AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diamond Benefits: હિરો શુભ છે કે અશુભ? કઈ રાશિના જાતકોએ ભૂલથી પણ તેને ધારણ ન કરવો જોઈએ-જાણો

જ્યોતિશ શાસ્ત્ર અનુસાર હિરો શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે અને તેના અશુભ પ્રભાવોને ઓછા કરવા માટે પહેરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને હિરો સૂટ થઈ જાય છે તો તેના જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી જ નથી રહેતી.

Diamond Benefits: હિરો શુભ છે કે અશુભ? કઈ રાશિના જાતકોએ ભૂલથી પણ તેને ધારણ ન કરવો જોઈએ-જાણો
| Updated on: Jun 11, 2026 | 5:43 PM
Share

નવરત્નોમાંથી સૌથી મૂલ્યવાન અને સૌથી કઠોર જો કોઈ રત્ન હોય તો તે હિરો છે. લોકો સામાન્ય રીતે તેને આભૂષણ તરીકે અને કિમતી હોવાના કારણે પહેરવાનું પસંદ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હિરો શુક્ર ગ્રહનું રત્ન ગણાય છે. તેને ધારણ કરવાથી સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે. તેની લગ્ન જીવન અને લોહી પર પણ સીધી અસર થાય છે. શુક્ર નો લાભ લેવા માટે અને જીવનમાં ગ્લેમર વધારવા માટે આ રત્નને અદ્દભૂત ગણાવાયુ છે. પરંતુ કોઈ જાણકારી વિના કે સલાહ વિના તેને ધારણ કરવાથી જીવનમાં તોફાન આવી શકે છે. પંડિત શૈલેન્દ્ર પાંડે જણાવે છે કે કઈ રાશિઓએ હિરો ન પહેરવો જોઈએ.

હિરો શુભ છે કે અશુભ?

પંડિતના જણાવ્યા અનુસાર મેષ, સિંહ, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકો માટે હિરો પહેરવો શુભ નથી ગણાતો. આ ઉપરાંત જે લોકો આદ્યાત્મિક ઉન્નતિ ઈચ્છે છે તેમણે પણ હિરો ધારણ ન કરવો જોઈએ.

જ્યારે વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિવાળા માટે હિરો ઘણો શુભ ગણાય છે. સાથે જ કર્ક રાશિના લોકોએ પણ હિરો જરૂર પહેરવો જોઈએ. જે લોકો ગ્લેમર, ફિલ્મ કે મીડિયામાં કામ કરે છે તેમના માટે હિરો લાભદાયક છે.

હિરો ધારણ કરવામાં શું સાવચેતી રાખવી?

  • એવુ કહેવાય છે કે કોઈ પરામર્શ કર્યા વિના, માત્ર ફેશન કે સૌદર્ય માટે હિરો ન પહેરો
  • જો મધુમેહ (ડાયાબિટીસ) કે રક્તની સમસ્યા હોય તો પણ હિરો ધારણ ન કરો
  • 21 વર્ષ પછી અને 50 વર્ષ પહેલા જ હિરો ધારણ કરવો જોઈએ
  • જો દામ્પત્ય જીવનમાં સમસ્યાઓ હોય તો હિરો ધારણ ન કરો
  • હિરો જેટલો સફેદ એટલો જ લાભદાયી
  • કોઈ ડાઘવાળો કે તૂટેલો હિરો અપયશ કે દુર્ઘટનાનું કારણ બની શકે છે

હિરો ગ્લેમર, સૌદર્ય, યશ અને કીર્તિના મામલે લાભદાયી થઈ શકે છે. પ્રેમ અને દામ્પત્ય જીવન બાબતે પણ હિરો લાભદાયી હોય છે. જો હિરો લાભ આપે તો ડાયાબિટીઝમાં પણ લાભ પહોંચાડે છે. હિરાને અંગૂઠામાં કે તર્જની આંગળીમાં ધારણ કરવાથી શુક્રનો દરેક પ્રકારે લાભ મળે છે. અનામિકામાં ધારણ કરવાથી માત્ર પ્રેમ અને સંબંધોમાં લાભ થાય છે.

POK માં શોકસભામાં સામેલ થનારા હજારો લોકો પર મુનીરની સેનાએ વરસાવી અંધાધૂંધ ગોળીઓ, હવે ક્યાં ગયા માનવાધિકારો?- શું અમેરિકા આના પર કંઈ બોલશે?

Follow Us
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
g clip-path="url(#clip0_868_265)">