શું છે ઊંઘનું વિજ્ઞાન ? કેટલાક 4 કલાકમાં ફ્રેશ થાય છે, તો કેટલાકને 8 કલાકની ઊંઘ પણ ઓછી પડે છે
સારી ઊંઘ દરેક માટે જરૂરી છે, પરંતુ સારી ઊંઘ એટલે શું? શું 8 કલાકની ઊંઘ જરૂરી છે કે 4 કલાકની ઊંઘ પણ પૂરતી છે? ડીપ અને લાઇટ સ્લીપર્સ શું છે, સ્લીપ સંબંધિત અલગ-અલગ દાવાઓ શું છે. ચાલો આ બધી વિગતો જાણીએ. આ માટે નિષ્ણાતોએ તેમના અભિપ્રાય શેર કર્યા છે.

શરીરને સ્વસ્થ રાખવા માટે પુરતી ઊંઘ ખુબ જરૂરી છે, બગડતી લાઇફસ્ટાઇ અને તણાવ જેવી સ્થિતીને કારણે આજકાલ મોટાભાગના લોકોમાં ઊંઘની કમીની સમસ્યા થવા લાગી છે. અપુરતી ઊંઘને કારણે સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદયરોગ અને ખરાબ માનસિક સ્વાસ્થ્યનો શિકાર બને છે. સોશિયલ મીડિયાના જમાનામાં ઊંઘનો અભાવ એક રોગ બની રહ્યો છે. આ માટે લોકો દવાઓ લે છે અને સારવાર પણ વર્ષો સુધી ચાલે છે. પરંતુ સારી ઊંઘ શું છે, કેટલા કલાક હોવી જોઈએ, તમે કેવી રીતે સારી ઊંઘ મેળવી શકો છો. આવા અનેક સવાલો છે જેના જવાબની જરૂર છે.
અમેરિકન એકેડેમી ઓફ સ્લીપ મેડિસિન અનુસાર, વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 8 કલાક સૂવું જોઈએ. ઘણા લોકો કલાકો સુધી ઊંઘ છતા તેમની ઊંઘ પુરી થતી નથી, તો ઘણા લોકો માત્ર 4 કલાકની ઊંઘ લે છે છતા તેમની ઊંઘ પુરી થઇ જાય છે. જે લોકો 7 થી 8 કલાક ઊંઘે છે તેઓ સરળતાથી માની શકતા નથી કે ઊંઘ 4 કલાકમાં પણ પૂરી થઈ શકે છે. પરંતુ શું ખરેખર એવું છે? કેટલા કલાકની ઊંઘ હોવી જોઈએ? જેથી શરીર ફિટ રહે.આવો નિષ્ણાતો પાસેથી જણીએ.
ઊંઘની ગુણવત્તા મહત્વપૂર્ણ છે
દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં કોમ્યુનિટી મેડિસિન વિભાગના એચઓડી પ્રોફેસર ડૉ. જુગલ કિશોરે આ વિશે જણાવ્યું છે. ડૉ. કિશોર કહે છે કે ઊંઘના કલાકો નહીં પણ ઊંઘની ગુણવત્તા મહત્ત્વની છે. ઘણા સંશોધનો કહે છે કે સાતથી આઠ કલાકની ઊંઘ શ્રેષ્ઠ છે, પરંતુ તે ખરેખર વ્યક્તિ પર નિર્ભર કરે છે. કેટલાક લોકો રાત્રે 8 કે તેથી ઓછા કલાક ઊંઘે છે અને સંપૂર્ણપણે તાજગી અનુભવે છે, કેટલાર લોકોને 10 કલાકની ઊંઘ પણ ઓછી પડે છે. કેટલાક લોકો 4 કલાકમાં પણ તેમની ઊંઘ પૂરી કરી શકે છે.
ગાઢ નિદ્રા પર આધાર રાખે છે વ્યક્તિ માટે કેટલી ઊંઘ પરયાપ્ત છે, કેટલાક લોકો 4 કલાક ગાઢ ઊંઘ લઇ પોતાને ફ્રેશ અનુભવે છે. તેને ડીપ સ્લીપર કહેવામાં આવે છે. આવા લોકોને ઓછી ઊંઘ લીધા પછી પણ સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી, જ્યારે હળવી ઊંઘ લેનારા લોકોને 7 થી 8 કલાકની ઊંઘ પછી પણ અધૂરી ઊંઘનો અનુભવ થઈ શકે છે. આને લાઇટ સ્લીપર્સ કહેવામાં આવે છે.
ઊંઘને સમજવા માટે તમારે ઊંઘના સાઇકલ વિશે જાણવું જરૂરી છે.
ઊંઘ સાઇકલ શું છે?
