AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: અહેમદનગર નવોદય વિદ્યાલયમાં કોરોનાના આંકડા વધ્યા, અત્યાર સુધીમાં 51 કોવિડ પોઝિટિવ, બે દિવસ પહેલા 19 સંક્રમિત મળી આવ્યા હતા

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના ટકલી ધોકેશ્વર ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં કોવિડ-19 સંક્રમણના વધુ 32 નવા કેસ નોંધાયા છે. અહીંથી અત્યાર સુધીમાં 51 કેસ નોંધાયા છે. જેમાં શાળાના 48 વિદ્યાર્થી અને 3 કર્મચારીનો સમાવેશ થાય છે.

Maharashtra: અહેમદનગર નવોદય વિદ્યાલયમાં કોરોનાના આંકડા વધ્યા, અત્યાર સુધીમાં 51 કોવિડ પોઝિટિવ, બે દિવસ પહેલા 19 સંક્રમિત મળી આવ્યા હતા
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 8:26 PM
Share

કોરોના વાયરસ (Corona Virus)ના નવા પ્રકાર ઓમિક્રોન (Omicron) સામે લડી રહેલા મહારાષ્ટ્ર (Maharashtra)ની મુશ્કેલીઓ વધી રહી છે. અહમદનગર જિલ્લાના નવોદય વિદ્યાલયમાં કોવિડનું સંક્રમણ ફેલાઈ રહ્યુ છે. અહીંથી અત્યાર સુધીમાં 51 કેસ નોંધાયા છે. જેમાં શાળાના 48 વિદ્યાર્થી અને 3 કર્મચારીનો સમાવેશ થાય છે. જાણકારી મળી છે કે રવિવારે કોન્ટેક્ટ ટ્રેસિંગમાં વધુ 32 નવા કેસ સામે આવ્યા છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા એટલે કે 24 ડિસેમ્બરે 19 કેસ સામે આવ્યા હતા. આ માહિતી અહમદનગર જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર ભોસલેએ આપી છે. આ શાળામાં ધોરણ 5થી 12 સુધીના 450 વિદ્યાર્થી છે.

મળતી માહિતી મુજબ શાળામાં ધોરણ 5થી 12 સુધીના 450 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ તમામના સેમ્પલ કોરોના તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી પ્રથમ 19 વિદ્યાર્થીના કોરોના ટેસ્ટના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જે પછી અન્યના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. શાળામાં અત્યાર સુધીમાં 48 વિદ્યાર્થી અને 3 સ્ટાફ કોવિડ સંક્રમણની ઝપેટમાં છે. તમામને આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. કેટલાકને પારનેર ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ હાલમાં ક્વોરેન્ટાઈન છે.

મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી છે નવી કોરોના ગાઈડલાઈન

ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે પહેલાથી જ નવી કોરોના ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. તેમના મતે રાજ્યમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી 5થી વધુ લોકોને એકઠા થવાની મંજૂરી નથી. આ સિવાય જો લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજવામાં આવે તો 100 અને ખુલ્લી જગ્યાએ હોય તો 250થી વધુ લોકોને એકઠા થવાની મંજૂરી નથી.

આ સિવાય ઉદ્ધવ સરકારે જીમ, સ્પા, હોટલ, થિયેટર અને સિનેમા હોલને પણ 50 ટકા ક્ષમતા સાથે ચલાવવાનો આદેશ આપ્યો છે. તમામ ઓપરેટર્સે પહેલેથી જ તેમની સંપૂર્ણ ક્ષમતા અને 50 ટકા ક્ષમતા પર કામ થતુ હોવા અંગે સરકારને જાણ કરવી પડશે.

શનિવારે મહારાષ્ટ્રમાં 1,485 નવા કેસ નોંધાયા હતા

જણાવી દઈએ કે ગયા શનિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 1,485 નવા કેસ સામે આવ્યા હતા. આમાં 796 સાજા થયા અને 12ના મોત થયા તો ઔરંગાબાદમાં બે નવા ઓમિક્રોન કેસ નોંધાયા છે. શનિવાર સુધીમાં રાજ્યમાં કુલ 110 ઓમિક્રોન કેસ નોંધાયા છે. તે જ સમયે શનિવારે જ મુંબઈમાં કોરોનાના 757 નવા કેસ નોંધાયા હતા. 280 સાજા થયા હતા અને કોઈ મૃત્યુ થયું ન હતું.

મહારાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસમાં કોરોનાના ઘણા નવા કેસ જોવા મળ્યા 

તારીખ                  કેસ 20 ડિસેમ્બર          204 21 ડિસેમ્બર           327 22 ડિસેમ્બર          490 23 ડિસેમ્બર          602 24 ડિસેમ્બર           683

આ પણ વાંચો – વંશીય સમાનતા માટે લડનાર ડેસમન્ડ ટુટુનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક, કહ્યું, ‘લોકો માટે માર્ગદર્શક પ્રકાશ હતા’

આ પણ વાંચો – દિલધડક દ્રશ્યો: રેલ્વે ટ્રેક પર ઉભેલી ગાયને ટ્રેને મારી ટક્કર ! પછી જે થયુ તે જોઈને તમે પણ કહેશો “કુદરતનો ચમત્કાર “

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">