AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kedarnath Helicopter Services 2023 : કેદારનાથ ધામ માટે 1 એપ્રિલથી હેલિકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ થશે, જાણો કેવી રીતે કરશો ટિકિટ બુક

ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 6 લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. રજીસ્ટ્રેશનની આ પ્રક્રિયા ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. કેદારનાથ યાત્રા માટે સૌથી વધુ 5.97 લાખ રજીસ્ટ્રેશન થયા છે.

Kedarnath Helicopter Services 2023 : કેદારનાથ ધામ માટે 1 એપ્રિલથી હેલિકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ થશે, જાણો કેવી રીતે કરશો ટિકિટ બુક
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 1:26 PM
Share

જો તમે આ વખતે કેદારનાથ ધામની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. હવે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવાનું ઓનલાઈન બુકિંગ હવે IRCTC દ્વારા કરવામાં આવશે. આ માટે ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન વગર કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બુકિંગ નહીં થાય. જે ભક્તોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ જ કેદારનાથ માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુક કરી શકશે.

હેલિકોપ્ટરનું બુકિંગ 1લી એપ્રિલથી શરૂ થશે

હેલિકોપ્ટરનું બુકિંગ 1 એપ્રિલ 2023થી શરૂ થશે. પ્રવાસ માટે રજીસ્ટ્રશન ચાલુ છે. રજીસ્ટ્રેશન વગર ટિકિટ ઉપલબ્ધ થશે નહીં. આ યાત્રા 25 એપ્રિલથી શરૂ થશે. 200 ટિકિટનો ઈમરજન્સી ક્વોટા હશે, પરંતુ તેના માટે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. એક ID પરથી એક સમયે વધુમાં વધુ 6 ટિકિટ બુક કરી શકાય છે. ગ્રુપ ટ્રાવેલ માટે એક ID પર વધુમાં વધુ 12 ટિકિટ બુક કરી શકાય છે. શ્રદ્ધાળુઓ માટે હેલીપેડની વ્યવસ્થા પણ એરપોર્ટ જેવી જ હશે. જેમાં હેલિપેડ પર એન્ટ્રી કરતા પહેલા ટિકિટનો QR કોડ સ્કેન કરવામાં આવશે અને ત્યારબાદ બોર્ડિંગ પાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : Good News : કેદારનાથ જનારા માટે સારા સમાચાર, IRCTCની વેબ સાઈટ પરથી હેલિકોપ્ટરનું બુકિંગ કરી શકશો

ચાર ધામ યાત્રા માટે 6 લાખ રજીસ્ટ્રેશન

ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 6 લાખ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. નોંધણી પ્રક્રિયા 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે સવારે 6.20 કલાકે દર્શન માટે ભક્તો માટે ખુલશે.

મેડિકલ ચેકઅપ કરાવવું ફરજિયાત છે

સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે રજીસ્ટ્રેશનની સાથે મુસાફરોએ મેડિકલ ચેકઅપ પણ કરાવવું પડશે. સરકારે લોકોને રજીસ્ટ્રેશન કરતી વખતે સાચો મોબાઈલ નંબર દાખલ કરવાની અપીલ કરી છે. ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, ચાર ધામોની મુલાકાત લેવા માટે દરેક મુલાકાતીઓની નોંધણી ફરજિયાત છે. જો યાત્રીઓ પોતાના વાહનમાં જઈ રહ્યા હોય તો તેમણે પણ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. મુસાફરોએ greencard.uk.gov.in પર નોંધણી કરાવવી પડશે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
g clip-path="url(#clip0_868_265)">