સ્લીપ સાયકલ એટલે ઊંઘનું સંપૂર્ણ ચક્ર. આમાં સૂવાથી લઈને જાગવા સુધીના ઘણા તબક્કા હોય છે. તેની શરૂઆત હળવી ઊંઘથી થાય છે. આ તબક્કો ત્યારે શરૂ થાય છે જ્યારે તમે પથારીમાં સૂતા પછી ઊંઘનો અનુભવ થાય આંખ ઘેરાવા લાગે. આને, ઊંઘ કાચી કહેવાય જેમાં પાંપણની ગતિ થતી નથી. આ તબક્કામાં મગજ શાંત થવાની કોશિશ કરે છે.
આ તબક્કાના કલાકો વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે, આ તબક્કાના 2 કલાક પછી શરીર આગલા તબક્કામાં જવાની તૈયારી કરવાનું શરૂ કરે છે. આ સમય દરમિયાન, આંખની ગતિ ધીમી થવા લાગે છે અને હૃદયના ધબકારા પણ સામાન્ય થવા લાગે છે. બીજો તબક્કો અહીંથી શરૂ થાય છે.
બીજો તબક્કો
બીજો તબક્કો ગાઢ ઊંઘ છે. આમાં મગજ શાંત રહે છે અને ગાઢ ઊંઘ આવે છે. જે વ્યક્તિ લાંબા સમય સુધી ગાઢ નિંદ્રામાં રહે છે તેને ઓછા કલાકો સુવા છતાં પણ સંપૂર્ણ ઊંઘ આવે છે. આ અવસ્થામાં ઊંઘમાં કોઈપણ પ્રકારની દખલ નથી. આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના સપના આવતા નથી.
છેલ્લો તબક્કો
છેલ્લા તબક્કાને REM SLEEP કહેવામાં આવે છે. આ તબક્કામાં ઊંઘનો તબક્કો પૂર્ણ થાય છે. આમાં વ્યક્તિ સપના જુએ છે.
દરેક તબક્કા માટે અલગ અલગ સમય
ડૉ. કિશોર કહે છે કે આ ત્રણ તબક્કા માટે લેવામાં આવતો સમય, ગાઢ ઊંઘ, હળવી ઊંઘ અને REM, વ્યક્તિએ વ્યક્તિએ અલગ-અલગ હોઈ શકે છે. જે લોકો લાંબા સમય સુધી હળવી ઊંઘમાં રહે છે, તેઓ 7 થી 8 કલાકની ઊંઘ પછી પણ આળસ અનુભવે છે, જ્યારે જે લોકો લાંબા સમય સુધી ગાઢ નિંદ્રામાં રહે છે, તેમની ઊંઘ 4 કલાકની ઊંઘ પછી જ પૂર્ણ થઈ શકે છે. જે લોકો આરઈએમ સ્ટેજ એટલે કે ત્રીજા સ્ટેજમાં લાંબા સમય સુધી રહે છે તેઓને ક્યારેક એવું લાગે છે કે 8 કલાકની ઊંઘ લીધા પછી પણ તેમને પૂરતી ઊંઘ નથી મળી રહી.
સ્લીપ સાયકલને સમજો
ઊંઘને સમજવા માટે તમારા ઊંઘના ચક્ર વિશે જાણવું જરૂરી છે. જો 10 થી 11 વાગ્યાની વચ્ચે ઊંઘ્યા પછી તમારી આંખ 6 વાગ્યે ખુલે છે તો તેનો અર્થ એ છે કે તમારી ઊંઘ પૂરી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તમારે ફરીથી ઊંઘવું જોઈએ નહીં. આમ કરવાથી, શરીર ફરીથી ઊંઘના બીજા ચક્રમાં જવાનું શરૂ કરે છે અને આ સમય દરમિયાન, જો તમે 8 કે 9 વાગ્યાની વચ્ચે ફરીથી જાગી જાઓ છો, તો તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે. આ જ કારણ છે કે કેટલાક લોકો 8 થી 9 કલાક ઊંઘ્યા પછી પણ તાજગી અનુભવતા નથી.
શા માટે કેટલાક લોકો હળવા સ્લીપર હોય છે?
દિલ્હીના વરિષ્ઠ ચિકિત્સક ડૉ. અજય કુમારે આ વિશે જણાવ્યું છે. ડૉ. કુમાર સમજાવે છે કે ઓછી ઊંઘ અથવા હળવી ઊંઘમાં હોવાના કારણો આ હોઈ શકે છે.
ડિપ્રેશનની સમસ્યા
- ચિંતા
- વ્યસન
- અતિશય નસકોરા
- માનસિક તણાવ
- કોઈપણ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ
ગાઢ ઊંઘ માટે શું કરવું
- સમયસર સૂવાની આદત પાડો
- દરરોજ કસરત કરો
- આરામદાયક ગાદલાનો ઉપયોગ કરો
- રાત્રે દારૂ, ચા કે કોફી ન પીવો
- સૂતા પહેલા ઈલેક્ટ્રોનિક ઉપકરણોને બંધ કરી દો.
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
