Breaking News : રેલવેની મુસાફરોને મોટી ચેતવણી, જો તમને કોઈ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તાત્કાલિક 139 પર જાણ કરો
ભારતીય રેલવે હાલની ઘટનાઓ બાદ હાઈ અલર્ટ પર છે. સુરક્ષા વધારવા માટે હવે એઆઈ, ડ્રોન અને સીસીટીવી જેવી આધુનિક ટેકનીકનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

દેશભરમાં રેલવે સુરક્ષાને વધુ મજબુત બનાવવા માટે ભારતીય રેલવે મોટું પગલું લીધું છે. હાલમાં રેલવે સાથે જોડાયેલી અનેક મોટી ઘટનાઓ સામે આવી હતી.રેલવે મંત્રાલયે યાત્રિકોને મુસાફરી દરમિયાન સતર્ક રહેવું તેમજ કોઈ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તરત જ હેલ્પલાઈન 139 પર જાણકારી આપવા કહ્યું છે.નવી દિલ્હીના રેલ ભવનમાં કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ સુરક્ષા સમીક્ષા બેઠક કરવામાં આવી છે. જેમાં રેલ રાજ્ય મંત્રી વી સોમન્ના અને રવનીત સિંહ બિટ્ટુ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં હાલની કેટલીક આગની અને અન્ય ઘટનાઓની સમીક્ષા કરવામાં આવી.
અનેક કેસમાં અસામાજિક તત્વોની ભૂમિકા
શુરઆતના તપાસમાં કેટલાક કેસમાં અસામાજિક તત્વોની ભૂમિકા સામે આવવાની વાત કરવામાં આવી છે. રેલેવ સુરક્ષા દળે આ મામલે તપાસ કરી રહ્યું છે. રેલવે કહ્યું કે, અનેક કેસમાં કર્મચારીની સતર્કતાથી મોટો અકસ્માત ટળ્યો છે.ભારતીય રેલ્વેએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ,મુસાફરોની સલામતી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રેલ્વે વહીવટીતંત્ર સતત આધુનિક ટેકનોલોજી અને સુરક્ષા પ્રણાલીઓમાં વધારો કરી રહ્યું છે, પરંતુ મુસાફરોની જાગૃતિ અને સહયોગ પણ એટલા જ મહત્વપૂર્ણ છે.
એઆઈ, ડ્રોન જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ
રેલ મંત્રાલયે જણાવ્યું કે, ટ્રેન, મુસાફરો અને રેલવે નેટવર્કની સુરક્ષા વધારવા માટે હવે એઆઈ ડ્રોન અને સીસીટીવી જેવી આધુનિક ટેકનીકનો મોટા પાયે ઉપયોગ કરી રહ્યું છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સની ગુપ્ત માહિતી એકત્રિત કરવાની સિસ્ટમને પણ મજબૂત બનાવવામાં આવી રહી છે.
રેલ્વેએ મુસાફરોને વિનંતી કરી
બેઠકમાં રેલ્વે નેટવર્કમાં સીસીટીવી કવરેજનો વિસ્તાર કરવા, એઆઈ-આધારિત સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરવા, સાયબર સુરક્ષાને મજબૂત બનાવવા અને રેલ્વે બોર્ડથી ક્ષેત્ર સ્તર સુધી સંકલન સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.રેલ્વે સુરક્ષા દળ અને સરકારી રેલ્વે પોલીસ વચ્ચે માહિતીની આપ-લે સુધારવા માટે વધુ ચર્ચા કરવામાં આવી હતી. રેલ્વેએ મુસાફરોને વિનંતી કરી છે કે, તેઓ તેમની મુસાફરી દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુઓ, વ્યક્તિઓ અથવા પ્રવૃત્તિઓને અવગણે અને તાત્કાલિક હેલ્પલાઇન નંબર 139 પર તેની જાણ કરે.
