Weight Loss Tips: ઉનાળાની ઋતુમાં વજન ઘટાડવા માટે આ સ્મૂધીને ડાયટમાં સામેલ કરો

|

Mar 27, 2022 | 2:10 PM

નબળી જીવનશૈલીની સાથે સાથે અસ્વસ્થ આહાર પણ વજન વધવાનું સૌથી મોટું કારણ છે. વજન ઘટાડવા માટે તમે ડાયટમાં અનેક પ્રકારની સ્મૂધી પણ સામેલ કરી શકો છો. સ્વાદ અને સ્વાસ્થ્ય બંને દ્રષ્ટિએ આ એક સારો વિકલ્પ છે.

Weight Loss Tips: ઉનાળાની ઋતુમાં વજન ઘટાડવા માટે આ સ્મૂધીને ડાયટમાં સામેલ કરો
tips for weight loss (Symbolic Image)

Follow us on

ઉનાળાની ઋતુમાં તડકા અને ભેજને કારણે આપણે વધુ પાણી પીવાનું કે અન્ય આરોગ્યપ્રદ પીણાં  (Healthy Diet) લેવાનું વલણ રાખીએ છીએ. આ દરમિયાન ઠંડા અને સ્વાદિષ્ટ શેક અને સ્મૂધીનું સેવન પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે ઘરે બનાવેલી સ્મૂધીનું (smoothie) સેવન પણ કરી શકો છો જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તમે ફળો અને શાકભાજીનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની સ્મૂધી બનાવી શકો છો. જે તમને ઊર્જાવાન અને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. તેઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જે નાસ્તા માટે પણ સારો વિકલ્પ છે. આ પીણાં વજન ઘટાડવામાં  (Weight Loss Tips ) અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ઘરે આ સ્મૂધી કેવી રીતે બનાવવી.

પપૈયા સ્મૂધી

આ સ્મૂધી બનાવવા માટે તમારે 1 કપ સમારેલ પપૈયું, 1 ચમચી અળસીના દાણા, જરૂર મુજબ પાણી અને થોડા બરફના ટુકડાની જરૂર પડશે. સૌ પ્રથમ એક મિક્સર જાર લો. તેમાં પપૈયું, બરફ, અળસીના બીજ અને થોડું પાણી ઉમેરો. તેને બ્લેન્ડ કરો. પછી તેનું સેવન કરો.

દુધી સ્મૂધી

આના માટે 1/2 કપ છીણેલી દુધી, 1/2 કપ સમારેલી કાકડી, 1/4 કપ ઠંડુ પાણી, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ અને એક ચપટી સિંધવ મીઠાની જરૂર પડશે. એક બ્લેન્ડરમાં છીણેલી દુધી અને સમારેલી કાકડી નાખો. તેને બ્લેન્ડ કરો. તેમાં ઠંડુ પાણી અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. એક ગ્લાસમાં આ સ્મૂધી રેડો. તેમાં એક ચપટી સિંધવ મીઠું ઉમેરો અને પીતા પહેલા બરાબર મિક્સ કરો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સુપર સ્મૂધી

તેના માટે તમારે 1/2 સફરજન, 1 નારંગી, 1 ગાજર, 1/4 કાકડી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 1/4 લીંબુ અને પાણીની જરૂર પડશે. જ્યુસર જાર લો. તેમાં ફળ નાખો. બધો જ રસ કાઢી લો. આ રસને પાતળો કરવા માટે તમે પાણી પણ ઉમેરી શકો છો. તેનું સેવન કરો.

ડિટોક્સ ડ્રિંક

આ માટે તમારે 1 સમારેલુ આંબળુ, સમારેલુ 1/2 બીટ અને 1 સમારેલા ગાજરની જરૂર પડશે. એક બ્લેન્ડર જારમાં બધી સામગ્રી મૂકો. તેને બ્લેન્ડ કરો. ત્યાર બાદ તેને ગાળી લો. તાજી સ્મૂધી આરોગો.

સફરજન સ્મૂધી

સફરજન શરીરને ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. તમે દિવસની શરૂઆત એપલ સ્મૂધીથી કરી શકો છો. આ માટે બ્લેન્ડરમાં પાણી સાથે સમારેલા સફરજન, તજ અને ચિયા સીડ્સ નાખો. તેને બ્લેન્ડ કરો. ત્યાર બાદ તેનું સેવન કરો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

આ પણ વાંચો-

Pregnancy Tips: ગર્ભાવસ્થામાં એવોકાડોનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, મળશે આ ફાયદા

આ પણ વાંચો-

Health: ઉનાળામાં શરીરને ઠંડક આપવાની સાથે આ હેલ્ધી ડ્રિંક ડીહાઈડ્રેશનની સમસ્યાને પણ કરશે દૂર

Next Article