International Yoga Day 2025 : 21 જૂનના દિવસે જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કેમ ઉજવવામાં આવે છે? તેનું મહત્વ પણ જાણો
દુનિયાભરમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે 11મો યોગ દિવસ મનાવવામાં આવશે. પરંતુ આ માટે 21 જૂનનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવે છે? તેના વિશે વિસ્તારથી વાત કરીએ.

યોગનો અર્થ થાય છે એક થવું અથવા જોડાવું. તે માત્ર શારીરિક કસરત જ નથી, પરંતુ તે માનસિક, આધ્યાત્મિક અને ભાવનાત્મક સંતુલન પણ જાળવી રાખે છે. યોગનો ઉદ્ભવ ભારતમાં થયો હતો, જેને આજે સમગ્ર વિશ્વ અપનાવી રહ્યું છે. આ મહાન વારસાને વૈશ્વિક સ્તરે માન્યતા મળે તે હેતુથી, દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું સૂચન કર્યું હતું. તેમની પહેલને 177 દેશોનું સમર્થન મળ્યું હતુ. 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રે દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રુપમાં મનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 21 જૂન 2015માં પહેલી વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો પરંતુ આ માટે 21 જૂનની તારીખ કેમ પસંદ કરવામાં આવી ચાલો તેના વિશે વિસ્તારથી વાત કરીએ.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવવા પાછળનું કારણ છે કે, 21 જૂનનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. જેમાં ગ્રીષ્મ સંક્રાતિ પણ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્યની રોશની લાંબા સમય સુધી ધરતી પર રહે છે. યોગ પરંપરા મુજબ માનવામાં આવે છે કે, ભગવાન શિવ જેમને આદિયોગી પણ કહેવામાં આવે છે. તેમણે આજ દિવસે પોતાના શિષ્યોને યોગનું જ્ઞાન આપવાની શરુઆત કરી હતી.
યોગ દિવસનો ઉદ્દેશ્ય
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય લોકોને યોગના ફાયદા પ્રતિ જાગ્રરુત કરવાનો છે. આજની ભાગદોડ ભરી લાઈફ સ્ટાઈલમાં લોકો શારીરિક અને માનસિક તણાવ સાથે ઝઝુમી રહ્યા છે. ત્યારે યોગ કરવું તેના માટે ફાયદાકારક બની શકે છે.જેનાથી અનેક બીમારીઓથી પણ બચી શકાય છે. શરીરને એક્ટિવ રાખવાની સાથે સ્ટ્રેસને ઓછો કરવામાં પણ મદદ મળે છે. ભારતમાં મોટાપાયે યોગ દિવસ મનાવવામાં આવે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લે છે.
2025ના યોગ દિવસની થીમ શું છે?
દર વર્ષે યોગ દિવસ એક થીમ સાથે મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ યોગ ફોર વન અર્થ, વન હેલ્થ રાખવામાં આવી છે. તો ચાલો જાણીએ 2015થી 2024 સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું હતી?
2015: યોગ ફોર હાર્ની એન્ડ પીસ
2016: કનેક્ટ ધ યૂથ
2017: યોગ ફોર હેલ્થ
2018: યોગ ફૉર પીસ
2019: યોગ ફોર હાર્ટ
2020: યોગ એટ હોમ,યોગ વિથ ફેમિલી
2021: યોગ ફોર વેલનેસ
2022: યોગ ફોર હ્યુમેનિટી
2023: યોગ ફોર વસુધૈવ કુટુંબકમ
2024: યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.
