AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: આ 4 રીતે લીમડાનો કરો ઉપયોગ ચહેરા પર નહીં રહે એક પણ ખીલ

Skin Care Tips: લીમડાના પાનનો ઉપયોગ કરવાના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. લીમડાના પાન ત્વચાના વધારાના તેલને નિયંત્રણમાં રાખવાનું પણ કામ કરે છે. અહીં જાણો કે તમે ત્વચા માટે લીમડાના પાનનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

Skin Care Tips: આ 4 રીતે લીમડાનો કરો ઉપયોગ ચહેરા પર નહીં રહે એક પણ ખીલ
Skin care
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 7:16 AM
Share

Skin Care Tips: ઉનાળા અને ચોમાસામાં ઘણા લોકો ખીલની સમસ્યા થતી હોય છે, તમે ખીલને મડાટવા માટે લીમડાનો (Neem Leaves) પણ ઉપયોગ કરી શકો છો. લીમડો તમારી ત્વચાને ઘણા ફાયદા આપે છે. તેનાથી તમને ખીલ, સ્કિનની એલર્જી અને કરચલીઓ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. આ પાંદડાઓમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે. તેમાં એન્ટિફંગલ ગુણો છે. તમે ચહેરા માટે લીમડાનો ઉપયોગ ઘણા પ્રકારે કરી શકો છો.

અહીં લીમડાના પાનનો ઉપયોગ કરવાના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. લીમડાના પાન ત્વચાના વધારાના તેલને નિયંત્રણમાં રાખવાનું પણ કામ કરે છે. અહીં જાણો કે તમે ત્વચા માટે લીમડાના પાનનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

આ પણ વાંચો: શું તમે પણ તરબૂચ ખાધા પછી આ કામ કરો છો ? જાણો શું કહે છે આરોગ્ય નિષ્ણાતો

લીમડાના પાનની પેસ્ટ

પહેલા થોડા તાજા લીમડાના પાન લો. લીમડાના પાન અને પાણીમાંથી પેસ્ટ તૈયાર કરો. લીમડાના પેકને ચહેરા અને ગરદન પર લગભગ 20 મિનિટ માટે રહેવા દો. પછી સાદા પાણીથી પેસ્ટ કાઢી લો. તમે અઠવાડિયામાં 2થી 3 વખત ત્વચા માટે લીમડાની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.

લીમડાનું તેલ

ખીલથી રાહત મેળવવા માટે તમે લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તે સ્કીન પર થતા ખીલમાંથી રાહત આપે છે. આ માટે ખીલથી પ્રભાવિત ત્વચા પર લીમડાનું તેલ લગાવો. લીમડાના તેલને ત્વચા પર આ રીતે 10 મિનિટ રહેવા દો. આ પછી ક્લીંઝર અને પાણીનો ઉપયોગ કરીને ત્વચાને સાફ કરો. ખીલ મુક્ત ત્વચા રાખવા માટે તમે લીમડાના તેલનો નિયમિત ઉપયોગ કરી શકો છો.

એલોવેરા અને લીમડો

તમે ત્વચા માટે લીમડા અને એલોવેરા પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક બાઉલમાં એલોવેરા જેલ લો. તેમાં લીમડાનો પાવડર ઉમેરો. આ બંનેની પેસ્ટને ત્વચા પર 20 મિનિટ સુધી રહેવા દો. આ પછી ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2થી 3 વખત એલોવેરા અને લીમડાની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.

લીમડો અને લીંબુનો રસ

લીમડાના પાન અને પાણીમાંથી પેસ્ટ તૈયાર કરો. તેમાં થોડો લીંબુનો રસ ઉમેરો. આ પેકને સાદા પાણીથી કાઢી નાખતા પહેલા 20 મિનિટ સુધી ત્વચા પર રહેવા દો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">