AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નારંગીની છાલમાંથી સાબુ કેવી રીતે બનાવવો? આખો દિવસ મહેકશે ‘શરીર’, ત્વચા પર આવશે ‘નિખાર’

નારંગી માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી હોતી પરંતુ તેના સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ ઘણા ફાયદા છે. સામાન્ય રીતે આપણે નારંગી ખાધા પછી તેની છાલને કચરો સમજીને ફેંકી દેતા હોઈએ છીએ. એવામાં શું તમે જાણો છો કે, આ ફેંકી દેવાતી નારંગીની છાલમાંથી તમે ઘરે જ ખૂબ જ સરળતાથી અને ઓછા ખર્ચે નેચરલ સાબુ બનાવી શકો છો?

નારંગીની છાલમાંથી સાબુ કેવી રીતે બનાવવો? આખો દિવસ મહેકશે 'શરીર', ત્વચા પર આવશે 'નિખાર'
Image Credit source: AI Generated
| Updated on: Oct 31, 2026 | 2:07 PM
Share

નારંગી ખાવી મોટાભાગના લોકોને ગમે છે. તેનો સ્વાદ લોકોને ખૂબ જ પસંદ આવે છે, સાથે જ આ ફળ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું હોય છે. જો કે, ઘણા લોકો હવે નારંગી ખાઈને તેની છાલને નકામી સમજીને ફેંકી દે છે.

એવામાં જો તમે ઈચ્છો, તો આ છાલનો ઉપયોગ પણ કરી શકો છો. નારંગીની છાલમાંથી તમે ઘરે જ સાબુ બનાવી શકો છો. ખાસ વાત એ છે કે, આના માટે તમારે ખૂબ વધારે સામાન કે પૈસા ખર્ચવાની પણ જરૂર નહીં પડે. તમે માત્ર 2-3 ચીજવસ્તુઓની મદદથી જ ઘરે ખૂબ જ આસાનીથી આ સાબુ તૈયાર કરી શકો છો.

આ ચીજવસ્તુ જોઈશે

  • નારંગીની છાલમાંથી સાબુ બનાવવા માટે તમારે નારંગીની તાજી છાલ
  • સાબુનો બેઝ (Soap Base)
  • થોડું પાણી અને સાબુ જમાવવા માટે સિલિકોન મોલ્ડ (Silicon Mold) જોઈશે
  • જો સિલિકોન મોલ્ડ ન મળે, તો તમે પેપર કપનો ઉપયોગ પણ કરી શકો છો

નારંગીની છાલનો સાબુ કેવી રીતે બનાવવો?

  1. આના માટે સૌથી પહેલા નારંગીની છાલને સારી રીતે ધોઈ લો, જેથી તેના પર લાગેલી ગંદકી સાફ થઈ જાય. ત્યારબાદ તેને નાના-નાના ટુકડાઓમાં કાપી લો.
  2. હવે આ છાલને મિક્સર જારમાં નાખો અને થોડું પાણી મિલાવીને ઝીણી પીસી લો. ધ્યાન રાખો કે, પાણી વધારે ન હોય.
  3. તૈયાર મિશ્રણને ઝીણી ચાળણી અથવા સાફ સૂતરાઉ કપડાથી ગાળી લો. આનાથી છાલના મોટા ટુકડા અલગ થઈ જશે અને તમને એક સ્મૂથ મિશ્રણ મળશે.
  4. આટલું કર્યા પછી સાબુના બેઝને નાના-નાના ટુકડાઓમાં કાપી લો.
  5. એક પેનની અંદર એક વાટકી રાખો. પેનમાં એટલું પાણી નાખો કે વાટકી હળવી ડૂબેલી રહે પરંતુ પાણી વાટકીની અંદર ન જાય.
  6. હવે આ વાટકીમાં સાબુના બેઝના ટુકડા નાખો અને ગેસને મીડિયમ ફ્લેમ પર ચાલુ કરી દો. આને ડબલ બોઈલર મેથડ કહેવામાં આવે છે. આનાથી ધીમે-ધીમે સાબુનો બેઝ બલ્યા વગર ઓગળવા લાગશે.
  7. બેઝ જ્યારે પૂરી રીતે ઓગળી જાય, ત્યારે તેમાં તૈયાર નારંગીની છાલનું મિશ્રણ નાખી દો અને સારી રીતે હલાવી લો.
  8. તૈયાર મિશ્રણને ધીમી આંચ પર લગભગ 12 થી 13 મિનિટ સુધી હલાવતા રહીને પકાવો. ધ્યાન રાખો કે, મિશ્રણમાં કોઈ ગાંઠ ન રહે. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
  9. હવે તૈયાર મિશ્રણને સાબુના મોલ્ડમાં નાખી દો. જો મોલ્ડ ન હોય, તો તમે તેને હકું ઠંડું કરીને પેપર કપમાં પણ નાખી શકો છો.
  10. તેને રૂમના તાપમાને લગભગ 30 મિનિટ સુધી જમવા (સેટ થવા) માટે છોડી દો. જો તમે જલ્દી સાબુ જમાવવા માંગતા હોવ, તો તેને કેટલાક સમય માટે ફ્રિજમાં પણ રાખી શકો છો.
  11. જામી ગયા પછી સાબુને મોલ્ડમાંથી બહાર કાઢી લો. આટલું કરતા જ તમારો સાબુ બનીને તૈયાર થઈ જશે.

તમે તેનો ઉપયોગ નાહવા માટે કરી શકો છો. આનાથી તમારી બોડીમાંથી આખો દિવસ એક નેચરલ સુગંધ આવ્યા કરશે. આ ઉપરાંત નારંગીની છાલને સ્કિન માટે પણ સારી માનવામાં આવે છે. એવામાં આ સાબુથી ન્હાવાથી તમારી સ્કિન પર નિખાર પણ આવી શકે છે.

Disclaimer: આ માહિતી સામાન્ય ઉપયોગ અને ઘરેલુ નુસ્ખાના આધારે આપવામાં આવી છે. દરેક વ્યક્તિની ત્વચા (Skin type) અલગ-અલગ હોય છે. તેથી, કોઈપણ નવો સાબુ કે ઘરગથ્થુ વસ્તુ ત્વચા પર ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ (Patch Test) અવશ્ય કરો અથવા ત્વચાના નિષ્ણાત (Dermatologist) ની સલાહ લો. જો તમને કોઈ એલર્જી કે ત્વચા સંબંધિત સમસ્યા હોય, તો ઉપયોગ કરતા પહેલા તબીબી સલાહ લેવી હિતાવહ છે.

Skin Disease Treatment : સ્કીન પર ખંજવાળ – લાલ ફોલ્લીઓ.. શું તે સોરાયસિસ છે કે એલર્જી? અહીં જાણો તફાવત

Follow Us
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ
કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ
વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી
વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી
આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ
આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ
ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video
ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video
દ્વારકાના ભાડથર ગામે વીજકંપનીની કામગીરી સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
દ્વારકાના ભાડથર ગામે વીજકંપનીની કામગીરી સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
MLA વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ
MLA વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ
સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન !
સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન !
g clip-path="url(#clip0_868_265)">