Skin Care Tips : સ્કીન પર હળદરનો ઉપયોગ કર્યા બાદ, આ 5 ભુલ ક્યારે પણ ન કરો

હળદરનો ઉપયોગ લાંબા સમયથી બ્યુટી પ્રોડક્ટ તરીકે કરવામાં આવે છે. તેની ત્વચા પર ચમત્કારી અસરો જોવા મળે છે. પરંતુ હળદરના પેકનો ઉપયોગ કરતી વખતે કેટલીક ખાસ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે નહીંતર તમારી બધી મહેનત પાણીમાં જશે.

Skin Care Tips : સ્કીન પર હળદરનો ઉપયોગ કર્યા બાદ, આ 5 ભુલ ક્યારે પણ ન કરો
Skin Care Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 12:32 PM

Skin Care Tips : હળદરનો ઉપયોગ સદીઓથી બ્યુટી પ્રોડક્ટ (Beauty Product) તરીકે કરવામાં આવે છે. લગ્ન સમયે પણ, હળદરની પેસ્ટનો ઉપયોગ વર અને કન્યાની ત્વચાનો નિખાર વધારવા માટે કરવામાં આવે છે. હકીકતમાં, હળદર (Turmeric)માં ઘણા એન્ટીઓકિસડન્ટ અને બળતરા વિરોધી ઘટકો હોય છે, જેના કારણે તે ત્વચા માટે ખૂબ જ સારી માનવામાં આવે છે.

ચણાનો લોટ, ચોખાનો લોટ વગેરે સાથે મિક્ષ હળદરનો ઉપયોગ ત્વચા પર કરવામાં આવે છે. તે વધુ સારી રીતે ક્લીંઝર તરીકે કામ કરે છે, સાથે સાથે ખીલ, સનબર્ન જેવી સમસ્યાઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. હળદરનો ઉપયોગ એક્સફોલિએટર તરીકે પણ થાય છે.

જો તમે પણ ત્વચા (Skin)ની તમામ સમસ્યાઓથી બચવા માટે હળદરનો ઉપયોગ કરો છો, તો તેને લગાવ્યા બાદ તમે ક્યારેય 5 ભૂલો ન કરો. નહિંતર તમારી બધી મહેનત પાણીમાં જશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

1. હળદરનો ઉપયોગ કરતી વખતે, તેમાં કોઈ બિનજરૂરી વસ્તુ ઉમેરવાની ભૂલ ન કરો. વાસ્તવમાં હળદરમાં કર્ક્યુમિન હોય છે, જે બિનજરૂરી વસ્તુઓ સાથે ભળી જાય ત્યારે ત્વચા પર રિએક્શન આપે છે. સામાન્ય રીતે હળદરનો ઉપયોગ ગુલાબજળ (Rose water), દૂધ, દહીં, પાણી સાથે કરવામાં આવે છે.

2. હળદરનો પેક 20 મિનિટથી વધુ સમય સુધી ચહેરા પર ન લગાવવો જોઈએ કારણ કે હળદર તેનો રંગ છોડી દે છે. જો તમે તેને લાંબા સમય સુધી રાખો છો, તો તેની પીળાપણું તમારી ત્વચા પર પણ દેખાવા લાગશે.

3. જો તમે હળદરનો પેક બનાવ્યો હોય અને તેનો ઉપયોગ ચહેરા પર કર્યો હોય તો મોઢું સાબુથી ન ધોવું. ત્વચા પર આ પેકની અસર 24 થી 48 કલાક પછી જોવા મળે છે. આવી સ્થિતિમાં, આ સમયગાળા દરમિયાન સાબુ અથવા ફેસ વોશનો ઉપયોગ કરવાનું ટાળો. તો જ તેની ચમક તમારી ત્વચા પર સારી રીતે દેખાશે. ચહેરાને બધી બાજુથી સારી રીતે સાફ કર્યા બાદ મોઇશ્ચરાઇઝર લગાવો.

4. હળદરનો પેક ધોયા બાદ તડકાના સંપર્કમાં આવવાનું ટાળો. હળદરનો ઉપયોગ કર્યા પછી ઘણી વખત, સૂર્ય પ્રકાશના સંપર્કમાં આવવાથી, ત્વચા કાળી દેખાવા લાગે છે. જો તમે આ ભૂલ કરો છો તો તમારી બધી મહેનત બરબાદ થઈ શકે છે.

5. જ્યારે પણ તમે ચહેરા પર હળદરનો પેક લગાવો ત્યારે તેને ગરદન અને ગરદનથી આખા ચહેરા પર લગાવો અને સરખી રીતે લગાવો. ધ્યાન રાખો કે કોઈ ભાગ બાકી ન રહે. જે જગ્યાએ હળદર લગાવવામાં આવી નથી, તે જગ્યા સંપૂર્ણપણે અલગ દેખાશે. તેથી, ચહેરા પર હળદરનું માત્ર પાતળું પડ લગાવો અને તેને સરખી રીતે લગાવો.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Shahid afridiએ અફઘાનિસ્તાનમાં તાલિબાન વિશે શું કહ્યું ? સાંભળીને રાશિદ ખાન થશે ગુસ્સે ! VIDEO

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">