ટીવી સિરિયલની આ જાણીતી અદાકારાઓ જોવા મળી રહી છે ગ્લેમરસ લૂકમાં, સમર ફેશન માટે પરફેક્ટ છે આ લૂક્સ

લોકપ્રિય ટીવી સિરિયલ 'ભાભીજી ઘર પર હૈ'ની સ્ટારકાસ્ટ હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં આ સિરિયલની અદાકારાઓએ સમર સિઝન માટે અનેક નવા લૂક્સ તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સમર ફેશન લૂક્સને તેમના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

ટીવી સિરિયલની આ જાણીતી અદાકારાઓ જોવા મળી રહી છે ગ્લેમરસ લૂકમાં, સમર ફેશન માટે પરફેક્ટ છે આ લૂક્સ
'Bhabhiji Ghar Par Hai' Lead Actresses File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 7:36 PM

ટેલીવુડ જગતમાં ‘ભાભીજી ઘર પર હૈ’ (Bhabhiji Ghar Par Hai!) આ સિરિયલ જ્યારથી શરુ થઇ છે ત્યારથી અત્યાર સુધી ભારતભરના દર્શકોમાં ખુબ જ લોકપ્રિય બની રહી છે. લોકો આ સીરિયલના મુખ્ય કિરદાર ‘ભાભીજી’ને ખુબ જ પસંદ કરે છે. આ શો શરુ થયો ત્યારથી અનેક અભિનેત્રીઓએ આ ‘ભાભીજી’નું પાત્ર ભજવ્યું છે. જેમાં સૌથી વધુ લોકપ્રિયતા ‘બિગબોસ સિઝન 11’ની વિનર શિલ્પા શિંદેએ (Shilpa Shinde) પ્રાપ્ત કરી હતી. અત્યારે શો માં જાણીતી અભિનેત્રી શુભાંગી અત્રે (Shubhangi Atre) ‘ભાભીજી’નું પાત્ર ભજવી રહી છે.

ભારતીય ટીવી સિરિયલ્સમાં ‘સંસ્કારી બહુ’નું પાત્ર સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. હંમેશા સોળે શણગાર સજેલી આ વહુઓ અને ભાભીઓ દરેક વ્યક્તિના મનમાં વસેલી પરફેકટ વાઈફ અને પરફેક્ટ બહુની છબીમાં પરિપૂર્ણ ઉતરી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે, આ સંસ્કારી વહુનું પાત્ર ભજવતી આ અદાકારાઓ ‘રિયલ લાઈફ’માં કેટલી અવનવી અને આકર્ષક ફેશન સેન્સ ધરાવે છે. સાડીથી લઈને સ્પેગેટી ટોપ્સ હોય કે પછી ડ્રેસીસ હોય, આ અભિનેત્રીઓ પાસેથી તમે બેશકપણે ફેશન ઇન્સ્પિરેશન મેળવી શકો છો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જો વાત કરીએ ભાભીજીના પાડોશી મતલબ કે, અનિતા નારાયણની તો આ પાત્ર સૌમ્યા ટંડન (Saumya Tondon) ભજવી રહી છે. સૌમ્યા ટંડને તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તેણીએ વ્હાઇટ કલરનો સિમ્પલ ડ્રેસ પહેરીને કેમેરાની સામે આકર્ષક પોઝ આપ્યા છે. આ સિમ્પલ સોબર લૂકમાં પણ તેણી ખુબ જ આકર્ષક લાગી રહે છે. સમર ફેશન માટે આ પ્રકારનો ડ્રેસ પરફેક્ટ ગણાય છે.આ તસવીરોને તેના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

શિલ્પા શિંદે (Shilpa Shinde) ટેલીવુડ જગતની લોકપ્રિય અભિનેત્રી ગણાય છે. તેણીએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેણીએ વ્હાઇટ કલરની સિક્વસ સાડી પહેરેલી છે. તેણીના આ લુકને તેના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. સમર સિઝનમાં વ્હાઇટ કલરની શિફોન સાડી એ સદાબહાર ચોઈસ ગણાય છે. તમે પણ શિલ્પાના આ લૂકથી પ્રેરણા મેળવી શકો છો.

અત્યારે સીરિયલમાં ભાભીજીનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી શુભાંગી અત્રે (Shubhangi Atre) તેના અભિનયથી લોકોનું દિલ જીતી રહી છે. તેણીએ તાજેતરમાં એક એનિમલ સફારીની મુલાકાત લીધી હતી, જે હોલીવુડ લૂક માટે તેણીએ શોર્ટ્સ અને વ્હાઈટ કલરના શર્ટ પર પસંદગી ઉતારી હતી. આ હોલીવુડ કમ ટુરિસ્ટ લૂકમાં તેણી ખુબ આકર્ષક લાગી રહી છે.

આ ઉપરાંત, અભિનેત્રી નેહા પેંડસેએ (Neha Pendse) પણ સમર સિઝન માટે આકર્ષક લૂકમાં જોવા મળી હતી. તાજેતરમાં તેણી મુંબઈમાં તાજ હોટેલ ખાતે બ્લ્યુ કલરના સ્વીમ સ્યુટમાં આકર્ષક પોઝ આપ્યા હતા. આ તસવીરોને તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ લૂક સ્વિમિંગ સેશન અને સમુદ્ર કિનારે પોઝ આપવા માટે પરફેક્ટ ચોઈસ છે.

View this post on Instagram

A post shared by Nehha Pendse (@nehhapendse)

આ પણ વાંચો – સોનમ કપૂર પ્રેગ્નન્સી એનાઉન્સમેન્ટ બાદ પતિ આનંદ આહુજા સાથે પહેલી વાર ઇવેન્ટમાં થઇ સ્પોટ

g clip-path="url(#clip0_868_265)">