Skin Care : શું તમે જાણો છો ખજુરથી ચહેરા પર આવે છે ચમક, ફેસ માસ્ક બનાવવા અજમાવો આ ટીપ્સ

Skin Care : ખજૂર (Dates) ત્વચાના રંગને ચમક આપે છે. તમે ખજુરનો ફેસ માસ્ક બનાવવા માટે તેમાં બીજી કેટલીક વસ્તુઓ મિક્સ કરી શકો છો. અમે તમને ખજૂરના કેટલાક ફેસ માસ્ક વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Skin Care : શું તમે જાણો છો ખજુરથી ચહેરા પર આવે છે ચમક, ફેસ માસ્ક બનાવવા અજમાવો આ ટીપ્સ
Skin Care tips (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 11:47 AM

ગ્લોઈંગ સ્કિન (Glowing skin)ને ઉનાળામાં ઘણું નુકસાન થાય છે અને તેને પાછી મેળવવી અઘરૂ બની જાય છે. સ્કિન ટોનને વધુ સારી બનાવવા માટે લોકો બજારમાં ઉપલબ્ધ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા સહિત અનેક વસ્તુઓ અજમાવતા હોય છે. રસાયણોની હાજરીને કારણે, આ ઉત્પાદનો નુકસાન પણ કરી શકે છે. આવી સ્થિતિમાં, કેટલાક લોકો ઘરની વસ્તુઓ સાથે સંબંધિત ઘરેલું ઉપચાર અપનાવે છે. એક સમય હતો જ્યારે લોકો માત્ર ઘરગથ્થુ વસ્તુઓથી જ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખતા હતા. ઘરેલું ઉપચાર ( Home remedies)ની વિશેષતા એ છે કે જો તેને યોગ્ય રીતે અપનાવવામાં આવે તો તેની કોઈ આડઅસર થતી નથી. જો તમે પણ ત્વચાની સંભાળમાં ઘરેલું ઉપાય અજમાવવા માંગતા હોવ તો ખજૂરની મદદ લો.

શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ, ખજૂર ત્વચાના રંગને સુધારવામાં પણ અસરકારક માનવામાં આવે છે. તેનો ફેસ માસ્ક બનાવવા માટે તમે તેમાં બીજી કેટલીક વસ્તુઓ મિક્સ કરી શકો છો. અમે તમને ખજૂરના કેટલાક શાનદાર ફેસ માસ્ક વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ખજૂર અને હળદર

જ્યારે ખજૂર ત્વચાના રંગને સુધારવા માટે કામ કરશે, તો હળદર પિમ્પલ્સ અને અન્ય સમસ્યાઓ દૂર કરશે. બે દાણામાંથી કાઢેલી બે ખજૂર લો અને તેમાં એક ચપટી હળદર અને બે ચમચી કાચું દૂધ નાખો. હવે તેને મિક્સરમાં બ્લેન્ડ કરો અને પછી હળવા હાથે ત્વચા પર લગાવો. થોડીવાર આ રીતે રાખ્યા બાદ આ માસ્કને મસાજ કરો અને ઠંડા પાણીથી કાઢી લો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ખજૂર અને એલોવેરા

આ કોમ્બિનેશન તમને અજીબ લાગશે, પરંતુ જો આ બંને ઘટકોના ગુણધર્મોને જોડવામાં આવે તો બેવડો ફાયદો મળી શકે છે. એલોવેરા ઔષધીય ગુણોથી ભરપૂર છે અને તે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં પણ અસરકારક છે. આ રેસીપી અપનાવવા માટે તમારે બીજમાંથી કાઢેલી ત્રણ ખજૂર, અડધો કપ દૂધ અને બે ચમચી એલોવેરા જેલની જરૂર પડશે. આ ત્રણ વસ્તુઓને બ્લેન્ડ કર્યા બાદ તેને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. આવું અઠવાડિયામાં બે વાર કરો.

ખજૂર, ક્રીમ અને લીંબુ

ખજૂર સિવાય મિલ્ક ક્રીમ અને લીંબુ પણ ચહેરાને ચમકદાર બનાવી શકે છે. એક વાસણમાં ખજૂરની પેસ્ટ લો અને તેમાં બે ચમચી મિલ્ક ક્રીમ ઉમેરો. તેમાં લીંબુના રસના થોડા ટીપા પણ ઉમેરો. આ માસ્ક તૈયાર કર્યા પછી, તેને ચહેરા પર લગાવો અને તેને સૂકવવા માટે છોડી દો. હવે થોડું કાચું દૂધ લો અને ચહેરા પર સ્ક્રબ તરીકે માસ્કનો ઉપયોગ કરો. આ માસ્ક રંગને સુધારવામાં અસરકારક છે કારણ કે તેમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

આ પણ વાંચો :Vijay Babu Charged With Sexual Assault : ફિલ્મોમાં કામ આપવાના બહાને અભિનેતા કરતો હતો રેપ, પીડિતાએ નોંધાવ્યો કેસ

આ પણ વાંચો :દલાઈ લામાએ ‘પંચેન લામા’ તરીકે પસંદ કરેલ છોકરો 1995થી ગાયબ, હવે વર્ષો બાદ ડ્રેગને કર્યો મોટો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">