50 વર્ષ સુધી જેમણે તુર્કી હુમલાખોરોને ભારતમાં ઘુસવા ન દીધા, એ રાજાનો ઈતિહાસ બહુ ઓછા જાણતા હશે અને એમના પૌત્ર જયચંદને બધા જાણે છે- વાંચો
તમે મોહમ્મદ ઘોરી વિષે તો સાંભળ્યું જ હશે. મોહમ્મદ ઘોરી અને જયચંદની વાર્તા પણ તમે સાંભળી હશે. પણ શું તમે જાણો છો કે આ જ જયચંદ અને મોહમ્મદ ઘોરી પહેલા લગભગ 100 વર્ષ સુધી સતત તુર્કી સેનાને ભારતમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને તમામ પ્રયાસો છતાં તે ભારતમાં પ્રવેશી શકી ન હતી. તેનાથી પણ મોટી વાત એ છે કે આ રાજા કોઈ મૌર્ય કે ગુપ્ત સામ્રાજ્ય જેવા મોટા વંશનો રાજા નહોતો. પણ ઉત્તર ભારતના આ રાજાએ ન માત્ર તુર્કોને ભારતમાં પ્રવેશતા રોક્યા પરંતુ દક્ષિણ ભારતમાં અને પૂર્વ બંગાળ સુધી પોતાના રાજ્યનો વિસ્તાર પણ કર્યો. વાસ્તવમાં 11મી અને 12મી સદી ભારતના ઇતિહાસની ખૂબ જ મહત્વપૂર્ણ સદીઓ હતી. આ સમયગાળામાં ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્ય કે સમુદ્રગુપ્ત જેવું કોઈ મોટું સામ્રાજ્ય નહોતું

ભારત અનેક નાના-મોટા રાજ્યોમાં વહેંચાયેલું હતું અને નાના-મોટા રાજ્યો એકબીજા સાથે લડતા રહેતા હતા. આ એ સમયગાળો હતો જ્યારે પશ્ચિમ ઉત્તર ભારત પર તુર્ક આક્રમણકારો સતત હુમલા કરી રહ્યા હતા. આવા સમયમાં આ રાજા અને તેના રાજવંશે લગભગ 100 વર્ષ સુધી દેશને તુર્ક હુમલાઓથી બચાવ્યો હતો. આ રાજાએ પોતાના શૌર્ય, દૂરદર્શિતા અને કુટનીતિના બળ પર એક વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. આ રાજાએ લગભગ 50 વર્ષ સુધી શાસન કર્યું હતું. દિલ્હીના તોમર રાજાઓને પણ તેણે પોતાને અધીન કર્યા હતા અને તે સમયના સૌથી મોટો ખતરો ગણાતા તુર્ક આક્રમણકારોને ઘણી વખત હરાવ્યા હતા. આ રાજા કોઈ બીજા નહીં પણ રાજા ગોવિંદચંદ્ર હતા, જે ગઢવાળ વંશના સૌથી મહાન રાજાઓમાંથી એક હતા. function loadTaboolaWidget() { window._taboola = window._taboola ||...
