ત્વચાની આ સમસ્યાઓ માટે ક્યાંય જવાની જરૂર નથી, તમારા ઘરે જ છે મધ નામની ઔષધી, જાણો ફાયદા

શું તમે પણ ચહેરાની ત્વચા પર થતી અનેક સમસ્યાઓથી હેરાન છો? ચિંતા ના કરો તમારા રસોડામાં જ પડેલું મધ તમને આ સમસ્યાઓથી છૂટકારો અપાવશે.

ત્વચાની આ સમસ્યાઓ માટે ક્યાંય જવાની જરૂર નથી, તમારા ઘરે જ છે મધ નામની ઔષધી, જાણો ફાયદા
Honey is good for face skin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 3:38 PM

મધ ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે. જે વ્હાઇટ હેડ્સ (white heads)ને દૂર કરવામાં મદદ કરે છે. ચાલો આપણે જાણીએ કે આપણે મધનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ.

કોઈપણ પ્રકારના ડાઘ ચહેરાની સુંદરતા બગાડવાનું કામ કરે છે. ઘણા લોકોને બ્લેક હેડ અને વ્હાઇટ હેડની સમસ્યા હોય છે. વ્હાઇટ હેડ એ સફેદ રંગના નિશાન છે જે તેલયુક્ત ત્વચા પર થાય છે. આ ખીલનો એક પ્રકાર છે જે ત્વચાના છિદ્રોમાં ગંદકીના સંચયને કારણે થાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે ઘરેલું ઉપાય અપનાવી શકો છો. મધ એક અસરકારક ઉપાય છે જેનો ઉપયોગ વ્હાઇટહેડ્સથી છુટકારો મેળવવા માટે થઈ શકે છે.

મધમાં એન્ટી માઇક્રોબાયલ, એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે વ્હાઇટ હેડની સમસ્યા મટાડવામાં મદદ કરે છે. આજે અમે તમને ચહેરાના માસ્ક બનાવવાના ઘરેલું ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જેના ઉપયોગથી તમે વ્હાઇટહેડ્સથી છૂટકારો મેળવી શકો છો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મધ, લીંબુ અને ખાંડ

ખાંડ આપણી ત્વચામાં સ્ક્રબની જેમ કામ કરે છે. તે ત્વચા પર નેચરલ ક્લીંઝરની જેમ કામ કરે છે. લીંબુમાં એન્ટિ-માઇક્રોબાયલ ગુણ હોય છે જે વ્હાઇટહેડ્સની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે.

કેવી રીતે બનાવવું?

એક બાઉલમાં એક ચમચી ખાંડ અને એક ચમચી મધ મિક્સ કરો. તેના ઉપર લીંબુનો રસ મિક્સ કરી અસરગ્રસ્ત એરિયા પર લગાવો. તેને લગભગ 10 મિનિટ માટે છોડી દો. તે પછી ચહેરો પાણીથી ધોઈ લો.

ઓટમીલ અને હની

ઓટમીલમાં એક્સ્ફોલિએટિંગ ગુણધર્મો છે. તેમાં હાજર મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. આ બંને વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો અને થોડા સમય પછી પાણીથી ધોઈ લો.

હળદર

હળદર ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે એક કારગર ઈલાજ છે. તે ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને ખીલના બેક્ટેરિયાને રોકવામાં મદદ કરે છે.

કેવી રીતે બનાવવું?

અડધી ચમચી મધ એક ચમચી હળદરના પાવડર સાથે મિક્સ કરો. આ બે વસ્તુને મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને તેને 10 થી 15 મિનિટ માટે રહેવા દો અને પછી તેને હળવા પાણીથી ધોઈ લો.

એગ વ્હાઇટ અને હની

ઇંડા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. ઇંડાના સફેદ ભાગને મધમાં ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને 10 થી 15 મિનિટ સુધી રાખો અને પછી તેને પાણીથી ધોઈ લો.

આ પણ વાંચો: Women Health: PCOD બીમારી શું છે? જાણો તેના લક્ષણો, કારણો અને સારવાર

આ પણ વાંચો: ના, આ કોઈ ફિલ્મની હિરોઈન નહીં, આ છે ભારતનું ગર્વ IPS પૂજા યાદવ: જાણો તેમના વિશે

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">