AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Cream Bhajiya Recipe: આઈસ્ક્રીમના ભજીયા અને ખમણનો આઈસ્ક્રીમ? બનાવવો કે ખાવો છે? તો આ ખાસ વાંચી લેજો

લોકો પણ કેવું કેવું શોધી લાવે છે, હેં? જ્હોની લીવર અને અમરીષ પુરી જેવું કોમ્બિનેશન?! હા પણ ફટાફટ વાંચી લે જો નહીં તો પીગળી જશે!

Ice Cream Bhajiya Recipe: આઈસ્ક્રીમના ભજીયા અને ખમણનો આઈસ્ક્રીમ? બનાવવો કે ખાવો છે? તો આ ખાસ વાંચી લેજો
Ice Cream Bhajiya and Khaman's Ice Cream? Want to make or eat? So read this special
Raajoo Megha
| Edited By: | Updated on: Aug 06, 2021 | 10:52 AM
Share

Ice Cream Bhajiya Recipe: ક્યાં ગરમા ગરમ ભજીયા ને ક્યાં ઠંડો ઠંડો આઈસ્ક્રીમ? હેં? બાપા, બહુ કરી તમે તો યાર. એક્ચ્યુઅલી આમાં ન તો ભજીયું, ભજીયું રહે છે ના તો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ. ખેર મેં તો એ ખાધો છે એટલે મારો અનુભવ એવો રહ્યો છે કે ગરમ ભજીયું મોં માં મુકો અને એનો સ્વાદ માણવા જાવ ત્યાં તો ગોખલામાં લખોટી ગોળ ગોળ ફરે એમ હિમક્રીમ મોં માં ફરવા માંડશે. મોંનું અને મગજનું આખું પ્રોગ્રામિંગ ખોરવાઈ જશે. મગજ અને જીભ બેઉમાંથી અવાજ આવવા મંડશે કે, ઓ ભઈ, તું નક્કી કરી લે શું ખાવા માગે છે, આમ ઈન્કમટેક્સ અને GST ની ભેગી રેડ પાડી હોય એમ ગભરાવી ના નાખ. આ તો મારી વાત છે, તમારો અનુભવ અલગ હોય શકે.

આઈસ્ક્રીમ ભજીયા બને કેવી રીતે? સામગ્રી : વેનીલા આઈસ્ક્રીમ- 6 સ્કુપ, કોર્ન ફ્લોર 1/4 કપ, મેંદો-1/2 કપ, બ્રેડ ક્રમ્સ, 1 કપ, તળવા માટે તેલ. રીત : સૌથી પહેલાં તો આઈસ્ક્રીમના ગોળ સ્કુપ બનાવી એને પ્લાસ્ટિકમાં વીંટાળી ડીપ ફ્રીજરમાં 5 કલાક માટે મૂકી દો. 5 કલાક પછી, બ્રેડની સ્લાઈસ ચારેકોરથી કાપી એની ઉપર પાણી લગાવી દો. પેલો જમાવેલો આઈસ્ક્રીમ સ્ફૂપ બે બ્રેડની વચ્ચે મૂકી દો અને બ્રેડને એની ઉપર દબાવીને એની પર કવર કરી દો. ફરી પ્લાસ્ટિકમાં પેક કરી ફ્રિજમાં 5 કલાક મૂકી દો. ફરી 5 કલાક પછી, 1/2 કપ મેંદામાં 1/4 કપ કોર્ન ફ્લોર નાખી એમાં પાણી નાખી થોડું જાડું ખીરા જેવું બનાવો. સાથે બ્રેડ ક્રમ્સ તૈયાર રાખો. તેલ પણ ગરમ કરવા મૂકી દો. હવે થીજવેલા આઈસ્ક્રીમ સ્ફૂપનું આ સ્લરીમાં ડુબાડી કોટીંગ કરી લો. બ્રેડ ક્રમ્સના ચુરાથી કોટિંગ કરો. આ આઈસ્ક્રીમ સ્કુપને ઝારી પર મુકીને ગરમ તેલમાં મૂકો અને 30 જ સેકન્ડમાં તરત જ કાઢી લો. એને ઉપરથી મધ નાખી સર્વ કરો.

ખમણનો આઈસ્ક્રીમ બનાવાય? કેમ નહીં?

સામગ્રી : લીટર દુધ, 200 ગ્રામ મિલ્કમેડ, 3 ટેબલસ્પુન મિલ્ક પાવડર, 2 ટે.સ્પુન કોર્નફ્લોર, 1/4 કપ નટ્સ લઈ લો. હવે ઠંડા દુધમાં કોર્નફ્લોર, માવા અને મિલ્ક પાવડર નાખી મિક્સ કરો.હવે એને ગરમ કરવા મુકી એમાં મિલ્ક મેડ ઉમેરો. એને હાફ બોઇલ થવા દો. હવે એમાં નટ્સ ઉમેરીને 5 મિનિટ ઉકાળો અને પછી ઉતારી લો.આ મિશ્રણ ઠંડુ થાય ત્યારે ખમણના ક્રમ્સ સાથે ઝીણી સમારેલી કોથમીરને કુલ્ફીના મોલ્ડ કે આઈસ્ક્રીમ ટીનમાં ભરી ફ્રીઝરમાં 5 કલાક રાખો. બસ તમારો ખમણનો આઈસ્ક્રીમ તૈયાર છે!

g clip-path="url(#clip0_868_265)">