નાભિ, પગના તળિયા અને આંખો પર દેશી ઘી લગાવવું કેટલું ફાયદાકારક? જાણો
દેશી ઘીનો ઉપયોગ માત્ર રસોઈમાં જ નહીં, પરંતુ ત્વચાની સંભાળ માટે પણ કરવામાં આવે છે. પગના તળિયા પર ઘી લગાવવાથી શુષ્કતા ઘટી શકે છે, પરંતુ નાભિમાં ઘી લગાવવાથી પાચન સુધરે તેવા પુરાવા નથી. દાઝેલા ભાગ અને આંખોની આસપાસ ઘી લગાવવું જોખમી બની શકે છે. નિષ્ણાતો યોગ્ય સાવચેતી રાખવાની સલાહ આપે છે.

ભારતના દરેક ઘરમાં દેશી ઘીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ ઘણા લોકો તેના ફાયદાથી અજાણ હોય છે. ઘણા લોકો ત્વચાની સંભાળ અને ઘરેલુ ઉપચાર તરીકે પણ તેનો ઉપયોગ કરે છે. ખાસ કરીને રાત્રે સૂતા પહેલા પગના તળિયા, નાભિ અને આંખોની આસપાસ ઘી લગાવવાની પરંપરા છે. પરંતુ શું આ ઉપાય ખરેખર ફાયદાકારક છે કે તેનાથી નુકસાન પણ થઈ શકે છે?
1. પગના તળિયા પર ઘી લગાવવાના ફાયદા
કેટલાક લોકો રાત્રે સૂતા પહેલાં પગના તળિયા પર ઘી લગાવીને માલિશ કરે છે. જે ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. તેથી સૂકી અને ફાટેલી એડીઓને નરમ બનાવવામાં મદદ કરે છે. જો કે ઘી લગાવવાથી ઊંઘ સારી આવે છે. આ ઉપરાંત તણાવ દૂર કરવામાં મદદ કરે છે.
2. નાભિમાં ઘી લગાવવું કેટલું યોગ્ય?
આધુનિક યુગ હોવા છતા પરંપરાગત માન્યતા પ્રમાણે નાભિમાં ઘી લગાવવાથી પાચન સુધરે છે, કબજિયાત દૂર થાય છે. તેમજ હોર્મોન્સ સંતુલિત રહે છે. જો કે નાભિની આસપાસની ત્વચા સૂકી હોય તો યોગ્ય મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો વધુ લાભદાયક છે.
3. દાઝેલા ભાગ પર ઘી લગાવવું જોખમી?
શરીરના કોઈ પણ ભાગમાં નાની ઈજા કે દાઝી ગયા હોય તો તેના પર ઘણા લોકો ઘી લગાવે છે. પરંતુ આવુ કરવું નિષ્ણાંતોના મતે યોગ્ય નથી. આવું કરવાથી સંક્રમણ વધવાની શક્યતાઓમાં વધારો થાય છે. જો કોઈ પણ રીતે દાઝી ગયા હોવ તો તેને ઠંડા વહેતા પાણી નીચે રાખવો જોઈએ. ગંભીર દાઝના કિસ્સામાં તબીબી સારવાર લેવી જરૂરી છે.
4. આંખો પર ઘી લગાવવું સુરક્ષિત છે?
આપણે બધાએ જ ક્યારેક સાંભળ્યું હશે કે કેટલાક લોકો પાંપણો લાંબી કરવા અથવા શુષ્કતા ઘટાડવા ઘી લગાવે છે. પરંતુ તેનાથી પાંપણો લાંબી થાય છે કે દૃષ્ટિ સુધરે છે તેવા વૈજ્ઞાનિક પુરાવા નથી. તેથી આંખની આસપાસ ઘી લગાવવાનું ટાળવું જોઈએ.
5. આહારમાં દેશી ઘીનો ઉપયોગ
સંતુલિત આહારમાં મર્યાદિત માત્રામાં દેશી ઘી લઈ શકાય છે. જોકે, તેમાં સેચ્યુરેટેડ ફેટ હોવાથી તેનું સેવન નિયંત્રિત રાખવું જોઈએ.
Disclaimer: આ લેખ માત્ર સામાન્ય સ્વાસ્થ્ય જાણકારી માટે છે. દેશી ઘીના ઉપાયો અપનાવતા પહેલાં નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
