‘Expiry Date’ અને ‘Best Before’ વચ્ચે મોટો તફાવત છે ! જાણો શું છે તફાવત
શું તમે પણ એક્સપાયરી ડેટ અને બેસ્ટ બિફોર ડેટને એક સરખી માનો છો? તો આ ભૂલ બધા જ લોકો કરતા હોય છે. આ બંન્ને વચ્ચે શું ફરક છે. તે સમજવો ખુબ જરુરી છે. તો ચાલો જાણીએ આ બંન્ને શબ્દમાં શું તફાવત છે અને જાણવો કેમ જરુરી છે.

આપણે જ્યારે પણ માર્કેટમાં માલ સામાન ખરીદવા જઈએ છીએ. ત્યારે જે વસ્તુઓની જરુર હોય છે. તે લઈ લેતા હોઈએ. પરંતુ તેની એક્સપાયરી ડેટ વિશે ધ્યાન આપતા નથી. આપણે માત્ર પ્રોડક્ટની બ્રાન્ડ અને કિંમત પર ધ્યાન આપીએ છીએ. પરંતુ પેકેટની પાછળ લખેલી એક નાનકડી તારીખને હંમેશા નજર અંદાજ કરી દઈએ છીએ. આ તારીખ ક્યારેક બેસ્ટ બિફોરની હોય છે તો ક્યારેક એક્સપાયરી ડેટની હોય છે.
લોકો એવું બંન્ને એક જ છે એવું માનીને ચાલે છે પરંતુ સચ્ચાઈ એ છે કે, બંન્ને તારીખ અલગ અલગ વસ્તુઓ જણાવે છે. એક જણાવે છે કે, સામાન્ય સ્વાદ કે ક્વોલિટી ક્યાં સુધી સારી રહેશે. તો બીજું જણાવે છે કે, આ તારીખ બાદ આનો ઉપયોગ સ્વાસ્થ માટે ખતરનાક બની શકે છે.જો તમે આ બે બાબતોને સમજ્યા વિના કોઈપણ પ્રોડક્ટ ઉપયોગ કરો છો, તો આ બેદરકારી તમને બીમાર કરી શકે છે. તો હવે સમજદાર બનવાનો સમય છે,પેક ખોલતા પહેલા તેની તારીખ જોઈ લો, નહીં તો તમારે પસ્તાવું પડી શકે છે.
એક્સપાયરી ડેટ
એક્સપાયરી ડેટ એટલે , તે છેલ્લી તારીખ જ્યાં સુધી આપ્રોડક્ટનો ઉપયોગ સુરક્ષિત માનવામાં આવે છે. ત્યારબાદ તેનું સેવન હેલ્થ માટે નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને દવાઓ અને ડેરી પ્રોડક્ટમાં આ ડેટ સામાન્ય હોય છે. જેમ કે , બ્રેડમાં ફંગસ લાગવું, દૂધમાં ખટાસ આવવી એ પણ સંકેત છે કે, આ વસ્તુ ખરાબ થઈ ચૂકી છે. એક્સપાયરી બાદ ઉપયોગ કરવાથી તમને ફુડ પોઈઝનિંગ પણ થઈ શકે છે.
બેસ્ટ બિફોર ડેટ
બેસ્ટ બિફોર ડેટ જણાવે છે કે, આ તારીખ સુધી પ્રોડક્ટનો ટેસ્ટ,ટેક્સચર સારું રહેશે. આ ડ્રાઈ ફુટ્સ, સ્નેક્સ, ચોકલેટ, કોસ્મિેટિક પ્રોડક્ટ વગેરેમાં સામાન્ય લખેલી હોય છે. આ તારીખ બાદ ખોરાક ખરાબ નહી થાય પરંતુ સ્વાદ કે થોડો રંગ બદલી શકે છે.
બેસ્ટ બિફોર ડેટ પછી શું કરવું?
જો તમે વિચારી રહ્યા છો કે, શું તમારે કોઈ ઉત્પાદનની બેસ્ટ બિફોર ડેટ પછી ફેંકી દેવું જોઈએ, તો જવાબ છે – જરૂરી નથી.જો પેકેટ યોગ્ય છે તેમજ ખરાબ દુર્ગંધ આવતી નથી. તો આનો ઉપયોગ કરી શકાય. જો પેકેટ ફુલેલું છે, દુર્ગંઘ આવી રહી હોય કે, રંગ અને સ્મેલ આવેતો પ્રોડ્કટને ફેંકી દો.ધ્યાનમાં રાખો, યોગ્ય સંગ્રહ (જેમ કે એરટાઈટ કન્ટેનર) સાથે પ્રોડક્ટ લાંબા સમય સુધી સારું રહે છે.જો કોઈ ઉત્પાદનની તારીખ વિશે સહેજ પણ શંકા હોય, તો સ્વાસ્થ્ય માટે ‘નો રિસ્ક પોલિસી’ અપનાવો. થોડી બેદરકારી તમને બીમાર કરી શકે છે. તેથી, તારીખ ચોક્કસપણે વાંચો, તેને સમજો અને યોગ્ય નિર્ણય લો.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
