IPS રશ્મિ શુક્લા સામે 700 પાનાની ચાર્જશીટ, ફોન ટેપિંગ કેસમાં કાર્યવાહી

IPS ઓફિસર રશ્મિ શુક્લા પર શિવસેના સાંસદ સંજય રાઉત અને NCP નેતા એકનાથ ખડસેના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરવાનો આરોપ છે.

IPS રશ્મિ શુક્લા સામે 700 પાનાની ચાર્જશીટ, ફોન ટેપિંગ કેસમાં કાર્યવાહી
MP Sanjay Raut, IPS Rashmi Shukla, Eknath Khadse.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 10:02 AM

Phone Tapping Case: ફોન ટેપિંગ કેસમાં મુંબઈ પોલીસે મંગળવારે IPS ઓફિસર રશ્મિ શુક્લા (IPS Rashmi Shukla) વિરુદ્ધ લગભગ 700 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. શુક્લા પર આરોપ છે કે તેમણે શિવસેના સાંસદ સંજય રાઉત (MP Sanjay Raut) અને NCP નેતા એકનાથ ખડસેના (Eknath Khadse) ફોન ગેરકાયદેસર રીતે ટેપ કર્યા હતા. ભારતીય ટેલિગ્રાફ એક્ટ અને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં આ વર્ષે માર્ચમાં રશ્મિ શુક્લા વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ કેસ તે સમયનો છે જ્યારે શુક્લા મહારાષ્ટ્રના સ્ટેટ ઇન્ટેલિજન્સ વિભાગ (SID)ના વડા હતા. તાજેતરમાં, મુંબઈ પોલીસે સ્વીકાર્યું છે કે તે લગભગ બે મહિનાથી સંજય રાઉત અને એકનાથ ખડસેના ફોન ટેપ કરી રહી છે. ચાર્જશીટમાં શિવસેનાના નેતા સંજય રાઉત અને એનસીપી નેતા એકનાથ ખડસેના નિવેદનો સહિત લગભગ 20 લોકોના નિવેદનો સામેલ છે.

શુ છે આરોપ

ફોન ટેપિંગનો મામલો એ સમયનો છે જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપની સરકાર હતી. એકનાથ ખડસે તે સમયે ભાજપમાં હતા. તે દરમિયાન ખડસેના ફોન બે મહિના સુધી ટેપ કરવામાં આવ્યા હતા. એ જ રીતે, સંજય રાઉતના ફોન પણ ગેરકાયદેસર દેખરેખ હેઠળ હતા. અને મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેના-કોંગ્રેસ અને એનસીપી વચ્ચે વાતચીત ચાલી રહી હતી. હાલમાં શુક્લા કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર છે. અને હૈદરાબાદમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે ફજ બજાવી રહ્યા છે.

પોલીસે કબૂલ્યું કે ભૂલ થઈ છે

અગાઉ 20 એપ્રિલે મુંબઈ પોલીસે સ્વીકાર્યું હતું કે વર્ષ 2019માં એનસીપી નેતા એકનાથ ખડસે અને શિવસેનાના નેતા સંજય રાઉતના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. પોલીસનો દાવો છે કે આ બંને નેતાઓના નામ યાદીમાં હોવાના કારણે ફોન ટેપ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સંજય રાઉતનો ફોન 60 દિવસ અને એકનાથ ખડસેનો ફોન 67 દિવસ સુધી ટેપ કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, રાજ્યના ગુપ્તચર વિભાગ (SID) એ સંદિગ્ધની યાદીમાં સંજય રાઉત, એકનાથ ખડસે સહિત કેટલાક નામ સામેલ કર્યા હતા. જેના આધારે પોલીસે આ બંને નેતાઓના ફોન ટેપ કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

આ પણ વાંચોઃ

CCTV ફૂટેજ પર વકીલનો દાવો- નવનીત રાણાએ સાંતાક્રુઝના લોકઅપ અંગે કરી હતી ફરિયાદ, પોલીસે ખાર પીએસનો વીડિયો શેર કર્યો

આ પણ વાંચોઃ

ના હોય ! શાહરૂખ ખાનના ઘરની નવી નેમપ્લેટ ‘મન્નત’ની કિંમત લાખોમાં, આટલામાં મધ્યમ વર્ગ ખરીદી શકે છે લક્ઝરી કાર

g clip-path="url(#clip0_868_265)">