ખેલાડીએ કર્યું 30 લીટર બ્રેસ્ટ મિલ્ક ડોનેટ, શું કોઈ પણ મહિલા બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરી શકે ? જાણો નિયમ
હાલમાં બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ 30 લીટર બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કર્યું છે. ત્યારબાદ ખુબ ચર્ચાઓ થઈ રહી છે. તો આજે આપણે જાણીશું કે, શું કોઈ પણ મહિલા બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરી શકે છે. તેમજ બ્રેસ્ટ મિલ્કના ડોનેટ માટે નિયમો શું છે.

જ્વાલા ગુટ્ટા એક ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. તે હંમેશા તેના રમત માટે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તે કંઈક બીજા કારણે ચર્ચામાં છે.તેમણે તાજેતરમાં જ તેના બાળકને જન્મ આપ્યા પછી 30 લિટર બ્રેસ્ટ મિલ્કનું ડોનેટ કર્યું છે. ભારતમાં બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરવાના નિયમો શું છે? શું દરેક મહિલા બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરી શકે છે? આ વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીશું. કઈ મહિલા બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરી શકે? ભારતમાં બ્રેસ્ટ મિલ્ક ડોનેટ પર ખૂબ જ કાળજીપૂર્વક દેખરેખ રાખવામાં આવે છે, કોઈપણ અનિયમિતતાને રોકવા માટે અનેક માર્ગદર્શિકા અને નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે.બ્રેસ્ટ મિલ્ક દાન કરવા માટે મહિલાઓને કેન્સર , શુગર,કોવિડ,એડ્સ કે કોઈ સંક્રામણ ન હોવું જોઈએ. ટુંકમાં મહિલાઓને કોઈ બીમારી હોવી જોઈએ નહી. મહિલાનું બાળક સંપુર્ણ સ્વસ્થ અને દુધની જરુરત પુરી થયા બાદ જ બ્રેસ્ટ મિલ્કનું...
