AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોજ 1 કલાક સ્વિમિંગ કરવાથી કેટલી કેલરી બર્ન થાય છે ? વજન ઘટાડતા પહેલાં જાણી લો

ફિટ રહેવા અને વજન ઘટાડવા માટે સ્વિમિંગ આખા શરીરની એક શાનદાર એક્સરસાઇઝ છે. જીમમાં કલાકો સુધી પરસેવો પાડવાને બદલે ઘણા લોકો સ્વિમિંગ કરવાનું પસંદ કરે છે, કારણ કે આમાં સાંધા પર પ્રેશર આવ્યા વગર ઝડપથી વેટ લોસ થાય છે. એવામાં શું તમે જાણો છો કે, રોજ માત્ર 1 કલાક સ્વિમિંગ કરવાથી શરીરમાંથી કેટલી કેલરી ઓછી થાય છે?

રોજ 1 કલાક સ્વિમિંગ કરવાથી કેટલી કેલરી બર્ન થાય છે ? વજન ઘટાડતા પહેલાં જાણી લો
| Updated on: Jul 10, 2026 | 8:44 PM
Share

આજના સમયમાં લોકો વજન ઘટાડવા માટે કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે. કેટલાક લોકો યોગ દ્વારા વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે, તો કેટલાક લોકો વેટ લોસ માટે સ્વિમિંગનો સહારો લે છે.

વજન ઘટાડવા માંગતા લોકો અને ફિટનેસ ફ્રીક્સ વચ્ચે આ ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે આમાં સાંધા પર કોઈ પણ પ્રકારનું પ્રેશર આવ્યા વિના ઝડપથી કેલરી બર્ન કરી શકાય છે. એવામાં ઘણા લોકોના મનમાં એ સવાલ રહે છે કે, રોજ એક કલાક સ્વિમિંગ કરવાથી કેટલી કેલરી બર્ન થાય છે?

1 કલાક સ્વિમિંગ કરવાથી કેલરી બર્ન થશે?

જો કોઈ વ્યક્તિ 1 કલાક સ્વિમિંગ કરે છે, તો તે લગભગ 400 થી 700 કેલરી સુધી બર્ન કરી શકે છે. જો કે, આ બાબત વ્યક્તિના વજન પર પણ આધાર રાખે છે. ફિઝિક્સના નિયમ અનુસાર, ભારે શરીરને પાણીમાં આગળ ધકેલવા માટે વધારે એનર્જીની જરૂર પડે છે.

આથી, વધારે વજન ધરાવતા લોકો તેટલા જ સમયમાં ઓછું વજન ધરાવતા લોકોની સરખામણીએ વધુ કેલરી બર્ન કરે છે. ઉદાહરણ તરીકે, એક 60 કિલોગ્રામની વ્યક્તિ જેટલી કેલરી બર્ન કરશે, 80 કિલોગ્રામની વ્યક્તિ તેનાથી ક્યાંય વધુ કેલરી બર્ન કરશે.

સ્વિમિંગની સ્પીડ

તમે પાણીમાં કેટલી મહેનત કરી રહ્યા છો, તે સૌથી વધુ મહત્વનું છે. જો તમે આરામથી, ઓછી સ્પીડમાં સ્વિમિંગ કરી રહ્યા છો, તો 1 કલાકમાં લગભગ 400 થી 500 કેલરી બર્ન થઈ શકે છે. જો તમે અટક્યા વિના, ઝડપી ગતિએ લેપ્સ (laps) પૂરા કરી રહ્યા છો, તો આ આંકડો 600 થી 700+ કેલરી સુધી પહોંચી શકે છે.

સ્ટ્રોકનો પ્રકાર

તમે કઈ સ્ટાઈલમાં તરી રહ્યા છો, તેની પણ કેલરી પર સીધી અસર પડે છે. જો તમે બટરફ્લાય સ્ટ્રોકમાં સ્વિમિંગ કરો છો, તો તેમાં સૌથી વધુ તાકાત લાગે છે અને તે 1 કલાકમાં લગભગ 700 થી 800 કેલરી સુધી બર્ન કરી શકે છે.

બીજીબાજુ, ફ્રી-સ્ટાઈલ અથવા ક્રોલ પ્રતિ કલાક લગભગ 500 થી 600 કેલરી બર્ન કરે છે. આ સિવાય  બ્રેસ્ટસ્ટ્રોક અને બેકસ્ટ્રોક કરવાથી લગભગ 400 થી 500 કેલરી બર્ન થાય છે.

Disclaimer: (આ આર્ટિકલમાં સૂચવવામાં આવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે જ છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ કામ કે તમારા ડાયેટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈપણ પ્રકારના દાવાની પ્રમાણિકતાની પુષ્ટિ કરતું નથી.)

ડાયાબિટીસથી રાહત મેળવવા માંગો છો ? તો ઘરના આંગણે ઉગતા આ એક છોડથી કરો દિવસની શરૂઆત, બ્લડ સુગરને રાખશે કાબૂમાં

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">