ઘડી વિચારશક્તિ જ ગુમાવી દીધી. એક ભૂલને કારણે 4 વર્ષની બાળકીનું કરૂણ મોત થઈ ગયુ છે.
મુંબઈના વસઈની આ ઘટનાનો વીડિયો હાલ બહુ ચર્ચામાં છે. જ્યા 12 મા માળેછી પડવાથી એક 4 વર્ષની બાળકીનું મોત થઈ ગયુ છે. આ ઘટના સૌથી વધુ હ્રદયદ્રાવક એટલે છે કે એક માતાની હાજરીમાં જ માત્ર અમુક સેકન્ડોમાં જ બાળકી 12મા માળેથી નીચે પડી ગઈ અને તેના રામ રમી ગયા.
કેવી રીતે ઘટી દુર્ઘટના?
વસઈમાં આવેલા હાઈરાઈઝ બિલ્ડીંગના એક ફ્લેટમાં બાળકી આરામથી રમી રહી હતી, એટલામાં તેની માતા ત્યાં આવે છે અને બાળકીને પકડીને પગરખાના એક રેક પર અમુક સેકન્ડો માટે બેસાડે છે, જે બાદ તે પોતાનું કંઈક કામ કરવા માટે પાછળ ફરે છે. બસ આટલી જ વાર અને સેકન્ડોમાં તો ખેલ ખલાસ થઈ ગયો. શુ રેક પર જ્યાં બાળકીને માતાએ બેસાડી હતી તેની બાજુમાં જ ગેલેરી હતી અને આ ગેલેરીમાં કોઈ ગ્રીલ કે કાચ ન હતા જેના કારણે બાળકી જેવી ઉભી થઈ અને તેનું બેલેન્સ થોડુ આમતેમ થયુ અને કંઈપણ સમજે એ પહેલા તો બાળકી 12માં માળેથી નીચે પટકાઈ ગઈ. અમુક સેકન્ડની અંદર હસતી રમતી એ માસૂમ કાયમ માટે શાંત થઈ ગઈ. આ ઘટનાના દૃશ્યો પણ એવા છે કે તેને બ્લર કર્યા વિના બતાવી શકાય તેમ નથી. વિચલિત કરી દેનારી આ ઘટના બાદ માતાના તો હોશ જ ઉડી ગયા.
આ દ્રશ્યો જોઈને કોઈનું પણ હૃદય રડી પડે.. બાળકી જેવી પટકાઈ ત્યાર બાદ તેની માતા બુમો પાડવા લાગી. તેનો આક્રંદ પણ વીડિયોમાં જોઈ શકાય છે.. બાળકી પડી ગઈ, માતાને અહેસાસ થયો કે, તેની એક ભૂલે તેની માસુમને છીનવી લીધી છે. તેના આક્રંદ, આંસુનો કોઈ અંત ન હતો. તેનો અવાજ સાંભળી આસપાસના લોકો પણ આવી ગયા.. આ દ્રશ્યો ખૂબ જ ભાવુક કરનારા છે.. પણ સાથે જ તમામ માતા-પિતા માટે ચેતવણીરૂપ પણ છે.
દરેક માતાપિતા આટલુ ખાસ ધ્યાન રાખો
- હાઈરાઈઝ બિલ્ડિંગમાં બાળકો પ્રત્યે વધુ સભાન રહો
- એક નાની ભૂલ કે બેદરકારી મોટી દુર્ઘટના સર્જી શકે છે
- આવી બારી કે ડક્ટમાં જાળી કે ગ્રીલ લગાવડાવો
- નાના બાળકોને ખુલ્લી બારી કે ગેલેરીથી દૂર રાખો
- બાળકો પ્રત્યે બેદરકારીભર્યું વલણ જીવલેણ સાબિત થઈ શકે