Beauty Tips: Hair Spa કરાવ્યા પછી આ પાંચ બાબતોનું રાખો ધ્યાન

હેર સ્પા તમારા વાળને પુનર્જીવિત કરવાનું કામ કરે છે. તે તમારા ક્ષતિગ્રસ્ત વાળને રિપેર કરે છે અને વાળને મુલાયમ બનાવીને ચમક લાવે છે. હેર સ્પા કરાવ્યા પછી તમારા વાળનો ગ્રોથ ઘણો સારો થાય છે.

Beauty Tips: Hair Spa કરાવ્યા પછી આ પાંચ બાબતોનું રાખો ધ્યાન
Hair Spa Care (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 7:20 AM

હેર સ્પા (Hair Spa)એ હેર ટ્રીટમેન્ટનો એક પ્રકાર છે, જેમાં તમારા વાળને (Hair) ઊંડે મોઈશ્ચરાઈઝ કરવામાં આવે છે, સાથે શેમ્પૂ, હેર ક્રીમ અને હેર માસ્ક અને કન્ડિશનર વગેરે લગાવીને સ્ટીમ (Steam) આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા સાથે વાળના છિદ્રો ખોલવાનું કામ થાય છે. હેર સ્પા તમારા વાળને પુનર્જીવિત કરવાનું કામ કરે છે. તે તમારા ક્ષતિગ્રસ્ત વાળને રિપેર કરે છે અને વાળને મુલાયમ બનાવીને ચમક લાવે છે. હેર સ્પા કરાવ્યા પછી તમારા વાળનો ગ્રોથ ઘણો સારો થાય છે. મોટાભાગના સૌંદર્ય નિષ્ણાતો માને છે કે વાળના સારા સ્વાસ્થ્ય માટે મહિનામાં એક કે બે વાર હેર સ્પા કરાવવો જોઈએ. પરંતુ તે કરાવ્યા બાદ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, તો જ હેર સ્પાનો પૂરો લાભ મળી શકે છે. અહીં જાણો સ્પા કર્યા પછી કઈ કઈ સાવચેતી રાખવી જરૂરી છે.

હેર સ્પા પછી આ વાતોનું ધ્યાન રાખો.

મહિનામાં બે વખતથી વધુ સ્પા ન કરો

સામાન્ય રીતે, મહિનામાં એકવાર સ્પા કરાવવું પૂરતું છે, પરંતુ જો તમારા વાળ ખૂબ જ ડ્રાય અને ડેમેજ છે તો તમે 15 દિવસના અંતર પર સ્પા કરાવી શકો છો. સ્પા મહિનામાં બે વખતથી વધુ ન કરવો જોઈએ. વધુ પડતા હેર સ્પાથી માથાની ચામડી સુકાઈ જાય છે.

હેર સ્ટાઇલ ટૂલ્સ ટાળો

હેર સ્પા કરાવ્યા પછી હેર સ્ટાઇલ ટૂલ્સ જેવા કે સ્ટ્રેટનર, કર્લર, બ્લોઅર્સ વગેરેનો ઉપયોગ કરવાનું ટાળો. જેના કારણે વાળને મળતું પોષણ તરત જ સમાપ્ત થઈ જાય છે. ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી આ વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

વાળ ધોવા નહીં

હેર સ્પા દરમિયાન તમારા વાળમાં ડીપ કન્ડીશનીંગ કરવામાં આવે છે. તેથી, સ્પા કર્યા પછી એક કે બે દિવસ સુધી વાળ ધોવા નહીં. તરત જ આવીને સ્નાન ન કરો. એકવાર તમારે તમારા વાળ ક્યારે ધોવા તે વિશે સૌંદર્ય નિષ્ણાતની સલાહ લેવી પડશે. જ્યારે પણ તમે શેમ્પૂનો ઉપયોગ કરો ત્યારે તેને પાતળું કરો એટલે કે થોડું પાણી ઉમેરો. તેનાથી તમારા વાળમાં ચમક જળવાઈ રહે છે.

કન્ડિશનરનો ઉપયોગ કરો

જ્યારે પણ તમે તમારા વાળ ધોશો, ત્યારે કન્ડિશનરનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. કન્ડિશનર તમારા વાળને મુલાયમ બનાવે છે, સાથે જ સ્પાની અસરને લાંબા સમય સુધી ટકી રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે. હળવા ભીના વાળ પર પણ સીરમનો ઉપયોગ કરો.

વાળને ધૂળથી બચાવો

હેર સ્પા કરાવ્યા પછી તમારા વાળને ધૂળથી સુરક્ષિત રાખો. આ માટે જ્યારે પણ તમે ઘરની બહાર જાવ ત્યારે તમારા વાળને ચોરા અથવા અન્ય કપડાથી ઢાંકી લો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">