AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health tips : સવારે નાસ્તામાં ચા સાથે ખાઓ છો પરાઠા ? જાણો તેનાથી થતા નુકશાન

પરાઠા તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. જોકે, ચા સાથે પરાઠા ટેસ્ટી લાગે છે પણ તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એક ખરાબ ફૂડ કોમ્બિનેશન છે. એક રિપોર્ટ અનુસાર, ચા અને પરાઠા એક સાથે ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન થાય છે.

Health tips : સવારે નાસ્તામાં ચા સાથે ખાઓ છો પરાઠા ? જાણો તેનાથી થતા નુકશાન
chai paratha food combination
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2023 | 8:42 AM
Share

સવારે ઉઠીને શરીરને રિચાર્જ કરવા માટે ચા સાથે નાસ્તો કરવો જરુરી છે. ભારતીય ઘરોમાં ઘણા લોકો સવારે ચા સાથે નાસ્તામાં પરાઠા ખાતા હોય છે. પરાઠા પંજાબ સહિત ભારતના અનેક રાજ્યોનું ફેવરિટ નાસ્તો અને ફૂડ છે. પણ જણાવી દઈએ કે પરાઠા તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. જોકે, ચા સાથે પરાઠા ટેસ્ટી લાગે છે પણ તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એક ખરાબ ફૂડ કોમ્બિનેશન છે. એક રિપોર્ટ અનુસાર, ચા અને પરાઠા એક સાથે ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન થાય છે.

ચા-પરાઠાના ફૂડ કોમ્બિનેશનની થાય છે આ નુકશાન

  • એસિડિટીનું જોખમ – ભારે ખોરાક જેમ કે પરાઠા સાથે ચા પીવું સ્વાસ્થ્યને જાતે નુકશાન પહોંચાડવા જેવું છે. તેનાથી તમને એસિડ રિફલ્ક્સ અને બ્લોટિંગ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. ચા કે કોફી સાથે પરાઠા ખાવાથી તમારા પેટમાં એસિડ-બેસ બેલેન્સને નુકશાન પહોંચે છે.જેના કારણે એલિડિટીનું જોખમ વધે છે.
  • એનિમિયાનું જોખમ – એક અભ્યાસ અનુસાર, ચામાં હાજર ફેનોલિક રસાયણ પેટમાં આર્યન-કોમ્પલેક્સના નિર્માણને ઉત્તેજિત કરે છે, જેનાથી આર્યન અવશોષણ રોકાઈ શકે છે. તેથી જ ખાદ્યા પછી ચા ન પીવી જોઈએ. ખાસ કરીને પરાઠા સાથે ચા ન પીવી જોઈએ. તેનાથી આર્યનની અછતથી એનિમિયા થઈ શકે છે.
  • પોષક તત્વ નથી મળતા – એક અભ્યાસ અનુસાર, ચામાં જોવા મળતા ટેનિન પ્રોટીન શરીરમાં પાચનને લગભગ 38 ટકા ધીમું કરી દે છે. ચા શરીરને પોષક તત્વોનો ઉપયોગ કરતા રોકે છે, તેથી ચા અને પરાઠા એક સાથે ખાવા જોઈએ નહીં.

ક્યારે પીવી જોઈએ ચા ?

ભારતીયોમાં ચા પીવાનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી. આજકાલના વ્યસ્ત જીવનને કારણે લોકો દિવસમાં ગમે ત્યારે ચા પીવા જતા રહેતા હોય છે. શહેરો કે ગામમાં ચાની દુકાનો પર જોવા મળતી ભીડ તેની સાબિતી છે, કે લોકો કોઈપણ સમયે ચા પી લેતા હોય છે.

જો તમને ચા ખુબ પસંદ છે તો તેના સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખો. કોઈપણ ભોજન ખાદ્યાના 45 મિનિટ બાદ જ ચા પીવી જોઈએ. બપોરના ભોજન કે નાસ્તાના 1 કલાક બાદ ચા પીવી જોઈએ. જ્યારે સાંજે સ્નેક્સ ખાતા ખાતા ચા પી શકાય છે. આ રીતે તમે પોતાના સ્વાસ્થ્યને નુકશાન પહોંચતા બચાવી શકો છો.

g clip-path="url(#clip0_868_265)">