AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રૂ.300 કરોડની મુસીબતમાં ફસાયો ખેલાડી અક્ષયકુમાર, કોણ કરશે ‘એરલિફ્ટ’

સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવી કરોડોની કમાણી કરનારા અક્ષય કુમાર પોતાની જ એક ફિલ્મને કારણે મોટી મુસીબતમાં મુકાઈ ગયા છે. બૉલિવૂડના ખેલાડી કુમાર પર ફિલ્મ એરફિલ્ટમાં ખોટી માહિતી આપવાનો આરોપ છે અને તેના માટે 300 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. અક્ષય કુમારની ફિલ્મ એરલિફ્ટ આવી અને કરોડો રૂપિયાની કમાણી કરી. લોકો અને […]

રૂ.300 કરોડની મુસીબતમાં ફસાયો ખેલાડી અક્ષયકુમાર, કોણ કરશે ‘એરલિફ્ટ’
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Jan 15, 2019 | 10:48 AM
Share

સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવી કરોડોની કમાણી કરનારા અક્ષય કુમાર પોતાની જ એક ફિલ્મને કારણે મોટી મુસીબતમાં મુકાઈ ગયા છે. બૉલિવૂડના ખેલાડી કુમાર પર ફિલ્મ એરફિલ્ટમાં ખોટી માહિતી આપવાનો આરોપ છે અને તેના માટે 300 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે.

અક્ષય કુમારની ફિલ્મ એરલિફ્ટ આવી અને કરોડો રૂપિયાની કમાણી કરી. લોકો અને ક્રિટીક્સે પણ ફિલ્મને ઘણી વખાણી. પરંતુ 1990માં થયેલા ખાડી યુદ્ધની સત્યઘટના પર આધારિત આ ફિલ્મમાં એક મોટી ભૂલ બતાવવામાં આવી છે, જેને લઈને અક્ષય કુમાર સહિત ફિલ્મ સાથે જોડાયેલા 17 લોકોને મળી છે 300 કરોડ રૂપિયાની નોટીસ.

વાસ્તવમાં 300 કરોડની મુસીબતમાં ખિલાડી, ફિલ્મ એરલિફ્ટમાં 700 ભારતીયોને બચાવે છે. જેમાં હનિફ મોદક અને કેપ્ટન વિરાફ કેકોબાદનો મહત્વપૂર્ણ રોલ હતો. હનિફ ઈરાકથી આવી રહેલા જહાજની કંપનીના માલિક હતા અને બન્ને 700 ભારતીયોને ઈરાકથી દુબઈ બંદર સુધી લાવ્યા હતા. ત્યાંથી તમામ ભારતીયોને એરલિફ્ટ કરવામાં આવ્યા અને તેના માટે શિપિંગ કંપનીએ લોકો પાસેથી પૈસા લીધા ન હતા પણ ફિલ્મમાં કંપની દ્વારા પૈસા લેવાતા હોવાનું દાખવાયું છે.

હનિફ મોદકના વકીલ નીલેશ ઓઝાનો દાવો છે કે, 

  1. આ જે સીન છે, તેમાં એવું દાખવવામાં આવ્યું છે કે ભારતીયો પૈસા માટે ગમે તે કરી શકે છે અને કપરી સ્થિતિમાં પણ ભારતીય હોવા છતાં ભારતીયોને મદદ કરતા નથી. હૉલિવૂડની ફિલ્મો જુઓ, તેમાં કેવી દેશભક્તિ હોય છે. આ ફિલ્મની વાત છે તો એ વખતે ત્યાં એક જ જહાજ હતું. તે મારા ક્લાયન્ટનું જહાજ હતું અને એક પણ રૂપિયો લીધા વિના તેઓ ભારતીયોને લઈ આવ્યા હતા. શિપિંગ કંપનીનો દાવો છે કે આ સીનને કારણે માત્ર તેમની જ નહીં, સમગ્ર ભારતની અને ભારતીયોની છબિ ખરાબ થઈ છે. તેથી અક્ષય કુમારે જાહેર માફી માગવી જોઈએ.
  2. અક્ષય કુમાર જ નહીં, ફિલ્મના તમામ પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર વિરુદ્ધ અમે ફરિયાદ કરવાના છીએ. તેમની પાસેથી અમે 300 કરોડના નુકસાનની ભરપાઈ માગી છે. તેમણે આ રકમ આપી નહીં, તો અમે તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીશું. સાથે જ અક્ષયકુમારે આ બાબત જાહેરમાં માફી માગવી જોઈએ. એટલું જ નહીં, હવે પછી આ ફિલ્મનું પ્રદર્શન બંધ કરવું જોઈએ. તેમણે સેટેલાઈટ્સ કે ટીવી રાઈટ્સ વેચ્યા હોય તો તે રદ્દ કરવા જોઈએ.

બીજી તરફ આ મુદ્દે અક્ષય કુમાર કે ફિલ્મ એરલિફ્ટ સાથે જોડાયેલા કોઈપણ કલાકારોએ આ મુદ્દે કોઈ કમેંટ કરી નથી. તેથી 300 કરોડની આ મુસીબતમાંથી અક્ષય કેવી રીતે બહાર આવે છે અને કોણ તેમને એરલિફ્ટ કરે છે એ જોવું રહ્યું..

[yop_poll id=613]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">