ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. કારણ એ છે કે, આપણા દેશમાં 15 હજારથી વધુ ટ્રેનો દોડે છે, જેમાં દેશની વસ્તીનો મોટો હિસ્સો દરરોજ મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન, રેલ્વે તેના કર્મચારીઓની નિમણૂક કરે છે, જેમને TTE અથવા TC કહેવામાં આવે છે, જે રેલ્વે પ્લેટફોર્મ પરથી ચાલતી ટ્રેનમાં મુસાફરો પાસેથી ટિકિટ વિશે પૂછપરછ કરે છે.સામાન્ય રીતે લોકો TTE અને TCને સમાન માને છે, જ્યારે વાસ્તવમાં એવું નથી.
જો કે બંને રેલ્વેના કોમર્શિયલ વિભાગમાંથી આવે છે, પરંતુ આ બંને લોકોનું કામ અલગ છે. આજે અમે તમને TTE અને TC વચ્ચેના તફાવત અને તેમના અધિકારો વિશે માહિતી આપવાના છીએ.
TTE ની નિમણૂક રેલ્વે ના વાણિજ્ય વિભાગ હેઠળ કરવામાં આવે છે. તેમનું કાર્ય મુસાફરી દરમિયાન મુસાફરો પાસેથી ટિકિટોની પૂછપરછ અને તપાસ સાથે સંબંધિત છે. TT એટલે કે ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનરની નિમણૂક દેશમાં ચાલતી મેલ એક્સપ્રેસ ટ્રેનો થી લઈ પ્રીમિયમમાં કરવામાં આવે છે.
આ પણ વાંચો :IRCTC Tour Package રામ નવમી પર ‘ભારત નેપાળ આસ્થા યાત્રા’ , મુસાફરોને મળશે આ સુવિધાઓ
તેમનું કામ એ પણ છે કે, ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પાસેથી તેમની ટિકિટ તપાસવી, ઓળખ કાર્ડ સાથે મેચ કરવી અને ટિકિટ વિના મુસાફરી કરતા લોકો પાસેથી દંડ વસૂલવો. તેમની પાસે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની લિસ્ટ હોય છે, જેથી તેઓ મુસાફરી કરતા લોકો સાથે મેચ કરે છે. જો કોઈ ટિકિટ કન્ફર્મ રિઝર્વેશન હોવા છતાં મુસાફરી ન કરી રહ્યું હોય, તો તેમને તે ખાલી સીટ RAC અથવા વેઇટિંગ લિસ્ટ પેસેન્જરને ફાળવવાનો અધિકાર છે.
આ સાથે તેમને એ પણ અધિકાર છે કે જો કોઈ સીટ ખાલી પડી રહી હોય અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કોઈપણ મુસાફરને તેની જરૂર હોય તો તેઓ નિશ્ચિત ફી વસૂલ કરીને તે સીટ ફાળવી શકે છે. મુસાફરી દરમિયાન, જો તમે કોઈ મુશ્કેલીમાં હોવ અથવા તમને રેલ્વે સંબંધિત કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તે કિસ્સામાં તમે TTE પાસે રાખેલી ફરિયાદ બુકમાં તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તેમનું કામ ટ્રેનની અંદર જ હોય છે.
આ પણ વાંચો : IRCTC Tour Package: માત્ર 20 હજારમાં મહારાષ્ટ્રની મુસાફરી કરો, IRCTC લાવ્યું સસ્તું ટુર પેકેજ
ટીટીનું કામ પણ ટીટીઈ જેવું જ છે. તફાવત એ છે કે TTEને ટ્રેનની અંદર ટિકિટ ચેક કરવાનો અધિકાર છે. જેમાં ટીસી એટલે કે ટિકિટ કલેક્ટર પાસે પ્લેટફોર્મ પર ટિકિટ ચેક કરવાનો અધિકાર છે. રેલ્વે પ્લેટફોર્મની સાથે બહાર નીકળવાના અને પ્રવેશ દ્વાર પર પણ તેમની ડ્યુટી લગાવવામાં આવે છે, જેથી તેઓ ટ્રેનમાંથી આવતા મુસાફરોની ટિકિટ ચેક કરી શકે.
જો તમે સ્ટેશનના પ્લેટફોર્મ પર અથવા સ્ટેશન પરિસરના વિસ્તારમાં કોઈપણ માન્ય ટિકિટ વિના હાજર હોવ તો પણ તે તમારી પાસેથી ટિકિટની માંગ કરી શકે છે. ટીસીને અધિકાર છે કે જો તમે પ્લેટફોર્મ પર હાજર હોવ અને તમારી પાસે કોઈપણ પ્રકારની માન્ય ટિકિટ ન હોય, તો તે તમારા પર દંડ કરી શકે છે, દંડના કિસ્સામાં, નિર્ધારિત દંડ લીધા પછી, તેની રસીદ પણ આપવામાં આવે છે.