Health Tips : બ્રેકફાસ્ટ સ્કિપ કરવું પડી શકે ભારે, ઈમ્યૂન સિસ્ટમ પર થશે અસર
કેટલાક લોકો આ બ્રેકફાસ્ટ સ્કિપ કરી દેતા હોય છે. સવારે મોડા ઉઠવા કે ઓફિસે વહેલા પહોંચવા માટે લોકો બ્રેકફાસ્ટ સ્કિપ કરી દેતા હોય છે. હાલમાં એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે, બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી ઈમ્યૂન સિસ્ટમ પર ખરાબ અસર પડે છે.

સવારે ઊઠયા બાદ ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ કરવું એ દિવસનું સૌથી પહેલું મહત્વનું કામ છે. બ્રેકફાસ્ટને આખા દિવસનું સૌથી જરુરી ખોરાક માનવામાં આવે છે. બ્રેકફાસ્ટ કરવાથી આખો દિવસ માણસ ઊર્જાથી ભરેલો રહે છે. પણ કેટલાક લોકો આ બ્રેકફાસ્ટ સ્કિપ કરી દેતા હોય છે. સવારે મોડા ઉઠવા કે ઓફિસે વહેલા પહોંચવા માટે લોકો બ્રેકફાસ્ટ સ્કિપ કરી દેતા હોય છે. હાલમાં એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે, બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી ઈમ્યૂન સિસ્ટમ પર ખરાબ અસર પડે છે.
અભ્યાસ અનુસાર, બ્રેકફાસ્ટ ન કરવાથી સંક્રમણ સામે લડવામાં મુશ્કેલી થાય છે. તેના કારણે હ્દય સંબંધિત બીમારીનું જોખમ વધી જાય છે. આ અભ્યાસ એક ઉંદર પર કરવામાં આવ્યો. અભ્યાસ મુજબ, બ્રેકફાસ્ટ કરી ઉપવાસ કરવાથી નકારાત્મક અસરો પણ થઈ શકે છે. જે મુજબ આપણી નર્વસ અને રોગપ્રતિકારક શક્તિ વચ્ચે જોડાણ જોવા મળ્યું છે. સંશોધકોએ વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે કે ટૂંકાથી લાંબા ગાળાના ઉપવાસ માનવ રોગપ્રતિકારક શક્તિને કેટલી અસર કરે છે.
ઉંદરો પર કર્યું સંશોધન
તેઓએ ઉંદરોના બે ગ્રુપનું વિશ્લેષણ કર્યું. એક જૂથે જાગ્યા પછી તરત જ નાસ્તો કર્યો હતો , જ્યારે બીજા જૂથે નાસ્તો કર્યો ન હતો. સંશોધકોએ બંને ગ્રુપના લોહીના નમૂના લીધા. લોહીના નમૂનાઓની તપાસ દરમિયાન, સંશોધકોની ટીમે મોનોસાઇટ્સની સંખ્યામાં તફાવત જોયો. આ શ્વેત રક્તકણો છે અને શરીરમાં ફરે છે. આ કોષો કેન્સરથી લઈને હૃદયના રોગો સુધીના ચેપ સામે લડે છે.
બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી થાય છે આ સમસ્યા
તણાવમાં વધારો: નાસ્તો ખાવાથી કોર્ટિસોલ પર સકારાત્મક અસર પડે છે. કોર્ટિસોલનું સ્તર સવારે ઊંચું હોય છે. જ્યારે તે વધારે હોય છે, ત્યારે તમે ખૂબ તણાવ અથવા ચીડિયાપણું અનુભવશો. એટલા માટે તમારા હોર્મોનનું સ્તર સ્થિર રાખવા માટે કંઈક ખાવું જરૂરી છે.
વાળ ખરવાઃ નાસ્તો ન કરવાથી વાળ ખરવા લાગે છે. પ્રોટીનમાં ઓછું ખોરાક તમારા કેરાટિનના સ્તરને અસર કરી શકે છે, વાળના વિકાસને અટકાવે છે અને વાળ ખરવા તરફ દોરી જાય છે.