Chili Pickle Recipe : આ રેસીપી સાથે ઘરે બનાવો લીલા મરચાનું અથાણું, જાણી લો બનાવવાની રીત

જો તમને પણ લીલા મરચાનું અથાણું બનાવવું મુશ્કેલ કામ લાગતું હોય અથવા તમને એવી ફરિયાદ હોય કે થોડા દિવસો પછી તેનો સ્વાદ બદલાવા લાગે છે, તો અહીં અમે તમને તેને બનાવવાની સાચી રીત જણાવવા જઈ રહ્યા છીએ. આ ખાસ રેસિપીથી તમે લંચ કે ડિનરનો સ્વાદ વધારી શકો છો. 

Chili Pickle Recipe : આ રેસીપી સાથે ઘરે બનાવો લીલા મરચાનું અથાણું, જાણી લો બનાવવાની રીત
Image Credit source: Social Media
Follow Us:
| Updated on: Sep 02, 2024 | 6:38 PM

લીલા મરચાનું અથાણું માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ તમારા સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું છે. જો તમને પણ ખાવાની સાથે તેનો આનંદ માણવો ગમતો હોય તો આ વખતે તમે તેને બજારની જગ્યાએ ઘરે બનાવીને ટ્રાય કરી શકો છો. તેને બનાવવી ખૂબ જ સરળ છે અને જો તમે તેને અહીં આપેલી રેસિપીથી ટ્રાય કરશો તો વર્ષો સુધી તે બગડશે નહીં.

  • લીલું મરચું – 250 ગ્રામ (તમે તમારી પસંદગી મુજબ કોઈપણ લીલા મરચા પસંદ કરી શકો છો)
  • તેલ – 1/2 કપ
  • વિનેગર – 5 ચમચી
  • મીઠું – 1.5 ટીસ્પૂન
  • હળદર – 1/2 ટીસ્પૂન
  • હિંગ – 1/4
  • રાયના કુરિયા – 1 ટીસ્પૂન
  • જીરું – 1/2 ટીસ્પૂન
  • મેથીના દાણા – 1/4 ચમચી
  • લાલ મરચું પાવડર – 1/2 ટીસ્પૂન (સ્વાદ મુજબ)

લીલા મરચાનું અથાણું કેવી રીતે બનાવવું

લીલા મરચાનું અથાણું બનાવવા માટે સૌપ્રથમ તેને ધોઈને સારી રીતે સૂકવી લો. પછી મરચાને વચ્ચેથી કાપીને બીજ કાઢી લો. આ પછી એક પેનમાં સરસવનું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાયના કુરિયા, જીરું અને મેથીના દાણા નાખો. જ્યારે તે ફાટવા લાગે ત્યારે તેમાં હિંગ ઉમેરો. પછી કડાઈમાં સમારેલાં મરચાં ઉમેરો અને ધીમી આંચ પર 2-3 મિનિટ સુધી પાકવા દો.

હવે શેકેલા મરચામાં હળદર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ પછી મરચામાં મીઠું અને વિનેગર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી ગેસ બંધ કરો અને અથાણાને સંપૂર્ણ ઠંડુ થવા દો.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

તે ઠંડું થઈ જાય પછી, અથાણાંને સ્વચ્છ અને સૂકી કાચની એરટાઈટ જારમાં ભરીને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો. આ વાતોનું પણ ધ્યાન રાખો.

તમે તમારી પસંદગી મુજબ અન્ય મસાલા પણ ઉમેરી શકો છો જેમ કે ધાણા પાવડર, સૂકી કેરી પાવડર વગેરે. જો તમને વધુ મસાલેદાર અથાણું ગમે છે તો તમે વધુ મરચાંનો ઉપયોગ કરી શકો છો. અથાણાંને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે, તમે તેમાં મીઠા લીમડાના પાંદડા પણ ઉમેરી શકો છો. અથાણાંને રૂમના તાપમાને પણ સાચવી શકાય છે, પરંતુ તેને રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવાથી તે લાંબા સમય સુધી ચાલશે.

મરચાના અથાણાના ફાયદા

લીલા મરચામાં Capsaicin જોવા મળે છે જે પાચનને સુધારવામાં મદદ કરે છે. લીલા મરચામાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. લીલા મરચામાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે જે શરીરને અનેક રોગોથી બચાવે છે. મહત્વની વાત છે કે, એસિડિટીની સમસ્યા હોય તેમણે મરચાંનું અથાણું ઓછી માત્રામાં જ ખાવું જોઈએ.

જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">