ગુજરાતીઓ અને અમદાવાદીઓ પાણીપુરી ઉપર કેમ ઓળઘોળ છે ? પાણીપુરીની કેટલીક ચટાકેદાર વાતો જાણો છો ?

ચાર રસ્તે કે ખૂણામાં ભરાઈને ઉભેલા ભૈયાજીને સીઆઈડી વાળા ન શોધી શકે પણ આપણા ગુજરાતીઓ શોધી કાઢે. ઘણીવાર તો દૂરથી જોતાં એવું લાગે કે ધ ગ્રેટ ખલી રીંગમાં બીજા રેસલરો વચ્ચે ઘેરાયો છે..ભૈયાજીને હિન્દી-ગુજરાતીમાં મિક્સ ભજીયા જેવી 10-12 સુચનાઓ કેવી-કેવી મળે?

ગુજરાતીઓ અને અમદાવાદીઓ પાણીપુરી ઉપર કેમ ઓળઘોળ છે ? પાણીપુરીની કેટલીક ચટાકેદાર વાતો જાણો છો ?
picture courtesy : Rajoo megha
Follow Us:
Raajoo Megha
| Edited By: | Updated on: Aug 16, 2021 | 5:40 PM

આપણે ત્યાં ટ્રાફિકના નિયમો અને સિગ્નલોનો ભંગ કરીને લોકો ભાગી જાય છે એમને રોકવામાં ઘણીવાર સિગ્નલ અને પોલીસ પણ નિષ્ફળ જાય છે. એવા લોકોને પકડવા આપણી પાસે એક આઈડીયા છે. આ આઈડીયા પાછો ગુજરાતમાં જ ચાલે એવો છે. ચાર રસ્તા પર એક-એક પાણીપુરી વાળા ભૈયાજીને ઉભા કરી દો. સિગ્નલ બિગ્નલ કોઈ જુએ ન જુએ પાણીપુરી જોઈને ચોક્કસ ઉભા રહી જશે. આ તો એક આઈડીયા છે. પોલીસ માને કે ન માને એ એમનો વિષય છે. આ તો શું છે કે પછી એમ ન કહે કે તમારી પાસે આઈડીયા હતો તો અમને આપ્યો કે નહીં ?

એની વે, મૂળ મૂદ્દા પર આવો એટલે કે પાણીપુરી ખાવામાં ગુજરાતીઓને કોઈ ન પહોંચે. ચાર રસ્તે કે ખૂણામાં ભરાઈને ઉભેલા ભૈયાજીને સીઆઈડી વાળા ન શોધી શકે પણ આપણા ગુજરાતીઓ શોધી કાઢે. ઘણીવાર તો દૂરથી જોતાં એવું લાગે કે ધ ગ્રેટ ખલી રીંગમાં ઘેરાયો છે.

ગુજરાતીઓ પાણીપુરી પર આટલા ફીદા કેમ છે એની કોઈ ઐતિહાસિક વિગતો તો ન હોય પણ એનો ચટાકેદાર સ્વાદ ઉપરથી સસ્તી, સુંદર અને ટકાઉ મજબૂત જેવી એની કિંમત, ફૂદીનો હાજમા માટે પણ સારો અને પેટ પણ ફૂલ થઈ જાય. એમ સર્વગુણ સંપન્ન સ્ત્રીની જેમ બધા જ ગુણો હોય તો કોને પસંદ ના પડે પાણીપુરી, બોલો.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
Why are Gujaratis and Ahmedabadis confused about Panipuri? Do you know some jokes about Panipuri?

P.C- Rajoo megha

ભૈયાજીને ફાયર રાઉન્ડની જેમ હિન્દી મિશ્રિત ગુજરાતીમાં મળતી સુચનાઓ કઈ ? ભૈયાજી, થોડી તીખી બનાના ઔર બડીવાલી પુરી જ દેના કડક પુરી જ દેના, હવાઈ ગયેલી મત આપના પાણી વારંવાર મિક્સ કરકે દેના નહીં તો ફૂદીના ઉપર આ જાતા હૈ ઔર સુનો, સુનો ભૈયાજી ધીમે ધીમે કરકે દેના, ફાસ્ટ દે તે હો તો પાણી પુરી મોં મે અટક જાતી હૈ

આટલી બધી સુચનાઓ સાંભળીને આપણે બેભાન થઈ જઈએ ક્યાં તો લેપટોપ લઈને એક માણસ આ બધી નોંધ રાખવા અલગથી રાખવો પડે પણ ગભરાય એ બીજા પંડીત નહીં. એ તો આંગળા બોળીને ધમધમાવીને બધી સુચનાઓ સાંભળીને તમને પુરી ખવડાવતો રહે.

પાણીપુરી વિશે થોડી જાણી અજાણી વાત બોલીવુડની ફીલ્મો અને પડોશી ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત એવા નેપાળમાં પણ પાણીપૂરી પ્રચલિત થઈ છે. ગુજરાતમાં પાણીપૂરીને ક્યારેક પૂરીપકોડી કે પકોડીપૂરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ૨૦૦૮ની બોલીવુડ ફીલ્મ રબ ને બના દી જોડીમાં હીરો-હીરોઈન વચ્ચે પાણીપૂરી ખાવાની શરત લાગે છે. તો ગોલગપ્પા નામનું એક બાળ માસિક ૧૯૭૦થી દીલ્હીથી પ્રસિદ્ધ થાય છે. અચ્છા, હાઈજીનીક પાણીપુરી ક્યાં મળે, કેવી મળે ? એની પણ કરીશું વાત. અહીં નજર નાખતા રહેજો.

આ પણ વાંચો : Ice Cream Bhajiya Recipe: આઈસ્ક્રીમના ભજીયા અને ખમણનો આઈસ્ક્રીમ? બનાવવો કે ખાવો છે? તો આ ખાસ વાંચી લેજો

આ પણ વાંચો : Chilli Ice Cream: મરચાંનો આઈસક્રીમ ને આઈસક્રીમના ભજીયા? કવિ કહેવા શું માગે છે ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">