AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Ticket Rules : એક પરિવારમાં પાંચ લોકોમાંથી માત્ર ત્રણની ટિકિટ કન્ફર્મ છે.. તો બાકીના કેવી રીતે મુસાફરી કરી શકશે?

ટ્રેન ટિકિટ બુકિંગમાં જ્યારે એક જ PNR પર અમુક ટિકિટ કન્ફર્મ અને અમુક વેઈટિંગ લિસ્ટમાં હોય ત્યારે મુસાફરીના નિયમો બદલાયા છે.

Railway Ticket Rules : એક પરિવારમાં પાંચ લોકોમાંથી માત્ર ત્રણની ટિકિટ કન્ફર્મ છે.. તો બાકીના કેવી રીતે મુસાફરી કરી શકશે?
| Updated on: Nov 23, 2025 | 10:30 PM
Share

ટ્રેન મુસાફરીનું સૌથી મોટો ફાયદા એ છે કે તમે એક જ સમયે તમારા પરિવાર કે મિત્રો માટે અનેક ટિકિટ બુક કરી શકો છો. ભારતમાં દરરોજ લાખો લોકો લગ્ન, પ્રવાસ, કામ અથવા પરિવાર મુલાકાત માટે ટ્રેન દ્વારા મુસાફરી કરે છે, કારણ કે તે સૌથી સસ્તું અને વિશ્વસનીય સાધન છે. જોકે, ઘણીવાર એવું બને છે કે પાંચ લોકો માટે બુકિંગ કરવામાં આવે છતાં ફક્ત ત્રણની જ ટિકિટ કન્ફર્મ થાય છે. તો પ્રશ્ન એ છે કે બાકીના બે લોકો શું મુસાફરી કરી શકે?

રેલવે ટિકિટ બુકિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

જ્યારે તમે ચાર કે પાંચ લોકો માટે એક જ PNR પર ટિકિટ બુક કરો છો, ત્યારે એ PNRમાં તમામ મુસાફરોની માહિતી નામ, સીટ નંબર, કોચ, ટ્રેન નંબર અને તારીખનો સમાવેશ થાય છે. પહેલાંના નિયમો પ્રમાણે, જો PNR પર કેટલીક ટિકિટ કન્ફર્મ અને કેટલીક વેઇટિંગ લિસ્ટમાં હોય, તો બધા મુસાફરો ટ્રેનમાં ચઢી શકતા. વેઈટિંગ લિસ્ટની ટિકિટ કન્ફર્મ ન હોવા છતાં પણ મુસાફરી કરવાની મંજૂરી હતી. પરંતુ હવે નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે.

વેઈટિંગ લિસ્ટ ધરાવતા મુસાફરો માટે નવા નિયમો

  • રેલવેના નવા નિયમ મુજબ, ફક્ત કન્ફર્મ ટિકિટ ધરાવતા લોકો જ સ્લીપર અથવા એસી કોચમાં મુસાફરી કરી શકે છે.
  • જો ચાર્ટ તૈયાર થયા બાદ તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં જ રહે છે, તો તમે કોઈપણ રીતે કન્ફર્મ સીટ ધરાવતા કોચમાં ચડી શકતા નથી.
  • જો તમે કન્ફર્મ ટિકિટ વિના TTE પાસે પકડાઈ જાઓ, તો TTE તમને ટ્રેનમાંથી ઉતારી પણ શકે છે અથવા દંડ પણ થઈ શકે છે.

પાંચમાંથી ત્રણ ટિકિટ કન્ફર્મ થાય તો શું કરવું?

  • જો તમારી પાસે પાંચ લોકોની ટિકિટ છે અને ફક્ત ત્રણ જ કન્ફર્મ થાય છે, તો:
  • જો વેઇટિંગ ટિકિટ RACમાં કન્વર્ટ થાય, તો મુસાફરી કરી શકાય છે (RAC એટલે સીટ શેરિંગ વ્યવસ્થા).
  • જો ચાર્ટ તૈયાર થયા પછી પણ ટિકિટ વેઈટિંગ લિસ્ટમાં જ હોય, તો એ ટિકિટ વડે કોચમાં ચડી શકાય નહીં.
  • બાકીના મુસાફરો જનરલ ટિકિટ લઈ મુસાફરી કરી શકે છે.
  • તમે UTS એપથી પણ જનરલ ટિકિટ બુક કરી શકો છો.
  • કોઈપણ વેઈટિંગ લિસ્ટ અથવા ટિકિટ વિના કોચમાં ચડવું નિયમ વિરુદ્ધ છે.

IRCTC અને વેઈટિંગ લિસ્ટ ઓટો-કેન્સલ નિયમ

જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરો છો અને તે કન્ફર્મ ન થાય, તો IRCTC તેને આપમેળે કેન્સલ કરી દે છે અને પૈસા રિફંડ કરે છે. જો ટ્રેનમાં કોઈ મુસાફર મુસાફરી રદ કરે છે અને સીટ ખાલી થાય છે, તો TTE વેઈટિંગ લિસ્ટ ધરાવતા મુસાફરને સીટ આપવામાં મદદ કરશે.

Ticket Booking : સૌથી પહેલા બુક થઈ જશે ટ્રેનની ટિકિટ, તમારા IRCTC એકાઉન્ટમાં કરો આ સેટિંગ

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">