બાળકોને ખરાબ આદતોથી દૂર રાખવા માટે તેમની સામે ભૂલથી પણ ન કરો આ વસ્તુ

કેટલીકવાર આપણે પોતે તેમની સામે કેટલીક એવી ભૂલો કરીએ છીએ, જેના કારણે તેમનામાં ખોટા સંસ્કાર ઘર કરી જાય છે. પાછળથી, જ્યારે બાળક તમારા જેવી જ હરકતનું પુનરાવર્તન કરે છે, ત્યારે તમને તે બિલકુલ ગમશે નહીં.

બાળકોને ખરાબ આદતોથી દૂર રાખવા માટે તેમની સામે ભૂલથી પણ ન કરો આ વસ્તુ
To keep children away from bad habits (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 9:40 AM

દરેક માતા-પિતા (Parents)ની ઈચ્છા હોય છે કે તેઓ પોતાના બાળકને દુનિયાની દરેક પ્રકારની બુરાઈ(Bad Habits)થી બચાવે અને તેને એક સારો વ્યક્તિ બનાવે. જો કે, કેટલીકવાર આપણે પોતે તેમની સામે કેટલીક એવી ભૂલો કરીએ છીએ, જેના કારણે તેમનામાં ખોટા સંસ્કાર ઘર કરી જાય છે. પાછળથી, જ્યારે બાળક તમારા જેવી જ હરકતનું પુનરાવર્તન કરે છે, ત્યારે તમને તે બિલકુલ ગમશે નહીં. જો તમે તમારા બાળકને વધુ સારી વ્યક્તિ બનાવવા માંગતા હોવ તો તેની સામે અમુક વસ્તુઓ કરવાનું ટાળો.

તેથી, એક માતા-પિતા તરીકે, આપણા બધાની ફરજ છે કે આપણા બાળકોની સામે કોઈ પણ વાત કરતા પહેલા અને કોઈપણ કાર્ય કરતા પહેલા, આપણે એક વાર વિચારવું જોઈએ કે તેની બાળકો પર કેવી અસર થશે. ચોક્કસ બાળકની પ્રથમ પાઠશાળા તેનું ઘર છે અને તે પોતાના ઘરમાં જે પણ જુએ છે અને સાંભળે છે તેનો ઉપયોગ તે બહારની દુનિયામાં કરે છે. તો આજે આ આર્ટીકલમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જે તમારે બાળકોની સામે કરવાનું ટાળવું જોઈએ.

જીવનસાથી સાથે ઝઘડો

એક દંપતી અથવા માતાપિતા તરીકે, તમે અને તમારા જીવનસાથીનો દ્રષ્ટિકોણ અલગ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારા જીવનસાથી સાથે દલીલ કરવી અથવા ઝઘડો કરવો તે તમારા માટે સામાન્ય છે. પરંતુ બાળકોની સામે ક્યારેય ઝઘડો ન કરો. આનાથી તેમના બાળમાનસ પર માત્ર નકારાત્મક અસર જ નથી થતી, પરંતુ તે તમારા બંનેનો આદર કરવાનું પણ બંધ કરી શકે છે. નહિ તો તે તમારા પરસ્પર ઝઘડાઓનો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કરવા લાગે છે. આટલું જ નહીં, જ્યારે બાળકોને ઘરમાં સુખદ વાતાવરણ નથી મળતું ત્યારે તેઓ બહારની દુનિયામાં સારા મિત્રો શોધે છે અને ક્યારેક ખોટી સંગતમાં પડી જાય છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

ખોટા શબ્દોનો ઉપયોગ

આ પણ એક એવી ભૂલ છે, જે માતા-પિતાએ પોતાના બાળકોની સામે ભૂલથી પણ ન કરવી જોઈએ. ક્યારેક એવું બને છે કે આપણે કોઈની મજાક ઉડાવીએ છીએ અને તેના માટે ખોટા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. આટલું જ નહીં, જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ છીએ ત્યારે આપણા મોઢામાંથી ગાળો પણ નીકળી જાય છે. તમે કદાચ આ બાબતો પર ધ્યાન ન આપો, પરંતુ બાળક તમારા વિશેની દરેક નાની-નાની બાબતો પર ધ્યાન આપે છે. પાછળથી, બાળક તે જ શબ્દો પોતે બોલવાનું શરૂ કરે છે, પછી ભલે તે તે શબ્દોનો અર્થ જાણતો હોય કે ન હોય. ચોક્કસ તમે તે ક્યારેય ઇચ્છશો નહીં.

ગેજેટ્સ પર વધુ સમય પસાર કરવો

આજના સમયમાં માતા-પિતા તેમના બાળકોના સ્ક્રીન ટાઈમને લઈને ખૂબ જ ચિંતિત જણાય છે. પણ એમને એમ કરવા માટે ક્યાંક ને ક્યાંકથી એમના માતા-પિતા પાસેથી પ્રોત્સાહન મળે છે. જો માતા-પિતા ફોન અથવા લેપટોપ પર વધુ સમય વિતાવે છે, તો તેમના બાળકો પણ તે જ કરે છે. તેથી, જ્યારે જરૂર ન હોય, ત્યારે તમારો ફોન અથવા ટેબ બાજુ પર રાખો અને પુસ્તકો વાંચવામાં વધુ સમય પસાર કરો. બાળકો સાથે બહાર રમો અને તેમની સાથે સારો સમય વિતાવો

ધૂમ્રપાન અથવા ડ્રિકિંગ

માતાપિતાએ તેમના બાળકની સામે ક્યારેય ધૂમ્રપાન અથવા ડ્રિકિંગ કરવું જોઈએ નહીં. જો તમને લાગતું હોય કે બાળકની સામે ધૂમ્રપાન કે ડ્રિંક કરવામાં કંઈ ખોટું નથી. પરંતુ વાસ્તવમાં તમે તમારા બાળકને ક્યાંકને ક્યાંક ખોટી આદતો તરફ ધકેલી રહ્યા છો. જ્યારે બાળકો તેમના માતા-પિતાને તેમના પોતાના ઘરમાં ધૂમ્રપાન અથવા ડ્રિંક કરતા જુએ છે, ત્યારે તેઓ તેના તરફ આકર્ષાય છે અને એકવાર તેને અજમાવવા માંગે છે. આ રીતે, તે ધીમે ધીમે ખરાબ ટેવોની જાળમાં ફસાઈ જાય છે.

આ પણ વાંચો: પાંચ વર્ષમાં ખુલશે દુનિયાની પહેલી સ્પેસ હોટેલ, સામાન્ય લોકો પણ અવકાશની સફરની માણી શકશે મજા

આ પણ વાંચો: Funny Video: યુવતીએ બાઈક સ્ટાર્ટ કરવાના ચક્કરમાં તોડી નાખી કિક, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">