Maharashtraમાં ફરી એકવાર છવાયા ચિંતાના વાદળો, થાણેમાં કોરોનાના 241 નવા કેસ નોંધાયા, ચાર લોકોના મોત

આરોગ્ય અધિકારીએ કહ્યું કે ગુરુવારે કોરોના સંક્રમણના અને મૃત્યુના નવા કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે થાણેમાં કોવિડ -19 થી મૃત્યુ દર 2.03 ટકા છે. તો પાલઘર જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા વધીને 1,35,944 થઈ ગઈ છે.

Maharashtraમાં ફરી એકવાર છવાયા ચિંતાના વાદળો,  થાણેમાં કોરોનાના 241 નવા કેસ નોંધાયા, ચાર લોકોના મોત
થાણેમાં નોંધાયા કોરોનાના નવા કેસો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 6:09 PM

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોવિડ -19 ના 241 નવા કેસો આવવાથી, કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 5,59,351 થઈ ગઈ છે અને સંક્રમણને કારણે વધાર ચાર દર્દીઓના થયેલાં મોતને કારણે મૃત્યુઆંક વધીને 11,410 થઈ ગયો છે. આરોગ્ય અધિકારીએ કહ્યું કે ગુરુવારે કોરોના સંક્રમણના અને મૃત્યુના નવા કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે થાણેમાં કોવિડ -19 થી મૃત્યુ દર 2.03 ટકા છે. તે જ સમયે, પડોશી પાલઘર જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા વધીને 1,35,944 થઈ ગઈ છે.

આ સાથે, દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર ધીમો પડી ગયા પછી, મોટાભાગના રાજ્યોમાં જરૂરી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી રહી છે. તેમજ અનલોકની જાહેરાત થઈ રહી છે.  દેશના નિષ્ણાંતો દ્વારા કોરોનાની ત્રીજી લહેરની સતત આગાહી કરવામાં આવી રહી છે. સરકાર પણ આ ચેતવણીને ગંભીરતાથી લઈ રહી છે. ત્રીજી લહેરને રોકવાનું એકમાત્ર હથીયાર હોય તો તે છે  વેક્સીનેશન. આ કારણથી સરકાર વેક્સીનેશન અભીયાનને ઝડપી બનાવવા પર સતત ભાર મુકી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ અહેવાલ લખાય રહ્યો છે ત્યા સુધીમાં ભારતમાં આજે કોરોનાના 26,727 કેસો નોંધાયા છે. અને આજના દીવસમાં કોરોનાને કારણે 277 મૃત્યુ નોંધાયા છે. તે જ સમયે, સંભવિત કોરોનાની ત્રીજી લહેર અને આગામી તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને, બીએમસીએ નવરાત્રી માટે માર્ગદર્શિકા જારી કરી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

જાહેર સ્થળોએ પ્રતિમાની ઉંચાઈ 4 ફૂટ હશે

નવરાત્રિ ઉજવણી માટે ગુરુવારે બીએમસી દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, મૂર્તિની ઉંચાઈ જાહેર મંડપ માટે 4 ફૂટ અને ઘરની મૂર્તિઓ માટે 2 ફૂટ સુધી મર્યાદિત કરવામાં આવી છે. કોર્પોરેશને પંડાલ માટે સેનિટાઇઝેશનને પણ ફરજિયાત બનાવ્યું છે તેમજ ફૂલો અને મીઠાઇની મંજૂરી આપવામાં આવી નથી. અધિકારીઓએ કહ્યું કે તેઓ લોકોને ઓનલાઇન દર્શન કરવા માટે પ્રોત્સાહિત કરશે. આ સાથે એક સમયે વધુમાં વધુ પાંચ લોકો પંડાલમાં જઈને દર્શન કરી શકે છે.

ગરબા પર પ્રતિબંધ રહેશે

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષલ કાલેએ જણાવ્યું હતું કે, ગણપતિ સમયે ધાર્મિક સ્થળો ખુલ્લા ન હતા, તેથી અમે દર્શનની મંજૂરી આપી ન હતી. જો કે હવે દર્શનની મંજુરી છે ત્યારે સોશીયલ ડીસ્ટન્સ અને કોવીડની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવું જોઈએ. જો કે, અમે ગરબા પર પ્રતિબંધ મૂકી રહ્યા છીએ કારણ કે તે લોકોને એકબીજાને સંપર્કમાં લાવે છે.

તેમણે કહ્યું કે કૃત્રિમ વિસર્જન સ્થળ પણ નહીં હોય અને તમામ મૂર્તિઓ માત્ર કુદરતી વિસર્જન સ્થળોએ જ વિસર્જિત કરવામાં આવશે. જોકે, મહાનગરપાલિકાના કર્મચારીઓએ મૂર્તિઓનું વિસર્જન કરવા માટે સ્થળ પર જ રહેવું પડશે.

નવરાત્રી માટે આ રહી માર્ગદર્શિકા 

  • કોઈ ગરબાની મંજૂરી આપવામાં આવશે નહીં અને શણગાર ખૂબ ભડકીલો ન હોવો જોઈએ.
  • મંડળે રક્તદાન શિબિરોનું આયોજન કરવું જોઈએ અથવા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો વિશે જનજાગૃતિ ફેલાવવી જોઈએ.
  • પુજા અર્ચના કરતી વખતે, મંડળની આસપાસ કોઈપણ પ્રકારની ભીડ ભેગી ન થવી જોઈએ.
  • પ્રસાદ અને ફૂલોનું વિતરણ કરવાની મંજૂરી નથી. આસપાસ સ્ટોલ લગાવવા પર પણ પ્રતિબંધ રહેશે.
  • બીએમસીએ મૂર્તિઓના દર્શન માટે ઓનલાઈન સુવિધા પૂરી પાડવા કહ્યું છે, કારણ કે પાંચથી વધુ લોકોને પંડાલની અંદર જવા દેવામાં આવશે નહીં.
  • પંડાલના મુખ્ય વિસ્તારને દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વખત સેનિટાઇઝ કરવું પડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">