AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાહુલ દ્રવિડના પુત્રની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, શ્રીલંકા પ્રવાસમાં બતાવશે તાકાત

રાહુલ દ્રવિડના નાના પુત્ર અન્વય દ્રવિડને ભારતીય અંડર-19 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રીલંકા પ્રવાસ માટે તેને ભારતની ODI ટીમમાં પસંદગી કરવામાં આવી છે. અન્વય દ્રવિડ હવે તેના પિતાની જેમ ભારતીય જર્સીમાં રમતો જોવા મળશે.

Breaking News: રાહુલ દ્રવિડના પુત્રની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, શ્રીલંકા પ્રવાસમાં બતાવશે તાકાત
Rahul Dravid & son AnvayImage Credit source: X
| Updated on: Jun 11, 2026 | 5:31 PM
Share

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની જુનિયર ક્રિકેટ પસંદગી સમિતિએ શ્રીલંકા પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમની જાહેરાત કરી છે. આ ટીમ પસંદગી સાથે જોડાયેલા સૌથી મોટા અને રસપ્રદ સમાચાર એ છે કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડના નાના પુત્ર અન્વય દ્રવિડને પહેલીવાર ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 17 વર્ષનો અન્વય દ્રવિડ હવે તેના પિતાની જેમ ભારતીય જર્સીમાં રમતો જોવા મળશે.

દ્રવિડના દીકરાને મળી મોટી તક

ભારતીય ટીમનો શ્રીલંકા પ્રવાસ 4 જુલાઈથી હંબનટોટામાં શરૂ થઈ રહ્યો છે, જ્યાં ટીમ ત્રણ ODI અને બે મલ્ટી-ડે મેચ રમશે. અન્વયને વિકેટકીપર તરીકે 15 સભ્યોની ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અન્વય દ્રવિડે ઘરેલું ક્રિકેટની એજ ગ્રુપ ટૂર્નામેન્ટમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે, જેના કારણે તેણે પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કર્યું. આ સાથે જ મધ્યપ્રદેશના યશવર્ધન સિંહ ચૌહાણને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય લક્ષ્ય રાયચંદાનીને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

અન્વય દ્રવિડની કારકિર્દી

અન્વય દ્રવિડે વિનુ માંકડ ટ્રોફીમાં કર્ણાટક અંડર-19 ટીમનું નેતૃત્વ કર્યું ત્યારે તે હેડલાઇન્સમાં ચમક્યો હતો. તેણે પોતાની ટીમને ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચાડી. તેણે છ ઇનિંગ્સમાં 220 રન બનાવીને મધ્યમ ક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવી. હિમાચલ પ્રદેશ સામેની મહત્વપૂર્ણ રન-ચેઝ દરમિયાન અન્વયે શાનદાર અણનમ 82 રન બનાવીને પોતાની ટીમને વિજય અપાવ્યો. તેણે અગાઉ અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં શાનદાર સદી ફટકારી હતી.

ભારતની અંડર-19 ODI ટીમ

સાગર વિર્ક, લક્ષ્ય રાયચંદાની (વાઈસ-કેપ્ટન), યશબર્ધન સિંહ ચૌહાણ (કેપ્ટન), વિનીત વીકે, અર્જુન રાજપૂત, કુશાગ્ર ઓઝા, રજત બઘેલ (વિકેટકીપર), અન્વય દ્રવિડ (વિકેટકીપર), અનમોલજીત સિંહ, વુટકુરી યશવીર ગૌર, રોહિત અનિલ યાદવ, શવિન વી, કાવ્યા પરેશ પટેલ, મોહિત ઉલવા, ઈશાન સૂદ.

ભારતની અંડર-19 મલ્ટી-ડે ટીમ

સાગર વિર્ક, લક્ષ્ય રાયચંદાની (વાઈસ-કેપ્ટન), યશવર્ધન સિંહ ચૌહાણ (કેપ્ટન), પટેલ કુશ, મનલ ચૌહાણ, કુશાગ્ર ઓઝા, માનવ ક્રિષ્ના (વિકેટકીપર), આર્યન સંદેશ સકપાલ (વિકેટકીપર), હેમચુડેસન જે, બીકે કિશોર, રોહિત અનિલ યાદવ, કાવ્યા પરેશ પટેલ, પ્રિયાંશુ સિંહ, પ્રણવ રાઘવેન્દ્ર, ચિગુરુપતિ વેંકટ.

શ્રીલંકા પ્રવાસનું શેડ્યૂલ

  • 4 જુલાઈ, 2026: પહેલી ODI, હંબનટોટા
  • 6 જુલાઈ, 2026: બીજી ODI, હંબનટોટા
  • 9 જુલાઈ, 2026: ત્રીજી ODI, હંબનટોટા
  • 13 જુલાઈ, 2026 – 16 જુલાઈ, 2026: પ્રથમ મલ્ટી-ડે મેચ, ગાલે
  • 20 જુલાઈ, 2026 – 23 જુલાઈ, 2026: બીજી મલ્ટી-ડે મેચ, કોલંબો

Breaking News: પંજાબ માટે રમ્યો, રણજીમાં તક ન મળી, હવે ઓસ્ટ્રેલિયાની T20 ટીમમાં મળ્યું સ્થાન

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">