તાજમહેલની સાથે તાજ મહોત્સવની પણ મજા માણવી છે ? 20 માર્ચ પછી બનાવો આગ્રા ફરવાનો પ્લાન, જાણો સંપૂર્ણ માહિતી

તાજમહેલની સાથે તાજ મહોત્સવની પણ મજા માણવી છે ? 20 માર્ચ પછી બનાવો આગ્રા ફરવાનો પ્લાન, જાણો સંપૂર્ણ માહિતી
If you want to enjoy Taj Mahotsav along with Taj Mahal, make a plan to visit Agra after March 20, find out more (Symbolic Image)

તાજ મહોત્સવમાં પ્રવેશ માટે તમારે ટિકિટ લેવી પડશે. આ વખતે તેની એન્ટ્રી ફી 50 રૂપિયા રાખવામાં આવી છે. જો કે, 12 વર્ષ સુધીના બાળકો અને વિદેશી પ્રવાસીઓ તાજ ફેસ્ટિવલ મફતમાં જોઈ શકે છે.

TV9 GUJARATI

| Edited By: Parul Mahadik

Mar 07, 2022 | 9:30 AM

આગરા(Agra ) તાજમહેલ(Tajmahal ) માટે જાણીતું છે. જો તમે પણ તાજને નિહાળવા તાજનગરી જવાનું વિચારી રહ્યા છો, તો થોડા દિવસ રાહ જુઓ. હસ્તકલા, કલા અને સંસ્કૃતિનો સંગમ તાજ મહોત્સવ(Taj Mahotsav ) 20 માર્ચથી તાજમહેલ નજીક શિલ્પગ્રામ ખાતે શરૂ થવા જઈ રહ્યો છે, જે 29 માર્ચ સુધી ચાલશે. ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે તાજ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે તે મુલતવી રાખવામાં આવ્યો હતો. 20 માર્ચથી 29 માર્ચની વચ્ચે તમે આગ્રા આવી શકો છો અને તાજમહેલની સાથે તાજ મહોત્સવનો આનંદ માણી શકો છો. 10 દિવસના આ ફેસ્ટિવલમાં તમે ભારતની સંસ્કૃતિને નજીકથી જાણી શકો છો.

તાજ મહોત્સવની શરૂઆત કેવી રીતે થઈ?

તાજ મહોત્સવની શરૂઆત 1992 માં કારીગરોની સર્જનાત્મક કળાને પ્રોત્સાહન આપવા અને તેમની કુશળતા દર્શાવવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. દર વર્ષે તાજ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન કરવામાં આવે છે. દર વર્ષે તાજ મહોત્સવ જોવા માટે ભારે ભીડ ઉમટી પડે છે. તમે અહીં આવીને કળા, હસ્તકલા, સંસ્કૃતિ અને ભોજનનો આનંદ માણી શકો છો.

પ્રવેશ માટે ટિકિટ લેવાની રહેશે

તાજ મહોત્સવમાં પ્રવેશ માટે તમારે ટિકિટ લેવી પડશે. આ વખતે તેની એન્ટ્રી ફી 50 રૂપિયા રાખવામાં આવી છે. જો કે, 12 વર્ષ સુધીના બાળકો અને વિદેશી પ્રવાસીઓ તાજ ફેસ્ટિવલ મફતમાં જોઈ શકે છે. દર વર્ષે તાજ મહોત્સવની થીમ પણ અલગ-અલગ હોય છે. આ વર્ષે તાજ મહોત્સવની થીમ ‘તાજ મહોત્સવના રંગો સાથે આઝાદી કા અમૃત મહોત્સવ’ રાખવામાં આવી છે.

ઘણા રાજ્યોના ભોજનનો આનંદ માણો

તાજ મહોત્સવમાં તમે યુપી, બિહાર, પંજાબ, કેરળ વગેરે તમામ રાજ્યોની વાનગીઓનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત અહીં બાળકો માટે અનેક પ્રકારની ગેમ્સ, સ્વિંગ અને એક્ટિવિટી પણ ઉપલબ્ધ છે. તમે સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી તાજ મહોત્સવનો આનંદ માણી શકશો.

આ પણ વાંચો :

કોરોનામાંથી સાજા થયા બાદ એક વર્ષ સુધી માનસિક બીમારી થવાનું જોખમ, અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોનો અહેવાલ

Health: રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે ઘરે આ સ્વસ્થ અને સ્વાદિષ્ટ ફળોની ત્રણ રેસિપી અજમાવો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati