નોર્થ ઈસ્ટના પહાડોની માણો મજા IRCTC લાવ્યું 15 દિવસનું પેકેજ, સાથે મળશે જબરદસ્ત ઑફર
IRCTC North East Tour Package:આ પેકેજ દિલ્હીથી શરૂ થશે. ઓનબોર્ડ ટ્રેન મિલ અને ઓફ બોર્ડ મિલની સુવિધા ઉપલબ્ધ રહેશે. પેકેજ સંબંધિત બાકીની મહત્વપૂર્ણ વિગતો નીચે મુજબ છે.
ભારતમાં પ્રવાસના અનેક સ્થળો છે અને આને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે IRCTC દેશના વિવિધ ભાગોમાં પર્યટન સ્થળોના પ્રવાસ કાર્યક્રમો શરૂ કરે છે. જો તમે ઉત્તર-પૂર્વની સુંદર પહાડીઓની મજા માણવા માંગો છો, તો IRCTC તમારા માટે એક શાનદાર અને સસ્તું પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજનું નામ નોર્થ ઈસ્ટ ડિસ્કવરી (North East Discovery Beyond Guwahati) રાખવામાં આવ્યું છે. આ પેકેજ દ્વારા તમને ઇટાનગર, શિવસાગર, જોરહાટ, કાઝીરંગા, ઉનાકોટી, અગરતલા, ઉદયપુર, દીમાપુર, કોહિમા, શિલોંગ અને ચેરાપુંજીની મુલાકાત લેવાની તક મળશે.
પ્રવાસ 14 રાત અને 15 દિવસનો
IRCTCએ પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ ટ્રેન ટૂર પેકેજની જાહેરાત કરી છે. આ સમગ્ર યાત્રા 14 રાત અને 15 દિવસની હશે. આ પેકેજ દિલ્હીથી શરૂ થશે. તમારે આ પેકેજમાં ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી. ઓનબોર્ડ ટ્રેન મિલ અને ઓફ બોર્ડ મિલની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત હોટલમાં રહેવાની સુવિધા પણ આપવામાં આવશે. આ યાત્રા ટુરિસ્ટ ટ્રેન દ્વારા કરવામાં આવશે. આ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો દિલ્હી, ગાઝિયાબાદ, અલીગઢ, ટુંડલા, ઈટાવા, કાનપુર, લખનૌ અને વારાણસી સ્ટેશનો પરથી ઉતરી શકશે. વધુ માહિતી માટે અહિ ક્લિક કરો
આ પણ વાંચો : Good News : તિરુપતિ બાલાજીના દર્શન કરવા માંગો છો ? IRCTC લાવ્યું ટૂર પેકેજ
Transverse through the Magical North East with IRCTC tour packages and see the most stunning side of mother nature.
Book your package now! https://t.co/5IVjINUWKr@AmritMahotsav @incredibleindia @tourismgoi #AzadiKiRail
— IRCTC Bharat Gaurav Tourist Train (@IR_BharatGaurav) February 28, 2023
ટૂર પેકેજ હાઇલાઇટ્સ
પેકેજનું નામ – નોર્થ ઈસ્ટ ડિસ્કવરી: બિયોન્ડ ગુવાહાટી (CDBG01)
આવરી લેવાયેલ સ્થળો- ઇટાનગર, શિવસાગર, જોરહાટ, કાઝીરંગા, ઉનાકોટી, અગરતલા, ઉદયપુર, દીમાપુર, કોહિમા, શિલોંગ અને ચેરાપુંજી
પ્રવાસ કેટલો સમય હશે – 14 રાત અને 15 દિવસ
પ્રસ્થાન તારીખ – માર્ચ 21, 2023
મુસાફરી મોડ – ટ્રેન
બોર્ડિંગ સ્ટેશન – દિલ્હી, ગાઝિયાબાદ, અલીગઢ, ટુંડલા, ઇટાવા, કાનપુર, લખનૌ અને વારાણસી
આ પણ વાંચો : Women’s Day 2023 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર IRCTC લાવ્યું ગોવા ટૂર પેકેજ, ઓછા પૈસામાં કરો મુસાફરી
ચાર્જ શું છે
IRCTCના આ નોર્થ ઈસ્ટ પેકેજ માટે પ્રવાસીઓએ 1,04,390 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. જો કે તે વિવિધ કેટેગરીમાં વધુ કે ઓછો ચાર્જ હોઈ શકે છે. સિંગલ વ્યક્તિ માટે ટુર પેકેજનો ચાર્જ 1,50,100 રુપિયા છે.